વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત હિંમતનગર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. પ્રાકૃતિક ખેતી, જીવામૃત નિર્માણ અને દેશી ગાય આધારિત ખેતી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયાની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ બેઠક દરમિયાન રાજ્યની મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના તમામ પ્રદેશોના જળાશયોમાં સંગ્રહીત પાણીના જથ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી તેમજ રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને નર્મદા નેટવર્ક સાથે જોડીને આગોતરું આયોજન કરવા આદેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં ઉપરાંત સુજલામ સુફલામ યોજનાથી નર્મદા પાઇપલાઇનથી 3 કિ.મી. ને બદલે 7 કિ.મી. સુધીના વિસ્તારમાં આવતા 300થી વધુ તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર, વિવિધ વિભાગો અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પરસ્પર સંકલન સાથે સતત કાર્યરત છે અને દરેક પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર સજ્જ અને કટિબદ્ધ છે.
પશુની સાચી ઉંમર, દૂધની પૂરી કમાણી! 🥛✨
વૈજ્ઞાનિક માપદંડ મુજબ પ્રથમ વેતરની યોગ્ય ઉંમર: 🐮 ગાય: ૩૫-૪૫ માસ 🦬 ભેંસ: ૪૦-૫૦ માસ
આ યોગ્ય ઉંમરે વિયાવવાથી દૂધ ઉત્પાદન કાળ લાંબો રહે છે અને આર્થિક ફાયદો થાય છે! 📉💰 📞 પશુ હેલ્પલાઇન: 1962
.
.
.
#Pashupalan#DairyFarming#Gujarat
ઓછા ખર્ચે આજીવિકા મેળવવાની શ્રેષ્ઠ તક એટલે 'મરઘા પાલન વ્યવસાય'! 🐓
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આત્મનિર્ભરતા માટે નવી પહેલ. ઓછી મૂડીથી ઘરઆંગણે કે ખેતરમાં આસાનીથી શરૂ કરો આ નફાકારક બિઝનેસ.
📞 હેલ્પલાઇન: ૧૯૬૨ | 📱 @doah.gujarat
.
.
.
#PoultryFarming#Gujarat#SelfReliance
પશુઓની સાચી સંભાળ, વધુ દૂધ ઉત્પાદન! 🥛✨
ગાભણ પશુને છેલ્લા બે મહિનામાં સંતુલિત આહાર આપવો જરૂરી છે, જેથી ગર્ભનો વિકાસ સારો થાય અને આવનારા સમયમાં દૂધ વધુ મળે. પશુપાલનને લગતી સાચી માહિતી માટે જાગૃત બનો.
📞 હેલ્પલાઇન: ૧૯૬૨ |
.
.
.
#Gujarat#MilchAnimals#Awareness
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચાલો એક વૃક્ષ વાવીએ અને હરિયાળા ભવિષ્ય માટે સંકલ્પ કરીએ. 🌱
નાનું પગલું પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે. આજે પ્રકૃતિને સાચવીએ, આવતીકાલને સુરક્ષિત બનાવીએ.
🌿 આપણી પૃથ્વી, આપણી જવાબદારી!
#WorldEnvironmentDay#PlantATree#SaveNature#GreenFuture
શા માટે દૂધને 'સંપૂર્ણ આહાર' કહેવાય છે?
દૂધમાં શરીરના વિકાસ અને તંદુરસ્તી માટે જરૂરી પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો એકસાથે મળી રહે છે. તેથી જ દૂધને પ્રકૃતિનું અમૃત અને સંતુલિત આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
#MilkNutrition#CompleteFood#MilkBenefits
દોહનની સાચી પદ્ધતિ માત્ર દૂધ મેળવવા માટે નહીં, પરંતુ પશુના આંચળના સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે.
હંમેશા 'ફુલ-હેન્ડ મિલ્કિંગ' પદ્ધતિ અપનાવો અને દૂધના પ્રથમ ધારમાં કોઈ અસામાન્ય ફેરફાર છે કે નહીં તેની તપાસ કરવાનું ભૂલશો નહીં.
#FullHandMilking#MastitisPrevention#UdderHealth
Delighted that Gujarat has secured the No.1 position in the country under the PM Surya Ghar: Muft Bijli Yojana ‘Month of Solar – May 2026’ campaign and received the prestigious PM Surya Ghar Excellence Award.
