આ અવસરે ભરુચ સ્થિત ચદર સાહેબ ગુરુદ્વારા દ્વારા ઝાડેશ્વર રોડ પર આઈનોક્સ સામે રાહદારીઓ અને નાગરિકો માટે ઠંડા સરબત વિતરણની સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જોડાઈ સેવા કરી ધન્યતા અનુભવી
હિન્દુ ધર્મના અભિન્ન અંગ એવા શીખ સંપ્રદાયના પાંચમા ગુરુ અર્જુન દેવ એ મોગલ શાસકોના અત્યાચાર સામે અડગ રહી ધર્મ પરિવર્તન સ્વીકાર્યું નહોતું અને ધર્મ તથા માનવ મૂલ્યોની રક્ષા માટે શહાદત વ્હોરી હતી. તેમની પવિત્ર શહાદતને સ્મરણ કરતાં આજે દરેક સનાતની તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે
નવગ્રહ મંદિર, લાલ બજાર, ભરૂચ ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો. આ પ્રસંગે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ આદિવાસી બાળકોને તેમના શિક્ષણમાં ઉપયોગી ચોપડાઓનું વિતરણ કર્યું.
“સુખી અને સ્વસ્થ જીવન તરફની યાત્રા એટલે યોગ”
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગાભ્યાસ કર્યો તથા સૌને યોગ કરી નિરોગ રહો નો સંદેશો આપ્યો.
આવો, યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી તંદુરસ્ત અને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.
राष्ट्र निर्माण के संकल्प को पूर्ण करने के लिए अपना सर्वस्व अर्पित कर देने वाले राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक और प्रथम सरसंघचालक डॉ केशव बलिराम हेडगेवार जी की पुण्यतिथि पर उन्हें सादर नमन।
#KeshavBaliramHedgewar
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આવો, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે સૌ 'યોગ'ને આપણા જીવનનો એક ભાગ બનાવવાનો સંકલ્પ લઈએ.
#InternationalYogaDay
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ખેડૂત હિતલક્ષી અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તા રૂપે દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹18,880 કરોડથી વધુની સહાય સીધી DBT દ્વારા જમા કરવામાં આવી જેના લાઈવ પ્રસારણ દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વ યોગને જીવનશૈલી તરીકે અપનાવી રહ્યું છે.
સ્વસ્થ ભારત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ નિયમિત યોગ અપનાવે તેવી અપીલ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ડીએસપી ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં યોગ સાધકો સાથે સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
યોગ એ માત્ર વ્યાયામ નહીં, પરંતુ શરીર, મન અને આત્માને એકરૂપ કરતું ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન છે.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, રસાયણમુક્ત કૃષિનું મહત્વ, જમીનની ફળદ્રુપતા જાળવવાની આવશ્યકતા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો તેમજ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત રહી ખેડૂત ભાઈ-બહેનો સાથે આત્મીય સંવાદ કરવાનો અવસર મળ્યો.
શ્રી મોહનભાઈ પ્રજાપતિને અર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
દેશને વિકાસ, ગરીબ કલ્યાણ, સુશાસન અને વૈશ્વિક ગૌરવના નવા શિખરો સુધી પહોંચાડનાર મોદીજીના ૧૨ વર્ષના કાર્યકાળે ભારતને નવી દિશા અને નવી ઓળખ પ્રદાન કરી છે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના લોકકલ્યાણકારી નિર્ણયો, વિકાસલક્ષી કાર્યો અને દેશને આત્મનિર્ભર તથા વિકસિત ભારત તરફ દોરી જવાના સંકલ્પ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો.
દેશના પરમ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીji ના વડાપ્રધાન તરીકેના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસના વિવિધ આયામોને ઉજાગર કરતી વિશેષ પુસ્તિકાનું ભરૂચના અગ્રણી અને વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. ગૌતમભાઈ પટેલ,
ડૉ. જયંતિભાઈ વસાવા, પ્રોફેસર અશ્વિનભાઈ કાપડિયા તેમજ Sarthak Foundation Seva Trust દ્વારા જીવમાત્રની સેવા કરતા હેતલભાઈ શાહને અર્પણ કરી શુભેચ્છા મુલાકાત કરી.
देश की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाली महान वीरांगना झांसी की रानी लक्ष्मी बाई के बलिदान दिवस पर उन्हें कोटिश: नमन्।
मातृभूमि के लिए उनका समर्पण युगों - युगों तक भुलाया नहीं जा सकता।
#RaniLaxmibai
વર્ગ દરમિયાન સોશિયલ મીડિયા, નમો એપ અને સરલ એપના અસરકારક ઉપયોગ અંગે માહિતગાર થયા. સાથે જ જનસંપર્કને વધુ સશક્ત બનાવવા અને કાર્યક્ષમતામાં વધારો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વ્યાપક ઉપયોગ અંગે પણ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
સુરત મહાનગર ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષક પ્રશિક્ષણ વર્ગ–૨૦૨૬ માં ઉપસ્થિત રહી સંગઠનના વિચારો, કાર્યપદ્ધતિ અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે મૂલ્યવાન માર્ગદર્શન મેળવવાનો અવસર મળ્યો.