માનનીય હર્ષ સંઘવી સાહેબને નમ્ર વિનંતી,
દિયોદર તાલુકાના GSRTC ડેપો અંગે એક મહત્વપૂર્ણ સમસ્યા તરફ આપનું ધ્યાન દોરવું છે. હાલ દિયોદર થી મહેસાણા તથા અમદાવાદ તરફ રાત્રે 7 વાગ્યા પછીથી સવારના 4 વાગ્યા સુધી એક પણ બસ ઉપલબ્ધ નથી.
આ કારણે જો કોઈને રાત્રિના સમયે તાત્કાલિક કામે, સારવાર માટે કે અન્ય જરૂરી કારણોસર બહાર જવું પડે તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વિદ્યાર્થી, નોકરીયાત લોકો અને દર્દીઓ માટે આ પરિસ્થિતિ અત્યંત કઠિન બને છે.
આ બાબતે કૃપા કરીને ધ્યાન લઈ દિયોદરથી અમદાવાદ માટે રાત્રિ બસ સેવા શરૂ કરવામાં આવે અથવા યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી વિનંતી છે, જેથી વિસ્તારના નાગરિકોને રાહત મળી શકે.
આશા છે કે આપ આ મુદ્દે વહેલી તકે સકારાત્મક નિર્ણય લેશો.
આપનો આભાર...
🙏
#GSRTC @sanghaviharsh@Bhupendrapbjp
@devanshijoshi71 પેલા 250 ના પેટ્રોલમાં ટાંકી ફુલ થઈને ટાંકીના મોઢા સુધી ફીણ આવી જાતાં હવે ટાંકી ફુલ કરાવામાં આપડે મોંઢે ફીણ આવી જાય છે...આવા સમય માં પણ અંગ્રેજો વખત નું 20 રૂપિયા સાયકલ એલાઉન્સ ગુજરાત પોલીસ ને આપવા માં આવે છે...