નવી જવાબદારી... નવી શરૂઆત...
ગુજરાતના શહેરી વિકાસને વધુ મજબૂત બનાવવા માટે નવ નિયુક્ત મ્યુનિસિપલ ઈજનેર તથા મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટરોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા.
રાજકોટ EOW વિવાદ : કરોડોના જમીન સેટલમેન્ટ મામલે PSI અને ASI સામે પોલીસ કમિશનરને ગંભીર ફરિયાદ
ફરિયાદી : કિશોર બાબિયા અને તેમનો પુત્ર શ્યામ બાબિયા
રાજકોટમાં જમીન સોદાના નાણાકીય વિવાદમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ના પોલીસ અધિકારીઓ અને એક વચેટિયાની સેટલમેન્ટ ગેરરીતિ સામે આવતાં ચકચાર મચી છે. સમગ્ર મામલે પીડિત દ્વારા પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે.
શુકલ પીપળીયા ગામની રૂપિયા 1.62 કરોડની જમીનના સોદામાં વર્ષ 2019થી બાકી નીકળતી રૂપિયા 1.17 કરોડની રકમ પરત મેળવવા ફરિયાદીએ EOW સમક્ષ અરજી કરી હતી.
અરજી અનુસાર, EOWના પીએસઆઈ અશ્વિન ગળચર અને એએસઆઈ મલેક દ્વારા તપાસના બહાને ફરિયાદીને કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા હતા. કાયદેસરની રૂપિયા 1.17 કરોડની રકમના બદલે માત્ર રૂપિયા 20થી રૂપિયા 40 લાખમાં મામલો પતાવી દેવા સતત દબાણ કરાતું હોવાનો ગંભીર આક્ષેપ છે.
આ સમગ્ર સેટલમેન્ટ પ્રકરણમાં હર્ષિત જાની નામનો શખ્સ પોલીસના દલાલ અને મધ્યસ્થી તરીકે કામ કરતો હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
EOW પોલીસ સ્ટેશનમાં ચાલતી કામગીરી સપાટી પર લાવવા માટે છેલ્લા 8 મહિનાના સીસીટીવી ફૂટેજ કબજે કરી તેની નિષ્પક્ષ ચકાસણી કરવાની માગણી કરાઈ છે.
આ વિવાદિત અધિકારીઓ સામે અગાઉ પણ ગૃહમંત્રી સ્તરે રજૂઆતો થઈ હોવા છતાં કોઈ કડક પગલાં લેવાયા નથી અને અધિકારી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાના કથિત બેહિસાબી વ્યવહારો કરાયા હોવાના આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે.
- ૨૦૨૩ મા એક જર્નાલિસ્ટ ફોટોગ્રાફર પાસે મેચના આઇડીમા ખોટી રીતે ફસાવાના મામલે ૨.૫ લાખનો તોડ થયો હતો.
- આ PSI ગરચરનો ખાસ વહીવટદાર હર્ષિત જાની છે જે બધા કમાવાના કામો શોધીને આપે છે અને સેટલમેન્ટ કરાવે છે. રાજકોટના યુનિવર્સિટી રોડપરની દ્વારકાધીશ હોટેલ અને રેસકોર્સ ખાતે મેયર બંગલા પાસે આવેલી ચા ની હોટેલ આ લોકોના અડ્ડા છે જેના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આખો ભાંડો ફૂટે છે.
૧) ૨૦૨૪ માં રાજકોટના પંચાયત ચોક પાસે જુગારની રેડમા ૫૫ લાખ રૂપિયાનો તોડની ફરિયાદ તત્કાલીન ડીજીપીને ફરિયાદ થઈ હતી પણ તેમ છતાં આ PSI પર કાર્યવાહી કઈ ના થઈ ?
૨) બે મહિના અગાવ રાજ્યમાં ગૃહમંત્રી સમક્ષ એક મીડિયા હાઉસમાં પત્રકારના સગા મોટાભાઈ પાસે જમીન વિવાદ બાબતે આ PSI વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તેમ છતાં ફરિયાદી પાસેથી એક કરોડથી વધુનો તોડ થયો !
૩) આવી તો અનેક ફરિયાદો આ PSI વિરુદ્ધ થઈ છે પણ આવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાના બદલે સારી બ્રાન્ચોમા પણ પ્રમોશન મળે છે ?
૫) ગૃહમંત્રી કે પોલીસ વિભાગ આ અધિકારી વિરદ્ધ રાજકોટમાં એક હેલ્પલાઈન નંબર જાહેર કરે તો ઓછામા ઓછી ૫૦૦ ઉપર તો ખાલી તોડપાણીની જ ફરિયાદો મળે તે પાક્કું છે.
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@INCGujarat@AmitChavdaINC@jigneshmevani80@abpasmitatv@RonakABPAsmita@Jamawat3@devanshijoshi71@Krishna760046@NewzRoomGujarat@GenibenThakor@paresh_dhanani@shaktisinhgohil@AasifQadri21
ये लोग पार्सल को अपने तरीके से अर्जेस्ट करते हैं आपका सामान टूटे या फूटे उन्हें बिलकुल फ़र्क नहीं पड़ता।
अब देख लो लैपटॉप की क्या हाल बना दिया है।
पैसा भी दो समान भी बेकार करो!
તમારો કિંમતી પ્રતિસાદ જ આપણી GSRTC ને વધુ મજબૂત અને સારી બનાવે છે.
મુસાફરી દરમિયાનનો તમારો અનુભવ કે સૂચન શેર કરવા માટે QR કોડ સ્કેન કરો અને માત્ર બે મિનિટમાં પ્રતિસાદ નોંધાવો!
#GSRTC#DadaNiSawari