ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના ગ્રાહકો માટે વીજ સંબંધિત ફરિયાદો નોંધાવવી હવે વધુ સરળ બન્યું છે!
આપની વીજ ફરિયાદ હવે ટોલ ફ્રી નંબર ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ દ્વારા પણ સરળતાથી નોંધાવી શકો છો.
📱 WhatsApp Number: 98258 19121
🌐 Website: https://t.co/VgOLQboquW અથવા https://t.co/tBSMc4bnoL
📞 Toll Free Numbers: 19121 અથવા 1800 233 155 335
વડતાલ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત યોજાયેલા ખેડા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લાના હોદ્દેદારો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું.
પ્રશિક્ષણ એ કાર્યકર્તા નિર્માણની અવિરત પ્રક્રિયા છે. વિચારધારાની સ્પષ્ટતા, સંગઠનાત્મક કુશળતા અને સેવાના સંસ્કારો થકી સશક્ત કાર્યકર્તાઓનું ઘડતર જ મજબૂત સંગઠનનો આધાર છે.
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત આયોજિત અરવલ્લી જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો અને માર્ગદર્શન આપ્યું.
પ્રશિક્ષણ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા અને જવાબદારી તેમજ લોકો વચ્ચે રહીને પક્ષના વિચારો અને જનકલ્યાણના કાર્યોને વધુ સારી રીતે પહોંચાડવા અંગે ચર્ચા કરી.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व में भारत ने स्वच्छ ऊर्जा के क्षेत्र में ऐतिहासिक उपलब्धि हासिल की है।
देश ने 300 GW गैर-जीवाश्म ईंधन आधारित ऊर्जा क्षमता का आंकड़ा पार कर लिया है। यह उपलब्धि ऊर्जा सुरक्षा, सतत विकास और स्वच्छ एवं हरित भविष्य की दिशा में भारत की मजबूत प्रतिबद्धता का प्रमाण है।
#300GWCleanEnergy
ગ્રામીણ ગુજરાતનું 'ગ્રીન' ફ્યુચર, આત્મનિર્ભરતાની નવી ઓળખ. 🌱
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામના પશુપાલક મંજુલાબેન દેડાભાઈ બારડ જેવા હજારો ગ્રામિણ પરિવારો માટે ગોબરધન યોજના પરિવર્તનનું માધ્યમ બની છે.
રાજ્યમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જ્યારે 20 હજાર નવા પ્લાન્ટની કામગીરી પ્રગતિમાં છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ લાભાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ માટે ₹25 હજારની સહાય આપવામાં આવી રહી છે.
રસોઈ માટે સ્વચ્છ ઊર્જા, ખેતીમાં બાયોસ્લરીનો ઉપયોગ અને 'વેસ્ટ ટુ વેલ્થ'ના અભિગમ સાથે આ યોજના સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
#GOBARDHAN #WasteToWealth #GreenEnergy