વિકસિત ભારતના નિર્માણમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકા પર નિષ્ણાતોનું મંથન...
અમદાવાદના ધ ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી; કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે અંતરિક્ષ ક્ષેત્રને લગતા પ્રદર્શનનું ઉદ્ઘાટન...
અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં કારકિર્દી માટે નવી પેઢીને તૈયાર કરવી, ભારતના નવા અંતરિક્ષ પરિતંત્રનો વ્યાપ વધારવો તથા અંતરિક્ષ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગની નવી ક્ષિતિજો જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા ચર્ચા; શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ, ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ ચર્ચામાં ભાગ લીધો...
ISRO Robotics Challenge, ભારતીય અંતરિક્ષ હેકાથોન અને ડૉ. વિક્રમ સારાભાઈ સ્પેસ ક્વિઝના વિજેતા ટીમોને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અમેરિકા પ્રવાસનો સાતમો દિવસ; ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીનું ગુજરાતી ડાયસ્પોરાને સંબોધન...
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ડાયસ્પોરા સાથે યંગ CEO મીટમાં યુવા ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો; તેમજ ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાને રાજ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યું...
આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિનો ઉલ્લેખ કરીને અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ગુજરાતમાં આવી રોકાણ કરવાની તકનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ આપ્યું...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે : મુખ્યમંત્રીશ્રી
ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે.
-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
#Shravan2026#shravanmaas
હાટકેશ્વર મહાદેવ — માત્ર મંદિર નહીં,
વડનગરની આસ્થા અને ઓળખનો જીવંત વારસો છે...
ૐ નમઃ શિવાય
વડનગરની આપને ગમતી બાબત પર સર્જનાત્મક રીલ બનાવો અને વડનગરની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ, પરંપરા, વિકાસ, સ્થળો, લોકો કે વિશેષતાઓને તમારી નજરે રજૂ કરો...
આજે જ ભાગ લો: https://t.co/TN6msTiSdw
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુસરગામની હદમાં કુદરતનો અદ્ભુત નઝારો ધરાવતો ‘કાકા-કાકી’ ધોધ આવેલો છે. જે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા ધોધ પૈકીનો એક છે.
#SereneSunday#MahitiMorning#Waterfall
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા પ્રવાસના સાતમા દિવસે ન્યૂજર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી; આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના પાવન સંગમ સમા અક્ષરધામમાં BAPS સંતો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું...
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અક્ષરધામ સંકુલની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના વિવિધ આયામોને નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી; વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવામાં ગુજરાતી તથા ભારતીય સમુદાયની ભૂમિકાની પણ તેમણે પ્રશંસા કરી...
શહેરી સુવિધાઓ માટેના મક્કમ નિર્ધારથી લઈ અને ગ્રામીણ વાચકો માટે ડિજિટલ ક્રાંતિ સુધી, દેશભક્તિના ગૌરવગાન સાથે રાજ્યના નૂતન પ્રકલ્પો અને સિદ્ધિઓની ઝલક...
આ એપિસોડમાં જુઓ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રજાકલ્યાણના દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહેલા ગુજરાતની વિકાસગાથા...
યશગાથા ગુજરાતની....
આ રવિવારે સાંજે 6:30 વાગ્યે,
તમામ પ્રાદેશિક ગુજરાતી ન્યુઝ ચેનલ્સ પર...!
#GujaratGovernment #YashgathaGujaratNi
પત્રકારત્વની કેડીએ યુવાનોની સર્જનશીલતાને વધુ મજબૂત અને સજ્જ બનાવવાનો ઉદ્દેશ્ય...
ગુજરાત પ્રેસ અકાદમી, જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમનું ભુજ ખાતે આયોજન; કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ, ગુજરાત પ્રેસ અકાદમી સચિવ શ્રી જયેશ દવે, સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો…
પત્રકારત્વની કેડીએ યુવાનોની સર્જનશીલતા વધુ મજબૂત અને સજ્જ બને તે હેતુથી કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કવિ અને કટાર લેખક શ્રી જયન્તી જોષી “શબાબ” તથા યુવા વાર્તાકાર, કટાર લેખક શ્રી અજય સોનીએ મૂલ્યવાન વિચારો રજૂ કર્યા...
ગાંધીનગર સ્થિત SAI, NCoE ખાતે 'વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ' માટે તૈયારી કરતાં ભારતીય પેરા આર્ચર્સ; 29 સભ્યોની ભારતીય પેરા આર્ચરી ટીમ 'અમદાવાદ 2026 હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ' માટે તાલીમ લઈ રહી છે...
આ પ્રથમ વખત હશે જ્યારે ભારત 'વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ'નું આયોજન કરશે; જે તા. 5 થી 9 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે...
SAI, ગાંધીનગરે ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે; મેદાન ખૂબ સારું છે અને SAIના અધિકારીઓ તરફથી અમને જે સહયોગ મળી રહ્યો છે તે ઉત્કૃષ્ટ છે : પેરા આર્ચરી ટીમના કોચ-કમ-મેનેજર સુરેન્દ્ર સિંહ રંધાવા
આજે ભારત પવન ઊર્જા ક્ષમતામાં દુનિયામાં ચોથા સ્થાન પર છે. તે આપણા એન્જિનિયરોની મહેનત છે, તે આપણા યુવાનોનો પરિશ્રમ છે. તે દેશની સામૂહિક ઇચ્છાશક્તિનું પ્રતીક છે.
-માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
#MotivationalMonday#MahitiMorning#MannKiBaat