આગામી રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે દરિયાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિસ્તારમાં 'ધાબા ચેકિંગ' (Roof-top surveillance) કરવામાં આવ્યું.
@AhmedabadPolice@dgpgujarat@GujaratPolice@sanghaviharsh
આગામી રથયાત્રાના પવિત્ર અવસરે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે "સાયબર ભવાઈ" નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને સાયબર ગુનાઓથી સાવચેત રહેવાનો સંદેશ આપ્યો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક્સ, OTP ફ્રોડ અને અન્ય ડિજિટલ ઠગાઈથી સતર્ક રહેવા અપીલ કરી હતી.જગન્નાથ મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટી મંડળના સભ્યો, વરિષ્ઠ પોલીસ અધિકારી�� અને વિવિધ ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા સુરક્ષિત ડિજિટલ જીવનનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.
@sanghaviharsh @GujaratPolice @CMOGuj @dgpgujarat @InfoGujarat
#AhmedabadPolice
આજરોજ રથયાત્રાના અનુસંધાને દરિયાપુર પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા બાળકો માટે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ રમતોમાં વિજેતા બાળકોને સ્કૂલ બેગ, લંચ બોક્સ અને પાણીની બોટલ ઇનામ રૂપે અર્પણ કરવામાં આવ્યા
@AhmedabadPolice@dgpgujarat@GujaratPolice@sanghaviharsh
આજરોજ આગામી રથયાત્રાના અનુસંધાને દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા નાની અલીપોળ ખાતે મોહલ્લા મિટિંગ યોજાઈ વિસ્તારમાં કોમી એકતા, કાયદો અને વ્યવ��્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક આગેવાનો અને રહીશો સાથે જરૂરી સૂચનોની આપલે કરવામાં આવી.
@AhmedabadPolice
@dgpgujarat
@GujaratPolice
@sanghaviharsh
રથયાત્રાના અનુસંધાને દરિયાપુર પોલીસ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે મહિલા આત્મરક્ષા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આત્મરક્ષાની પ્રાથમિક ટેકનિક, સતર્કતા અને સુરક્ષા અંગે માર્ગદર્શન સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.
@AhmedabadPolice@GujaratPolice@dgpgujarat@sanghaviharsh
રથયાત્રા-2026ના અનુસંધાને નાયબ પોલીસ કમિશનરશ્રી અતુલ બંસલ સાહેબ (ઝોન-4)ના અધ્યક્ષસ્થાને દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે ટ્રક સંચાલકો સાથે બેઠક યોજાઈ. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન માર્ગદર્શન આપવામાં આવ્યું
@AhmedabadPolice@GujaratPolice@sanghaviharsh
આગામી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ઝોન-૪,અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ દરિયાપુર પોલીસ દ્વારા "એક દેશ, એક તિરંગા – એકતાનો સંદેશ"બેનર હેઠળ એકતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
@AhmedabadPolice@dgpgujarat@GujaratPolice@sanghaviharsh
આજરોજ આગામી રથયાત્રા નિમિત્તે દરિયાપુર પોસ્ટે વિસ્તાર માં રહેતા સિનિયર સિટીઝન નાઓને દરિયાપુર પોસ્ટે ના શી-ટીમ દ્વારા “અંતાક્ષરી “નું આયોજન કરવામાં ���વેલ જેમાં સિનિયર સિટીઝન નાઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધેલ.
@AhmedabadPolice
@dgpgujarat
@GujaratPolice
@sanghaviharsh
આજરોજ આગામી રથયાત્રાના અનુસંધાને દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.એમ.સી.ના કર્મચારીઓ સાથે રથયાત્રા રૂટ પર આવેલા જર્જરિત મકાનોની મુલાકાત લઈ મકાન માલિકોને જરૂરી સમજ આપી નોટિસ આપવામાં આવી તથા જર્જરિત મકાનો પર જાહેર નોટિસ લગાવવામાં આવી
@AhmedabadPolice@GujaratPolice@sanghaviharsh
આગામી ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ઝોન-4, અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ દરિયાપુર પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા વિસ્તારના જરૂરિયાતમંદ સિનિયર સિટિઝનોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.
@AhmedabadPolice@GujaratPolice@sanghaviharsh
અમદાવાદ શહેર પોલીસ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને હિંદુ-મુસ્લિમ સમાજના સંયુક્ત સહયોગથી આયોજિત રક્તદાન શિબિર આયોજન દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું.
“રક્તદાન એ જ સાચી માનવ સેવા છે.”
@AhmedabadPolice@dgpgujarat@GujaratPolice@sanghaviharsh
👮♂️💙 Happy Father’s Day !Gujarat Police salutes every father in uniform who balances duty and family with unwavering dedication and sacrifice. Thank you for being our hero every day. 🤝✨
आपकी सेवा, आपका त्याग, हमारा सम्मान।
@AhmedabadPolice@GujaratPolice@sanghaviharsh