@LuckyPr42370199@GSRTCDCAbd@OfficialGsrtc@sanghaviharsh@CMOGuj આપશ્રીએ મોકલેલ X (ટ્વિટર) રજૂઆત અંગેની તપાસ કરતાં જાણવા મળેલ છે કે, હાલમાં ભાદરવી પૂનમના મેળાના કારણે ઝાલોર થી અમદાવાદ વાયા હિંમતનગર રૂટનું સંચાલન તા.૩૦-૦૯-૨૦૨૬ સુધી બંધ કરેલ છે. જે આગામી ટૂંક સમયમાં રાબેતા મુજબ સદર રૂટનું સંચાલન શરૂ થતાં જ ઓનલાઈન બુકિંગ થઈ શકશે. જે આપની જાણ સારુ
રાજ્ય કક્ષાના માન.મંત્રીશ્રી માળી સાહેબ તથા માન. પી.સી. બરંડા સાહેબ , અન્ય મહાનુભાવો દ્વારા શામળાજી બસ સ્ટેશન ખાતે આયોજીત સફાઈ અભિયાનમાં ભાગ લઈ લોકોને સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા બસમાં મુસાફરો સાથે બસ સેવા બાબતે સંવાદ કરવામાં આવેલ .
આજરોજ માણસા ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાથી આવેલ બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ડ્રાઇવર કંડકટર કર્મચારી મિત્રોને રાખડી બાંધેલ છે તેમજ નશા મુક્તિ મહા અભિયાન અન્વયે માર્ગદર્શન આપેલ છે
આજરોજ ખેડબ્રહ્મા ડેપો ખાતે ઓમ શાંતિ ના પ્રતિનિધિ��� દ્વારા વ્યસન મુક્તિ સંદર્ભે કાર્યક્રમ કરાયો જેમાં ખેડબ્રહ્મા ડેપોના તમામ ડ્રાઈવર કન્ડક્ટર અને મેકેનિક મિત્રો ને રક્ષાબંધન નિમિત્તે રક્ષા બાંધવામાં આવી
આ��િજાતિ વિકાસ વિભાગ દ્વારા ભિલોડા અને મોડાસા ડેપો ખાતે ફાળવવામાં આવેલ ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી શ્રી પી.સી. બરંડા સાહેબ, અરવલ્લી જિલ્લનાં અન્ય રાજકીય તથા સરકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં 9 મીની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
તા.૭/૮/���૬નાં રોજ માન. રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી પી.સી. બરંડા સાહેબ તથા અન્ય રાજકીય અને જિલ્લાના સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં ભગવાન બિરસામુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા ઉપક્રમે કુલ ૧૪ બસોનું લોકાર્પણ તેમજ ખેડભ્રમ્હા ડેપોના ઉત્કૃષ્ઠ ડાયવરોને સન્માન આપવાનો કાર્યક્રમ કરાયો
આજરોજ ભિલોડા ડેપો ખાતે ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી અને તેમની ટીમ તેમજ ભિલોડા એસટી ડેપોની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ આયોજન કરેલ હતું જે કાર્યક્રમ અન્વયે સ્ટેન્ડ ની સફાઈ, સ્ટેન્ડ પર પ્લાન્ટેશન , બસોની સફાઈ અને વર્કશોપની સફાઈ કરી હતી..
આજ તા.9/8/26 ��ા રોજ સ્વચ્છતા અભ્યાન દરમીયાંન પ્રાંતિજ બસ સ્ટે�� ખાતે પ્રાંતીજ શહેર ના પ્રમુખ અને નગરપાલિકા ના કોર્પોરેટરો ધ્વારા પ્રાંતિજ બસ સ્ટેન ની સફાય કરવાની કામગીરી કરવામા આવવેલ તેમજ ડેપો
ખાતે પણ મહાનુભાવો દ્વારા વ્રુક્ષરોપણ કરવા માં આવવેલ છે
આજે તલોદ એસ ટી ડેપો ખાતે સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ ની શરૂઆત કરવા માં આવી આ કાર્યક્રમમાં ડેપો મેનેજર એ કે પરમાર તલોદ એ ટી આઈ શ્રી કે એસ ઝાલા તેમજ જીતુભાઇ દેસાઈ તેમજ
નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા તેમજ તલોદ એસ ટી ડેપો સ્ટાફ એ ભેગા મળી સ્વછતા માટે ની શરૂઆત કરવા માં આવી.
આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોડાસા બસપોર્ટ ખાતે માન. પ્રમુખશ્રી જયશ્રીબેન પટેલ નગરપાલિકા, મોડાસા તથા તમામ કોર્પોરેટરશ્રી, સ્થાનિક આગેવાનો અને એસ.ટી ડેપો મેનેજરશ્રી અને સ્ટાફ દ્વવારા સ્વચ્છતા અંગ��નો કાર્યક્રમ કરવામાં આવેલ.
આજરોજ સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત બાયડ ડેપો ખાતે ગાયત્રી પરિવારનાં સહયોગથી ડેપો મેનેજર શ્રી તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહી સ્વચ્છતા અંગેનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે
આજરોજ (Dt 9/8/26 )સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર ડેપો ખાતે નગરપાલિકા હિંમતનગર તરફથી નગરપાલિકા પ્રમુખ તેમજ તેમની ટીમ અને હિંમતનગર ડેપો મેનેજર શ્રી તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહી સ્વચ્છતા અંગેનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે