આજરોજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવનગરને ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે SIR- 2025-26 માં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી ફરજમાં પ્રતિબદ્ધતા દાખવવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને માન.કલેક્ટર સાહેબ ભાવનગર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
જેસરનાં મોરચુપણાં ગામના ખેડૂતશ્રી સોમભાઇ મોભ પ્રાકૃતિક કૃષિ મોડેલ બનાવી અન્યો ખેડૂતો માટે બન્યાં પ્રેરણારૂપ
----
પાંચ સ્તરીય મિશ્રપાક પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ દ્વારા વૈવિધ્યસભર શાકભાજી ઉત્પાદન કરાયું
----
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ખર્ચમાં ઘટાડો અને માટીની ગુણવત્તામાં વધારો થયો
નમો ડ્રોન દીદી યોજનાએ નાના પાણીયાળી ગામનાં મીરાંબેનને બનાવ્યાં આત્મનિર્ભર
----
ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને મેળવે છે દોઢથી બે લાખ
----
ડ્રોન દીદી યોજનાથી મારાં જેવી અનેક મહિલાઓ કમાણી કરતી થઈ: ડ્રોનદીદી મીરાંબેન રાઠોડ
---
માહિતી બ્યુરો,ભાવનગર
@CMOGuj@InfoGujarat
જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્ય શ્રી સેજલબેન પંડયા અને શ્રી ગૌતમભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ' કાર્યક્રમ યોજાયો.
#VGRC@VibrantGujarat
મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે બી-૧૬ તથા સી-૦૧ આવાસોનું લોકર્પણ કરતા પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયા
----
છેવાડાના માનવીની સાથે સાથે છેવાડાના કર્મચારીઓની સેવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે:- મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા
-----
માહિતી બ્યૂરો, ભાવનગર
@CMOGuj@InfoGujarat
રાજ્ય સરકારે વર્ષ 2025-26 માં જુદા જુદા વિભાગો માટે કરેલ બજેટની ફાળવણીનો જનહિતના પ્રોજેક્ટ્સમાં શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તેવો સરકારનો અભિગમ છે.
જે અંતર્ગત, સરકારના બધા વિભાગોએ નવેમ્બર 2025 સુધીમાં કરેલ ખર્ચની સમીક્ષા આજે ગાંધીનગર ખાતે આયોજિત બેઠકમાં કરી.
વિભાગો દ્વારા તેમની કામગીરીનું સુંદર આયોજન કરવામાં આવે તથા નિયત કાર્યો સમયસર પૂર્ણ થાય અને 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બજેટની રકમનો મહત્તમ ઉપયોગ થાય તે માટે જરૂરી દિશાનિર્દેશ કર્યા.
ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સિસ્ટેમેટિક ટેસ્ટીંગ અને ક્વોલિટી મોનિટરિંગ કરવામાં આવે તેવું સૂચન કર્યું.
શહેરી વિકાસ વિભાગ દ્વારા જે રીતે ક્વોલિટી સેલ ઉભું કરવામાં આવ્યું છે તે મુજબ અન્ય વિભાગો પણ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પગલા ભરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
કેન્દ્ર અને રાજ્યની જનકલ્યાણની યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા તેમજ જે પ્રોજેક્ટ્સ પ્લાનિંગ સ્ટેજ પર હોય તેને ઝડપથી પુર્ણ કરવા અંગેની સૂચનાઓ પણ આપી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કાર્યો માટે ₹2800 કરોડની રકમના ચેક અર્પણ સમારોહ કાર્યક્રમ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણાં તેમજ શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને ₹40 કરોડ મુજબ કુલ ₹360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ ₹308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા ₹2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા.
#UrbanDevelopmentInGujarat