જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતી રાજ્ય સરકાર !
▪️માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
▪️વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે
જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :
જેલ સહાયક - રૂ.૩૫૦૦/- , અગાઉ ન હતું
સિપાઈ - રૂ.૪૦૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
હવાલદાર - રૂ.૪૫૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
સુબેદાર - રૂ.૫૦૦૦/- અગાઉ ૬૦ રૂ હતું
▪️ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- રજા પગાર ચુકવવામાં આવશે.
▪️જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.
▪️દિવાળી પર જેલ પરિવારના દરેક સદસ્યના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષનું સ્મિત આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થામાં માતબર વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ નિર્ણય જેલ ખાતાના કર્મીઓના પરિવારમાં દિવાળી પર્વે સુખાકારીનો પ્રકાશ પ્રસરાવનારો બની રહેશે.
આજ રોજ #જેલ_સિપાઈ ઓ હડતાળ પર ઉતર્યા
સરકારે જે 550કરોડનું પેકેજ આપ્યું હતું તેમાં તેમને લાભ મળેલ નથી
એક પરીક્ષા એક સરખું કામ તો શા માટે એમને બાકાત રાખવામાં આવ્યા છે?
સરકારને રજૂઆત છે સત્વરે #જેલ_કર્મીઓ ને ન્યાય આપવામાં આવે
कभी-कभी उत्तर नहीं,सही प्रश्न मिल जाए तो भी खेल हो जाता है
શું સરકાર જેલ સિપાહીને #પોલીસ_બેડાના_કર્મચારી નથી ગણતી ?
એક જ માધ્યમ થી કેડર ટુ કેડરની ભરતી થાય છે, બિન હથિયારી,હથિયારી,SRPF,જેલ સિપાહી તો પછી જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજનો લાભ જેલ કર્મચારીઓને કેમ નહીં ?
#આમઆદમીપાર્ટી ની સરકાર આવશે તો જેલ સિપાહીને પણ એમના હક્ક મળશે !
શુ જેલ પોલીસ પોલીસ નથી?
જેલ પોલીસ કર્મી અને હાથિયારી/બિન હથીયારી કેડર ટુ કેડર સરખા ગણવામાં આવે છે તો ગૃહ વિભાગ દ્વારા પ્રોત્સાહન પેકેજ માંથી બાકાત કેમ ?
એક જ સમાન ભરતી પ્રકિયા થી પસંદગી થયેલ હોવા છતાં અમારી સાથે અન્યાય કેમ?@sanghaviharsh@CMOGuj@Bhupendrapbjp@devanshijoshi71
આ પરિપત્ર પ્રમાણે જેલ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કેડર ટુ કેડર મુજબ સરખા ગણવામાં આવે છે.
તો પછી 550 કરોડના ચુંટણીલક્ષી પેકેજમાંથી જેલ કર્મચારીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે?
ખુંખાર કેદીઓ સાથે હિંમતથી ફરજ બજાવતા જેલ કર્મચારીઓ / અધિકારીઓને પણ પ્રોત્સાહક પેકેજનો લાભ આપો.
ગુજરાત જેલ કર્મચારીઓ મેદાનમાં:
જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના શ્રી ગણેશ, માસ સીએલ ઉપર ઉતરશે
ગુજરાત રાજ્ય સરકારની વિસંગતતા ભરી નીતિના કારણે તેમજ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના ભાગરૂપે ગુજરાત જેલ વિભાગના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે.