140 આયરાણીએ દેહત્યાગ કર્યો અને 500 વર્ષ સુધી આહીરોએ પાણી ન પીધું.. !!😳
ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી
સાતવિસુ સતીયું રમે આયરાણી
ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી
કે ગોપીરૂપે રાસ રમે આયરાણી
આ લોકગીતના ઉદ્ભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા અને એક ઘટનાને કારણે 140 આયરાણીઓએ અહીં દેહનો ત્યાગ કર્યો હતો.
લગભગ 550 વર્ષ સુધી આહીરોએ આ ગામનું પાણી પીધું ન હતું અને 'અપિયા' કર્યા હતા. સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે.
સ્થાનિકોની માન્યતા પ્રમાણે, એ સમયે વ્રજવાણી તથા આસપાસનાં 12 ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. એ સમયે વાગડના ઢોરની દેશદેશાવરમાં ચર્ચા થતી અને તેમનું પાલન આહીરોનો મુખ્ય વ્યવસાય હતો.
સ્થાનિકોની માન્યતા પ્રમાણે, વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું.
ત્રણ દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ. ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની પણ આશંકા થઈ. એટલે યુવાનોને રાસના સ્થળે મોકલવામાં આવ્યા. ઉશ્કેરાયેલા એક યુવકે ઢોલીનું મસ્તક ઉતારી લીધું, પરંતુ તેનો દેહ અદૃશ્ય થઈ ગયો.
ઢોલ બંધ થવાને કારણે ભાનમાં આવેલી આયરાણીઓને ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતાં ધરતીએ જગ્યા કરી આપી અને ધરતીમાં સમાઈ ગઈ.
અહીં 140 પાળિયા ઉપરાંત ઢોલીનો પણ પાળિયો છે, જેની ઉપર કાન માંડનારને ઢોલના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓના મોઢેથી સાંભળ્યું છે, જેના વાસ્તવિક અનુભવ અંગે મતમતાંતર હોઈ શકે.
140 આયરાણીઓ અને ઢોલીના પાળિયા સાથેની જોડાયેલો ઇતિહાસ એકઆયામી નથી અને બીજી કેટલીક વાયકાઓ પણ તેના સાથે જોડાયેલી છે.
'આહીરોની ઉદારતા' પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ કચ્છના વ્રજવાણી વિશે છે. જેમાં આહીર જ્ઞાતિના વહીવંચા ભીમજીભાઈ ભુરાભાઈ બારોટને (ચોબારીવાળા) ટાંકતાં અમરાસર તળાવના કાંઠે મૃત્યુ પામનારાં 140 આયરાણીનાં નામ લખ્યાં છે.
ગુજરાતમાં સદીઓ સુધી વહીવંચા બારોટોની પરંપરા રહી છે. જેમાં વર્ષમાં તેઓ એક વખત પરિવારની મુલાકાત લે, પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનાં નામોનો વંશાવલીમાં ઉમેરો કરવામાં આવે તથા મૃતકોનાં નામ-સમયની નોંધ કરવામાં આવે. પરિવારજનોની શૂરવીરતા અને તેમના ઇતિહાસ અંગે વાંચન કરવામાં આવે, જેથી કરીને પરિવાર તેમના પૂર્વજનોના પરાક્રમો વિશે વાકેફ થાય અને તેનાથી પ્રેરિત થાય.
પુસ્તકની નોંધ (પેજનંબર 64-69) પ્રમાણે, વાગડ પ્રદેશમાં આહીરો ગાય-ભેંસો ચારતા. અહીંના માલઢોરની દેશદેશાવરમાં ચર્ચા રહેતી. જેને સાંભળીને પારકરના યવનોએ ધણ વાળવા હુમલો કર્યો. આહીરો અને યવનો વચ્ચે રકતરંજીત હોળી ખેલાય છે અને યવનો પાછા વળે છે, પરંતુ અનેક આહીર યુવાન કામમાં આવી ગયા.
અન્ય એક વાયકા મુજબ, ઢોલીના તાલે આહીરની દીકરીઓ મનમૂકીને રાસ રમી રહી હતી, ત્યારે કોઈ વટેમાર્ગુએ આહીરોની કાનભંભેરણી કરી, જેથી તેને મારી નાખવામાં આવે છે. પોતાને કારણે ઢોલીનો જીવ ગયો હોવાથી તથા તેમની ઉપર શંકા થઈ હોવાનું લાગી આવતાં તેઓ દેહ છોડી દે છે. એ પછી આહીરો ગામ છોડી દે છે અને અમરાસરનું પાણી ત્યજી દે છે.
વ્રજવાણી ધામના 'સરકારી ઇતિહાસ'માં પણ આવો જ કંઇક ઉલ્લેખ જોવા મળે છે. હજુ પણ અમુક આહીર પરિવારો અમરાસર તળાવનું પાણી નથી પીતા.
તમે અભિષેક શાહનું 'હેલ્લારો' ફિલ્મ જોયું હોય તો એની ઢોલીની આજુબાજુની વાર્તા આ વાર્તા સાથે થોડા અંશે મળતી આવે છે.
માહિતી શેર કરવા બદલ જયદીપ વસંતનો આભાર!
#Gujarat #Ahir
#stockstofocus ❤️🔥
Defence
#BDL#BEL#COCHINSHIP#GRSE#BHEL
RAILWAY
#IRCON#RVNL#JWL
EV SECTOR
#TATAMOTORS#EXIDE#OLECTRA
GREEN ENERGY/RENEWAL
#IREDA#SUZLON#INOXWIND#PFC#ADANIGREEN
SOLAR/POWER
#TATAPOWER#NTPC#POWERGRID#ADANIPOWER
INFRASTRUCTURE
#NBCC
#HUDCO
#NCC
Other stock
#CDSL
#ZOMATO
#PNGJL
#BANKBARODA
#HFCL
#JSWENERGY
#SWSOLAR
#EXICOM
Disclaimer : I am not SEBI registered.The information provided here is for education purposes only.I will not be responsible for any of your profit/loss with this social media suggestions.Consult your financial advisor before taking any decisions.
જાહેરાત: હું SEBI રજિસ્ટર્ડ નથી. અહીં આપેલી માહિતી ફક્ત શિક્ષણના હેતુ માટે છે. આ સોશિયલ મીડિયા ના સૂચનો સાથે તમારા કોઈ પણ નફા/નુકશાન માટે હું જવાબદાર રહીશ નહીં. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકીય સલાહકારની અવશ્ય સલાહ લો...
#Stocks #stockmarketsindia #sharemarketindia #stockstofocus #SEBI #niftycrash #NIFTYFUTURE