૧૧૭-મહેમદાવાદ વિ.મ.વિભાગના AEROદ્વારા ખાસ ઝુંબેશના દિવસે ભાગ નંબર-૨ રાસ્કા-૨ની મુલાકાત કરી બી.એલ.ઓને ASD મતદારોની ખરાઈ કરવા અંગે સુચના આપી તથા ASD મતદારો પૈકી કોઇ મતદારને મતદારયાદીમાં ફરીથી દાખલ કરવા અંગે ફોમ-૬ તથા જરૂરી પુરાવા મેળવી નામ દાખલ કરવા અંગેની માહીતી આપી
આજે સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે આરોગ્ય સ્વાગત કાર્યક્રમ હેઠળ એપેડેમિક (રોગચાળા) શાખાની વિગતવાર સમીક્ષા કરી. Outbreaks નિયંત્રણ અને IHIP(Integreted Health Information System)પોર્ટલ ડેટાની ચકાસણી કરવામાં આવી. આ બાબતે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા.
આજરોજ સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે NVBDCP (National Vector Borne Disease Control Programme)ની સમીક્ષા કરી. વેક્ટર જન્ય રોગોના નિયંત્રણ માટેની કામગીરી અને આગામી વ્યૂહરચનાઓની વિસ્તૃત ચર્ચા કરી.
117-AC સમાવિષ્ટ મહેમદાવાદ નગરપાલિકાવિસ્તારમા મામલતદાર કચેરીના નાયબ મામલતદારોની ટીમ દ્વારા બીએલઓની રૂબરૂ મુલાકાત કરી ડીઝીટાઇઝેશન ૧૦૦ ટકા આજના દિવસમાં પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું તથા નો મેપીંગ વાળા મતદારોની માહિતી મેળવી તેમનું મેપીંગ કરવા અંગે પણ જરૂરી સુચના આપી.
૧૧૭- મહેમદાવાદ વિધાનસભા મતવિભાગના છાપરા ગામે Ef ફોર્મ અપલોડેશન મથકની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ખેડા-નડીઆદ દ્વારા મુલાકાત કરી બીએલઓ દ્વારા મેળવવામાં EF ફોર્મની ચકાસણી કરવામાં આવી તથા ડીઝીટાઇઝેશન અંગેની કામગીરીની ચકાસણી કરી અને બીએલઓની સમસ્યાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું
૧૧૭-મહેમદાવાદ વિ. મ. મહેમદાવાદ તાલુકાના ભાગ નં: ૯૨ અને ભાગ નં. ૫૧ ના બી.એલ.ઓશ્રીઓ તરીકે ફરજ બજાવતા SIRની EF વિતરણ અને ડીઝીટાઈઝેશનની 100% કામગીરી પૂર્ણ કરેલ હોવાથી મે.જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ખેડા-નડીઆદ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.
એસઆઇઆર 2026 અંતર્ગત 117 મહેમદાવાદ વિધાનસભામાં સમાવેશ તાલુકામાં છાપરા ગામે ગણતરી ફોર્મ પરત આપવા માટે ની જાહેરાત બાબતે લાઉડ સ્પીકર દ્વારા રીક્ષા તમામ વિસ્તારમાં ફેરવી પ્રચાર પ્રસાર કરેલ છે
આજ રોજ માનનીય મદદનીશ મતદાર નોંધણી અધિકારી 117 મહેમદાવાદ વિધાનસભા મતવિભાગ અને મામલતદાર મહેમદાવાદના દ્વારા હલધરવાસ ગામે રાત્રી કેમ્પનું આયોજન કરી SIR સંદર્ભે EF ફોર્મમાં માહીતી ભરવા તથા બી.એલ.ઓશ્રીને મદદ કરવા અંગે ગ્રામ જનોને જરૂરી સુચનો આપ્યા.
૧૧૭-મહેમદાવાદ વિઘનસભા મતવિભાગમાં ચાલતી SIR કામગીરીમાં સારી કામગીરી કરી અને EF Form વઘુ પ્રમાણમાં અપલોડ કરી અને સનિષ્ઠ કામગીરી કરવામાં આવેેલ બી.એલ.ઓ.શ્રીને સન્માનિત કરવામાં આવ્યા.