@Bhupendrapbjp જય શ્રી ઉમિયા માતાજી 🙏🏻
આપશ્રી એ ડિંડોલી માં ઉમિયા માતા મંદિરના દશાબ્દી મહોત્સવ માં પધારી અમારા પ્રસંગ ને દીપાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.. 🙏🏻💐🙏🏻
સુરત જિલ્લાના ડિંડોલીમાં શ્રી ઉમિયામાતાજી મંદિર સંસ્થાન ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીના મંદિરે દર્શન કર્યા.
શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા આ મંદિરને 10 વર્ષ પૂર્ણ થવા પર દસમા વાર્ષિક પાટોત્સવને દશાબ્દી મહોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આસ્થામય પ્રસંગની સફળતાની મંગલ કામના વ્યક્ત કરું છું. ઉમિયા માતાજીની કૃપા સૌ પર બની રહે અને આપણું રાજ્ય અને દેશ પ્રગતિના શિખરો સર કરે તેવી પ્રાર્થના.
લેફ્ટનન્ટ જનરલ એલ.પી.સેન ભારતીય સેનાના પ્રથમ ફૌજી જેમના આઝાદી બાદ સંસ્મરણો પ્રસિદ્ધ થયા છે. એ પુસ્તક વાંચવા જેવું છે. પાકિસ્તાન સમર્થિત રઝાકારો કાશ્મીરમાં ચડી આવેલા એ મોરચો કેવી રીતે ટાંચા સંસાધનો છતાં બાહોશી અને બહાદૂરીથી આપણા જવાનોએ સાચવેલો એની દિલધડક દાસ્તાન એમાં સવિસ્તર છે. એ સમયે કર્નલ સેન 1947ની કટોકટીભરી સ્થિતિમાં શ્રીનગર જતા પહેલા બ્રિગેડીઅર થાપર જોડે સેક્રેટરિએટમાં દિલ્હી ગયા ત્યારે ત્યાં ગાંધીજી હતા. સેન લખે છે કે ગાંધીજીએ કાશ્મીરમાં શું થઈ રહ્યું છે એની ઝીણી ઝીણી વિગતો પૂછી. પછી આંખો મીંચી ગયા દુઃખથી. થોડી વારે બોલ્યા : "યુદ્ધ માનવજાત પરનો શ્રાપ છે. યુદ્ધની હિંસાથી વેદના અને વિનાશ સિવાય બીજું કશું મળતું નથી." ભારેખમ મૌન છવાઈ ગયું. સેન મૂંઝાયા. એમણે તો કાશ્મીર લશ્કરી મોરચે ફરજ પર જવાનું હતું. એમણે પૂછ્યું." બાપુ તો મારા માટે શું આજ્ઞા છે?" ગાંધીજી મર્માળુ હસ્યા."તમે તો ભારતના નિર્દોષોના જીવ બચાવવા જાવ છો. એમને પીડા ના થાય અને એમની મિલકતો સુરક્ષિત રહે એ તમારું કર્તવ્ય છે. એમાં ફત્તેહ કરવા માટે તમારી પાસે જે સાધનો ( હથિયારો, સૈનિકો ) હોય એનો બરાબર ઉપયોગ કરજો!"
ગાંધીને થોડાક ફાંકોડી ફોરવર્ડિયાવના મેસેજથી સમજી ના શકાય. એમની અહિંસા બાબતે પણ એમની સ્પષ્ટતા હતી. ક્યારે રાખવી ક્યારે ના રાખવી એની વિગતે ચર્ચા એમણે કરી છે. અત્યારે જ જોઈએ છીએ આપણી આસપાસ એમ કાયદો હાથમાં લઈ મારામારી કરવાની વૃત્તિ આપણામાં બંધારણના આટલા અનુભવ છતાં ઓછી નથી થઈ. એટલે નવા સ્વરાજમાં અહિંસા ગળથૂથીમાં પાવી એમને કાયદાના રાજ માટે અનિવાર્ય લાગેલી, ઘાતકી પાશવી ગુંડાઓ, ઇગોઇસ્ટિક આગેવાનો અને ગભરુ ડરપોક જનતાને માનસિક નિયંત્રણમાં રાખવા. પણ કાશ્મીર જેવા મોરચે નિર્દોષોના જાનમાલની ખુવારી રોકવા લશ્કરી કાર્યવાહીનું મહત્વ એ સમજતા હતા. ગાંધી વિશે અધૂરી માહિતી રાખવાથી આ બેજોડ ડોસો આખો નહી સમજાય. બહુ બધું ઝીણું કાંતીને અભ્યાસ કરવો પડે ! ભલે અમુક નથુડા ગાંડાના ગડબાગોબાને દૂઝતા હરસ થાય પણ એમ જ રાષ્ટ્રપિતા મહાત્મા નથી કહેવાયા !
~ *જય વસાવડા* #JV
What’s happening right now in the world is enough of a reminder that we must amplify our support for the guardians of our skies. They keep us & our families safe. No amount of gratitude would be enough. Jai Hind #AirForceDay
આજે રુષિનું માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી અને ડે. મેયર(સુરત) શ્રી દિનેશભાઈ જોધાણી દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માનીત કરવામાં આવ્યો...
રુષી ને ખૂબ ખૂબ અભિનંદન 💐