રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર વોર્ડ નંબર 5 ખાતે બુથ નંબર 200 માં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા ગાંધીનગર ટાઉન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘સૂર શબ્દ સંગાથે, પર્યાવરણની વાતો’ કાર્યક્રમમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી ના આર્થિક સહયોગથી ગૌરવ પુરસ્ક શ્રી હિતેશભાઈ રાવલ દ્વારા લોક સાહિત્ય અને લોક કલા ના પ્રચાર પ્રસાર અર્થે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અને લોક ડાયરો માણવાનો અવસર પ્રાપ્ત થયો.
વોર્ડ નં 5, સેક્ટર 21 ખાતે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓની આગેવાની હેઠળ સેક્ટર 21 વસાહતીઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2026 અંતર્ગત કચરાનું ચાર પ્રકારનું વર્ગીકરણ કરવા અને એ માટે જરૂરી ચાર પ્રકારની ડસ્ટબિન રાખવા માટે ડોર ટુ ડોર જન જાગૃતિ જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સાયકલ ચલાવવી એ માત્ર એક વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અને સ્વચ્છ પર્યાવરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આવો, વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવાનો સંકલ્પ લઈએ અને હરિયાળા, સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપીએ.
#bicycle
આજરોજ ગુજરાત રાજ્યના યુવા, ઊર્જાવાન અને લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી મંત્રી શ્રી @sanghaviharsh સાહેબે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગરના કાર્યાલય સેક્ટર- 8 ખાતે હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરીને સંવાદ કર્યો .
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના સફળ નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ પંચાલજીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ જેમાં ગાંધીનગર મહાનગર કાર્યાલય પર અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સહભાગી બની જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
ભારત સરકારના જનગણના ૨૦૨૭ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ‘સ્વગણના’ શરૂ થઈ ગઈ છે.
આજે ડિજિટલ માધ્યમથી મારા પરિવારની વિગતો સબમિટ કરીને એક જાગૃત નાગરિક તરીકેની મારી ફરજ નિભાવી.
પોર્ટલ પર પ્રવેશ કરો
વેબસાઈટ: https://t.co/xb9eXqxwuj
ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો
આજે જ સ્વ-ગણતરી કરો!