🙏 આભાર ગુજરાત!
ગ્રામસેવક મિત્રો અને ખેડૂત ભાઈ-બહેનોના સતત સાથ, સહકાર અને પ્રેમના કારણે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને મળેલા 3000+ Twitter અને 4000+ Instagram ફોલોઅર્સ બદલ હૃદયપૂર્વક આભાર. ❤️
ખેતીવાડીની સરકારી યોજનાઓ, નવીનતમ માહિતી અને ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન દરેક ગ્રામસેવક દ્વારા આપ સુધી પહોંચે અને તેનો મહત્તમ લાભ મળે, તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.
તમારો વિશ્વાસ જ અમારી તાકાત છે. 🙏🌾
#gramsevak #Khedut #Gujarat #JaiKisan
"ગ્રામસેવક એ ખેડૂત અને આધુનિક ખેતી વચ્ચેની મજબૂત કડી છે! તાલીમ અને મુલાકાત (T&V) પદ્ધતિ દ્વારા ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને સરકારી યોજનાઓની માહિતી આપીને ગ્રામીણ વિકાસમાં મોટું યોગદાન આપે છે. ખેતી અને ખેડૂતની પ્રગતિ માટે ગ્રામસેવકનું કાર્ય અમૂલ્ય છે. 🌱🌾 #Agriculture #Gujarat #gramsevak #Farming"
🙏 ગુજરાત સરકારશ્રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચકાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની જેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform