અમદાવાદ ગ્રામ્ય પોલીસ વરસાદી પરિસ્થિતિ અંગે અપડેટ:
હાલની સ્થિતિએ વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં વરસાદી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ હાલ કોઈ જોખમી સ્થિતિ -સમગ્ર પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે.
નાગરિકોને અપીલ છે કે તેઓ અફવાઓથી દૂર રહે
108ની સરાહનીય કામગીરી.
ધોળકા ખાતે રહેતા હેમાલીબેન રાણા (ઉં.વ. 25)ને પ્રસવ પીડા ઉપડતા 108 ને કોલ કરવામાં આવ્યો, સોસાયટી સુધી એમ્બ્યુલન્સ પહોંચે તેમ ન હોવાથી 108ના સ્ટાફે ટ્રેક્ટર અને સ્પાઇન બોર્ડનો ઉપયોગ કરીને બહેનને રેસ્ક્યૂ કરી સહી સલામત હોસ્પિટલ પહોંચાડ્યા.
#AhmedabadRain
સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ આઈશા ડુપ્લેક્સ તથા આસપાસ ના વરસાદ પ્રભાવિત વિસ્તારમાં ડીસીપી ઝોન-૭ સાહેબ તથા સરખેજ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા રાત્રી ભોજન અને જીવન જરૂરિયાત સુવિધાઓ લોકો સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ...
#AhmedabadRain@AhmedabadPolice
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને લીધે જનજીવન અસરગ્રસ્ત થયું છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા જિલ્લાતંત્ર સાથે મળીને નાગરિકોની સુરક્ષા માટે ખડેપગે રહ્યા છે.
પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ધોળકાની વિવિધ સોસાયટીઓમાં પાણીમાં ફસાયેલા 300 લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. દિવસ-રાત સતત સેવારત રહીને વિરમગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ નાગરિકોના સ્થળાંતર તેમજ બચાવ અને રાહતની કામગીરી કરવામાં આવી રહી છે.
ગ્રામ્ય પોલીસ તેમજ જિલ્લાતંત્રની કામગીરી સરાહનીય છે.
@GujaratPolice@CollectorAhd
ગ્રામ્ય વિકાસમાં ગતિ, પ્રશાસનમાં પ્રગતિ.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો સંદેશ: #VikasSaptah દરમિયાન ગ્રામ્ય અને તાલુકા સ્તરે થયેલા કાર્યો, નવા પ્રોજેક્ટ્સ અને જનસેવા અંગેની માહિતી.
ગ્રામ્ય વિસ્તારોના પરિવર્તન અને સ્થાનિક સ્તરના વિકાસની વાત જાણવા માટે આ વિડીયો ક્લિપ જુઓ.
'સેવા, સમર્પણ અને સુશાસન'ના સૂત્ર સાથે અમદાવાદમાં #VikasSaptah ની ઉજવણી! ✨
અમદાવાદમાં 'વિકાસ સપ્તાહ' અંતર્ગત ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે જાણો અમદાવાદના કલેક્ટરશ્રી પાસેથી!
કલેક્ટરશ્રીએ આ સપ્તાહ દરમિયાન થયેલા વિવિધ જનકલ્યાણના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી.
#Ahmedabad
'સેવા, સમર્પણ અને સુશાસન'ના સૂત્ર સાથે અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી! ✨
અમદાવાદમાં 'વિકાસ સપ્તાહ' અંતર્ગત ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે જાણો અમદાવાદના કલેક્ટરશ્રી પાસેથી! 🏛️
કલેક્ટરશ્રીએ આ સપ્તાહ દરમિયાન થયેલા વિવિધ જનકલ્યાણના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી.
#Ahmedabad
▶️ વાસણા બેરેજના કુલ 25 ગેટ ખોલી સાબરમતી નદીમાં હાલ 51126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
▶️ ઉપરવાસમાં વરસાદના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે.
▶️ વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા અપીલ છે.
#AhmedabadRain#RainUpdate
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોબા ખાતે આચાર્ય મહાશ્રમણજીની મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તેમની આ મુલાકાત દરમિયાન આચાર્યશ્રીને વંદન કરી આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.
અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી.
જિલ્લા કલેકટર શ્રી સુજીત કુમારે ધ્વજારોહણ કરી સૌને સ્વાતંત્ર પર્વની શુભકામના પાઠવી.
#IndependenceDayIndia
ક્રીમિયન-કોંગો હેમરેજિક ફીવર (CCHF) અંગે જાગૃતિ માટે એક અગત્યની માહિતી.
ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં ક્રીમિયન કોંગો હેમરેજિક ફીવર (CCHF) નો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ રોગ પશુઓ પર જોવા મળતી ઈતરડી (tick) કરડવાથી ફેલાય છે.
"સૌ જોડાયા #HarGharTiranga અભિયાનને સંગ, અમદાવાદમાં છવાયો દેશભક્તિનો રંગ"
અમદાવાદ ખાતે આયોજિત #TirangaYatra માં રાષ્ટ્રભાવનું એક અભૂતપૂર્વ દ્રશ્ય રચાયું.