આજરોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક સુરક્ષા પ્રભાગ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યના દિવ્યાંગ લાભાર્થીઓને 'મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ' તથા 'જોયસ્ટિક વ્હીલચેર' રાજ્ય કક્ષાનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમ્ન વાજા અને રાજ્યમંત્રી શ્રી ડો. મનીષા વકીલ ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાથે જ ગુજરાત સરકારના મુખ્યસચિવ શ્રી મનોજ કુમાર દાસ, વિભાગના સચિવ શ્રી હર્ષદકુમાર પટેલ, સમાજ સુરક્ષા પ્રભાગ અને વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગના નિયામકશ્રી વિક્રમસિંહ જાદવ તથા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
આ અંતર્ગત રાજ્યના 5676 દિવ્યાંગોને ₹36.07 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. 4000 દિવ્યાંગોને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 1676 દિવ્યાંગોને મળી જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવી.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@sanghaviharsh@drpradyumanvaja@manisha_vakil@MSJEGOI@social_defence@ALIMCOHQ
આજ રોજ ભારત સરકારના ૧૦૦ દિવસીય બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી 'બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, સમાજ સુરક્ષા પ્રભાગ નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ સાહેબ, સંયુક્ત નિયામક વાળા મેડમ તેમજ ગાયત્રી સેવા સંસ્થાનના પદાધિકારીઓ અને કર્મચારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં બાળ વિવાહ અટકાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.
ગાંધીનગર, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં જન-જન સુધી જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે 'બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન રથ' ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી બાળ વિવાહ જેવી કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવાનો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@sanghaviharsh@drpradyumanvaja@manisha_vakil@MSJEGOI@social_defence
દિવ્યાંગ વ્યક્તિઓ માટે ટુ-વ્હીલર ખરીદવા સહાય યોજના અસ્થિ વિષયક દિવ્યાંગોને પરિવડનની સુવિધા પૂરી પાડવા માટે ટુ-વ્હીલર ખરીદવા સહાય યોજના હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે.
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ડંકો...
ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ સતત ચોથી વાર 'પોપ્યુલર ચોઈસ એવોર્ડ' શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો...
#GujaratTableau2026
બાલ વિવાહ પ્રતિબંધિત અધિનિયમ મુજબ નાની વયે લગ્ન કરાવવા કે તેમાં સહભાગી થવું એ સજાપાત્ર ગુનો છે.
બાળલગ્નના કાયદા મુજબ, જે છોકરીએ ૧૮ વર્ષની ઉંમર તથા જે છોકરાએ ૨૧ વર્ષની ઉંમર પૂરી ન કરી હોય તેને બાળક કહેવાય.
બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ - 2006
બાળલગ્ન એટલે શું? લગ્ન કરનાર બંને પાત્રોમાંથી કોઈપણ એક બાળક હોય (છોકરો ૨૧ વર્ષથી ઓછી અને છોકરી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય) તેને બાળલગ્ન ગણવામાં આવે છે.
બાળ લગ્ન: એક ગુનો, એક અત્યાચાર
બાળપણ એ સપના જોવાનો અને તેને સાકાર કરવાનો સમય છે.
બાળ લગ્ન આ સપનાને કચડી નાખે છે. ચાલો, આપણે બધા સાથે મળીને આ સામાજિક દૂષણને જડમૂળથી નાબૂદ કરીએ.
હેલ્પલાઈન નંબર: ૧૦૯૮ (ચાઈલ્ડલાઈન)
પોલીસ કન્ટ્રોલરૂમ : ૧૧૨
બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉમરેઠમાં સંમેલન યોજાયું. આણંદ સમાજ સુરક્ષા કચેરી અને દૃષ્ટિ-ડોન બોસ્કોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં TDO અને અન્ય અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું. ASHA અને આંગણવાડી કાર્યકર સહિત 89 લોકો સહભાગી થયા. 🚫👶💍#Anand#ChildMarriageFreeIndia