🇮🇳 “વંદે માતરમના 150 વર્ષ – રાષ્ટ્રગૌરવનો ક્ષણ” 🇮🇳
ભારતની સ્વતંત્રતા ચળવળને પ્રેરણા આપનાર રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષના અવસરે,
તમામ નાગરિકોને આજ રોજ 7 નવેમ્બર સવારે 9:30 વાગ્યે એક સ્વરમાં ‘વંદે માતરમ’ ગાવા માટે અપીલ કરવામાં આવે છે।
આવો, રાષ્ટ્રીય એકતા અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવની અભિવ્યક્તિ તરીકે આ કાર્યક્રમમાં ભાગ લઈએ અને દેશપ્રેમનો સંદેશ ફેલાવીએ।
📸 તમારા ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કરો
👉 #VandeMataram
#વંદેમાતરમ
#VandeMataram150years
“વંદે માતરમ – આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક”
તા. 9 જુલાઈથી ગંભીરા પૂલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ...
ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા...
#GambhiraBridge#Vadodara
૦ યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી એ જીવન જીવવાની કળા છે સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી
૦ આણંદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ
#Anand
ATMA ડિરેક્ટોરેટ અને SAMETI, ગાંધીનગર આયોજિત “પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કાર્યક્રમ” માં કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે ઉપસ્થિત થવા માનનીય રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રતજી આજરોજ “વિસનગર-આણંદ”એસ.ટી.બસ દ્વારા જાહેર જનતા સાથે મુસાફરી કરી આણંદ એસ.ટી.બસસ્ટેન્ડ ખાતે પહોંચી આવતા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના વડોદરા શહેરમાં કાર્યક્રમ અનુસંધાને શહેર પોલીસ દ્વારા તા. ૨૬-૦૫-૨૦૨૫ના રોજ માર્ગોના યાતાયાતને પરિવર્તિત કરવામાં આવ્યો છે.
@CollectorVad@Vadcitypolice
આજ રોજ સરકારશ્રીની વિવિધ યોજનાઓની તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી યોજનાવાર આપેલ લક્ષ્યાંક સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે જરૂરી તકેદારી રાખવા જણાવવામાં આવ્યું.
@CollectorAnd@CMOGuj@PMOIndia@InfoAnandGoG
આણંદ જિલ્લામાં તારીખ ૨૨ મી મે ૨૦૨૫ થી તા. ૦૫ મી જૂન ૨૦૨૫ સુધી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમના અમલીકરણ અર્થે કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
#Anand@CMOGuj@CollectorAnd@DDO_Anand@InfoGujarat
#WorldEnvironmentDay2025
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશ પ્રદુષણ મૂક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે તા. ૨૨ મે થી ૫ મી જૂન દરમિયાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે આણંદ સ્થિત ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યની સાથે સીંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ યોજાયો જેમાં મહાનુભાવો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
#swachhatahiseva
#SwachhaBharat
#EndPlasticPollution
#PlasticFreeAnand
#CleanGreenAnand