અનંત અનાદિ વડનગર – વિકાસની નવી ધારા!
વૈશ્વિક વિકાસની દિશામાં વડનગરને નવા આયામ તરફ ઉછેરવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના વરદહસ્તે વડનગર ખાતે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ, અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભવ્ય લોકાર્પણ થયું. આ સાથે હેરિટેજ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ સ્કીમ, અર્બન રોડ ડેવલપમેન્ટ, અને શહેરી સૌંદર્યીકરણ કાર્યોના અવલોકન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને કેન્દ્રીય મંત્રી શ્રી @dpradhanbjp સાહેબની ગરીમાય ઉપસ્થિતિ રહી.
આ મહત્વકાંક્ષી વિકાસ યોજનાઓ વડનગરને વારસાનું ગૌરવ અને આધુનિકતાનું મિશ્રણ આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વડનગરને એક આદર્શ મોલ્ડલ તરીકે સ્થાપિત કરશે, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું વતન વૈશ્વિક નોંધપાત્રતાનું પ્રતિબિંબ બનશે.
આદર્શ વડનગર, વિકાસના પંથે આગળ વધતું વડનગર!
#Vadnagar
#ViksitVadnagar
#GauravVadnagar
આજરોજ દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની બાકીની ટર્મ માટેની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે શ્રી અશોકભાઈ ભાવસંગભાઈ ચૌધરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી
Congratulations
@ashokchaudhry96
આજરોજ દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની બાકીની ટર્મ માટેની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે શ્રી અશોકભાઈ ભાવસંગભાઈ ચૌધરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી
Congratulations
@ashokchaudhry96
Morbi ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન પીડિત પક્ષ તરફથી સીબીઆઈ તપાસની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. બીજી બાજુ, આ કેસમાં હાઈકોર્ટ દ્વારા કોર્ટની સહાય માટે નીમાયેલા બે તટસ્થ અને નિષ્પક્ષ વકીલ એવા કોર્ટ કમિશનર તરફથી પીડિતોને વ્યકિતગત રીતે મળીને તેમની જે વ્યથા કે સમસ્યા હતી તે સહિતની વિગતો સાથેનો બે ભાગમાં વિગતવાર અહેવાલ સીલબંધ કવરમાં હાઇકોર્ટના રેકોર્ડ પર રજૂ કરાયો હતો. આ દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ઓરેવા કંપનીને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં અસર પામનાર 21 બાળકો છે અને આઠ છોકરીઓ છે, તેથી આઠ છોકરીઓના લગ્નનો ખર્ચ પણ કંપનીએ જ ઉઠાવવો પડશે.
#Morbi #MorbiBridgeTragedy #CBIDemand #GujaratHighCourt #OrevaCompany #VictimsJustice #CourtIntervention #ChildVictims #Gscard #GujaratSamachar
કનોડા અને મોટા ગામ વચ્ચે આવેલ રૂપેણ નદીમાં આજરોજ વહેલી સવારે હ્યુન્ડાઇ કાર નદીના વહેણમાં નદી ક્રોસ કરતી વખતે તણાઈ જઈ કોઝવેના ખૂણા પર લટકી રહેલ હતી. હાઇડ્રા ક્રેન અને ફાયર બ્રિગેડ ટીમના સહયોગથી કારમાં સવાર બે વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવેલ છે.
@CMOGuj@SEOC_Gujarat
आज रोज महेसाना जिला की फसलों को बाय रेल के माध्यम से पूरे भारत की मंडीओ तक कैसे लिंक अप करके पहोचना है उस बात पर बैठक की उसमे जिला खेती अधिकारी, रेल के अधिकारी गण, अपीमेसी मंडी के स्क्रेटरी, ओर नींबू ओर टोमेटो के बड़े किसान और वेपारी लोग उपस्थित रहे.
