ખેડૂતને પોતાના ખેતરમાં આવજાવ માટે રસ્તો ન હોવાના કેસમાં નિયમો, કાયદા અને કોર્ટના સિદ્ધાંતો આધારિત અરજીનો નમૂનો.
(તાલુકા વિકાસ અધિકારી / મામલતદાર / જિલ્લા કલેક્ટરમાં રજૂ કરી શકો છો.)
પ્રતિ,
માનનીય મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રી / કલેક્ટરશ્રી
[તાલુકાનું નામ], [જિલ્લાનું નામ]
વિષય: ખેડૂતને પોતાના ખેતરમાં જવા માટે આવજાવનો રસ્તો ન હોવાથી કાયદેસર માર્ગ (Right of Way) આપવા બાબત.
મહાશયશ્રી,
હું નીચે સહી કરનાર અરજદાર, નામ: ____________________, સરનામું: ____________________, ગામ: ___________, તાલુકો: ___________, જિલ્લો: ___________, મારું ખેતર સર્વે નંબર: ___________, ગામ: ___________, તાલુકો: ___________ ઉપરોક્ત ખેતર માટે જાહેર રસ્તો કે ખાનગી રસ્તો કોઈપણ પ્રકારનો આવજાવનો માર્ગ ઉપલબ્ધ નથી, જેના કારણે મને ખેતી કાર્ય, પાક લઈ જવો, ખાતર-બીજ લાવવું તથા ઇમરજન્સી સમયે ખેતરમાં પહોંચવું અતિ મુશ્કેલ બની ગયું છે.
▪️કાયદા અને નિયમો :-
ભારતીય એઝમેન્ટ એક્ટ, 1882 (Indian Easements Act, 1882) ના કલમ 13 અને 15 મુજબ, જો કોઈ જમીન જાહેર રસ્તાથી અલગ પડી ગઈ હોય તો તેને આવશ્યક માર્ગ (Right of Way / Easement of Necessity) મળવવાનો કાયદેસર અધિકાર છે.
▪️ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ:-
ખેડૂતને પોતાની જમીન ઉપયોગમાં લઈ શકાય તે માટે આવજાવનો માર્ગ સુનિશ્ચિત કરવો રેવન્યુ અધિકારીઓની ફરજ ગણાય છે.
▪️માનનીય સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના સિદ્ધાંતો મુજબ:-
“ખેડૂતને ખ��તરમાં પહોંચવાનો રસ્તો ન આપવો એ તેના મિલકતના ઉપયોગના મૂળભૂત અધિકારનો ભંગ છે.” તથા અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેતી માટે રસ્તો અનિવાર્ય છે, અને પડોશી જમીનમાંથી ઓછામાં ઓછો નુકસાન થાય તે રીતે માર્ગ આપવો જોઈએ.
▪️હાલની હકીકત:-
મારું ખેતર ચારેય બાજુથી અન્ય ખાતેદારોની જમીનથી ઘેરાયેલું છે.
અગાઉ ઉપયોગમાં રહેલો રસ્તો હાલ બંધ કરી દેવામાં આવ્યો છે / ક્યારેય આપવામાં આવ્યો નથી.
અનેક વારની મૌખિક રજૂઆત છતાં પડોશી ખાતેદારો રસ્તો આપવા ઇનકાર કરે છે.
આથી, માનનીયશ્રીને વિનંતી છે કે,
સ્થળ પર રેવન્યુ તપાસ કરાવી કાયદા મુજબ આવશ્યક માર્ગ (Right of Way) નક્કી કરી મને મારા ખેતરમાં આવજાવ માટે કાયદેસર રસ્તો ફાળવવા જરૂરી હુકમ / આદેશ ફરમાવશો એવી મારી વિનમ્ર અરજ છે.
નામ: ____________________
અરજદારની સહી: ___________
મોબાઇલ નંબર: ____________________
સ્થળ: ___________
તારીખ: ___________