after my complaint another person came and installed the TV charged the amount Rs 1180/- and left the home without doing it 100%.
The frames are kept as it is open box.
When I called him to inform that the frames are not fixed, his answer is you can do it yourself.@SamsungIndia
I have requested for re installation of Samsung Frame TV 65 inch at Ahmedabad South Bopal, a representative visited opened up the entire TV and left the home with a remark that he is unable to do as he don't know.@SamsungIndia
I have requested for re installation of Samsung Frame TV 65 inch at Ahmedabad South Bopal, a representative visited opened up the entire TV and left the home with a remark that he is unable to do as he don't know.@SamsungIndia
I have requested for re installation of Samsung Frame TV 65 inch at Ahmedabad South Bopal, a representative visited opened up the entire TV and left the home with a remark that he is unable to do as he don't know.
@Samsung
સાવચેતી એ જ સલામતી.
અતિવૃષ્ટિ અને પૂરની સંભવિત પરિસ્થિતિમાં સતર્કતા સાથે તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ તકેદારીના પગલાં લઈ જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરીએ.
#RainAlertinGujarat
વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતી ભાઈઓ-બહેનોને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની શુભેચ્છા..!
અલંકારો અને વિશેષણોથી વર્ણિત ગુજરાતી ભાષા આપણી વૈશ્વિક ઓળખ છે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ શ્રી નર્મદની જન્મજયંતીના અવસરે ઉજવવામાં આવતા આજના દિવસે આપણે સૌ આપણી સંસ્કૃતિ અને અસ્મિતા એવી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ કરીએ.
#વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો યુગ શરૂ થયો છે.
ગુજરાતના આવા જ એક પ્રસિદ્ધ તીર્થસ્થાન બેટ દ્વારકા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ધ્યેયમંત્રને પરિપૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા સાથે 'સુદર્શન સેતુ'ના નિર્માણ બાદ હવે થશે આસ્થા અને આધુનિકતાના અનેરા સંગમ સમો ‘વર્લ્ડ ક્લાસ’ વિકાસ.
સરકાર કરે સૌની દરકાર
૦૦૦૦
પોરબંદર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખાપટ વિસ્તારના સફાઈ કામદારોને ટી.બી. વિષયક માહિતી અપાઈ
૦૦૦૦
પોરબંદર, તા. ૧૭, પોરબંદર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખાપટ વિસ્તારના સફાઈ કામદારોને ટીબી વિષયક માહિતી આપવામાં આવી હતી.
દેશની સુરક્ષા સાચવતા આપણા ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે, ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનોએ 'એક રાખી દેશ કે જવાનો કે નામ' પહેલ અંતર્ગત 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષાકવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું પ્રશસ્ય આયોજન કર્યુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને આજે ગાંધીનગર ખાતે અર્પણ કર્યા હતા. દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેની આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય માટેની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ થકી 'શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ ગુજરાત સરકાર.
મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીપલગ ખાતે નિર્માણ કરવામાં આવેલ ‘કર્મયોગી વન’નું લોકાર્પણ તેમજ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
#IndependenceDayGuj
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નડિયાદ ખાતે આયોજિત રાજ્ય મહોત્સવમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવશે.
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટેના સંકલ્પને સિદ્ધિ તરફ આગળ વધારતા આ ગૌરવવંતા અવસરના સાક્ષી બનીએ.
#IndependenceDay2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તેમજ નાગરિકો સાથે શુભેચ્છાનું આદાનપ્રદાન કર્યું હતું.
#ખમીરવંતુખેડા
"દેશની અસ્મિતાનું પ્રતિક તિરંગો,
દેશના સ્વાભિમાનનું પ્રતિક તિરંગો"
આપણા ઘર,ઑફિસ પર ગરિમામય રીતે તિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનું આહ્વાન કરતાં પ્રસિદ્ધ લોકકલાકાર અને કવિ શ્રી સાંઈરામ દવે.
#HarGharTirangaGujarat#HarGharTiranga@CMOGuj