@CMOGuj@AgriGoI
જી.ડી.આઈ.સી. ખાતે ધી. મહેસાણા ડીસ્ટ્રિકટ ૧૦૮મી સાધારણ સભાનું આયોજન કરવામાં જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે ગુજરાતના પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel, રાજ્યસભાના સાંસદ શ્રી @MayankNayakBJP, દુધસાગર ડેરી ચેરમેન શ્રી @ashokchaudhry96, સાથી ધારાસભ્યશ્રીઓ, બેંકના ચેરમેન શ્રી વિનોદ ભાઈ પટેલ, ડિરેક્ટરો , બેંકના કર્મચારીઓ મોટી, સહકારી આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભારતમાં બેન્કો પાસેથી દેવું લઈ એ ના ભરવાની કલા તમને આવડી જાય તો તમે પણ અદાણી બની શકો છો, વિશ્વના ટોચના અમીર બની શકો છો. આ હરામખોર બેન્કો ગરીબને પાંચપચીસ હજારની લોન માટે એને આપઘાત કરવા સુધી પહોચાડી દેતી હોય છે, જ્યારે અદાણી જેવા હરામખોરના ૪૬,૦૦૦ કરોડ જતા કરતી હોય છે.
@Jamawat3
નબળો ધણી બૈરી પર શૂરો!
હું રિપોર્ટિંગ માટે સિદ્ધાર્થ બંગલો ગઈ હતી, ત્યાંના લોકોએ અતિશય ગુસ્સામાં ખુબ ગેરવર્તન કર્યું કે તમે મીડિયા વાળા અમે બોલીશું એ કશું બતાવશો નહીં, ભાજપને પ્રશ્ન પૂછતા તમારી ........ થાય છે (અભદ્ર શબ્દો હતા અનેક) જબરદસ્તીથી વિડિયો ડિલીટ કરાવ્યા, મારી પાસે બે રસ્તા હતા, હું કાં તો એ યાદ રાખું કે ગેરવર્તન કર્યું, સ્ત્રી દાક્ષિણ્ય ના જાળવ્યું વગેરે અને કાં તો હું એમની મનોસ્થિતિ સમજુ કે એ શું કામ આવું કરી રહ્યા છે, મેં એમની મનોસ્થિતિ સમજી...
વડોદરાના શાસકો આ નૈતિકતા ચૂક્યા છે, એમનાં પાપે વડોદરામાં પુર આવ્યું, લોકોનો આક્રોશ સ્વાભાવિક હતો અને મોટાભાગના લોકોને ખબર હતી કે આ બધું ટેમ્પરરી છે, જે જનતા મીડિયા પર બૂમો પાડે છે એ જ આટલા વર્ષોથી ભાજપને વોટ આપે છે, વડોદરાના વાઇરલ વીડિયોમાં મનીષા વકીલ માટે જે ગંદા ઈશારા થયા એ અભદ્ર અને અયોગ્ય હતા પણ આ સમય તમારી સત્તા કે તાકાત બતાડી દેવાનો નહીં પણ એ સમજવાનો હતો કે જેમણે માથે બેસાડ્યા એ આવું વર્તન કેમ કરી રહ્યા છે!
પણ કમનસીબે... Absolute Power Corrupts Absolutely... એ નાગરિક પર કેસ કરવાની જગ્યાએ આત્મમંથન થવું જોઈતું હતું,
દબાણ દૂર કરીને 56 ની છાતી બતાવી શકાઈ હોત,
ભ્રષ્ટાચારીઓને પકડીને તમારી તાકાત બતાવી શક્યા હોત...
પણ નબળો ધણી બૈરી પર શૂરો!
આંબે માની અસીમ કૃપા થી જય અંબે મિત્રમંડળ દ્વારા સતત ૧૫ મા વર્ષે સેવાકેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તો સૌ મિત્રોએ કેમ્પ મા જોડાવા ભાવ ભર્યું આમંત્રણ છે.
આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ
વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.