Congratulations to Team Gujarat and every citizen who has contributed to this outstanding accomplishment.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards a clean energy future.
Renewable energy is the need of the hour for sustainable development, energy security and environmental protection.
Let us continue to embrace solar energy and contribute towards building a greener Gujarat and a Viksit Bharat.
@JoshiPralhad@mnreindia@PMSuryaGhar
"કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રનો પાયો છે અને કૃષિ વિભાગમાં જોડાવાની તક એ ખેડૂતોની સેવા કરવાનો ગૌરવપૂર્ણ અવસર છે."
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂંક પામેલા યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા.
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodi જીની આત્મનિર્ભર ભારત અને યુવા સશક્તિકરણની ભાવનાને સાકાર કરતી રાજ્ય સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રતિકરૂપે 21 યુવાઓને નિમણૂંક પત્રો અર્પણ કરવામાં આવ્યા, જ્યારે રાજ્યભરના 415 ઉમેદવારોને ખેતી મદદનીશ તરીકે પસંદગી મળતાં તેમને ઈ-મેઈલ મારફતે નિમણૂંક પત્રો પાઠવવામાં આવ્યા.
નવનિયુક્ત કર્મયોગીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાજ્ય સરકારની પારદર્શક અને મેરિટ આધારિત ભરતી નીતિના પરિણામે આજે યુવાનો કોઈપણ પ્રકારની ભલામણ કે વચેટિયા વિના પોતાની મહેનત અને પ્રતિભાના આધારે સરકારી સેવામાં સ્થાન મેળવી રહ્યા છે.
સાથે જ નવનિયુક્ત કર્મચારીઓને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા, ‘ખેતી બચાવો અભિયાન’ને વધુ અસરકારક બનાવવા તેમજ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી તેમને માર્ગદર્શન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
ખેડૂતોની સમૃદ્ધિ, આધુનિક કૃષિ અને આત્મનિર્ભર ગ્રામ અર્થતંત્રના નિર્માણમાં આ યુવા કર્મયોગીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ગામડું બનશે આત્મનિર્ભર! 🐄
ગુજરાત સરકાર ૨૫ થી ૫૦ ગીર/કાંકરેજ ગાયના ફાર્મ માટે આપે છે આર્થિક સહાય:
✨૭.૫% વ્યાજ સહાય
✨શેડ માટે ૫૦% સહાય(મહત્તમ ₹૫ લાખ)
✨સાધનો/વીમા પર ૭૫% સબસિડી
📝બેંક લોન મંજૂર થયા બાદ Ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
📞૧૯૬૨
#KhedutVikas#DairyFarming
આદિવાસી પરિવારો બનશે આત્મનિર્ભર!
ગુજરાત સરકાર દ્વારા હળપતિ સમાજ અને FRA પટ્ટા ધરાવતા આદિવાસી કુટુંબો માટે 'પશુપાલન સંબંધિત સહાયકારી યોજના'
બકરાં એકમ: ₹૫૦,૪૦૦ સહાય
મરઘા પાલન: ₹૩૮,૦૦૦ સહાય
કેટલ શેડ: ₹૩૫,૨૦૦ સહાય
અરજી કરો: ikhedut portal પર
#GujaratGovernment#TribalWelfare
વિધવા બહેનો પશુપાલન થકી આત્મનિર્ભર બને તે માટે ગુજરાત સરકારની વિશેષ યોજના!
મળવાપાત્ર સહાય:
ગાય-ભેંસ માટે: ₹૩૫,૨૦૦/-
બકરાં પાલન: ₹૫૦,૪૦૦/-
મરઘા પાલન: ₹૩૮,૦૦૦/-
લાયકાત: ૧૮ થી ૫૦ વર્ષ
અરજી: iKhedut પોર્ટલ પર
હેલ્પલાઇન: ૧૯૬૨
#Gujarat#ikhedut#WomenEmpowerment
નવજાત પશુધનની સુરક્ષા, આપણી પ્રાથમિકતા!
વાછરડા કે પાડીના જન્મના ૧ કલાકની અંદર ખીરું પીવડાવવાથી તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પશુપાલન વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.
પશુ સારવાર અને સહાય માટે સંપર્ક કરો: ૧૯૬૨
#PashuKalyan#GujaratGovernment#NewbornCalfCare