માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગામી વડોદરા મહાનગરમાં યોજાનાર કાર્યક્રમ સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તથા મધ્ય ઝોન પ્રભારીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં વંદે કમલમ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન થયું જેમાં આયોજનાત્મક ચર્ચા કરવામાં આવી.
હનુમાનજી મહારાજની ભક્તિ અને ગ્રામજનોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. આ પાવન ગદા સૌમાં શૌર્ય, શક્તિ અને સંકલ્પની પ્રેરણા બની રહે તેવી પ્રાર્થના. 🙏🏻🚩
જય શ્રી રામ 🚩
જય બજરંગબલી 🙏🏻
#પાદરા_વિધાનસભાના મોભા ગામ ખાતે શ્રી જોડિયા હનુમાનજી યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનોના સંયુક્ત આયોજનમાં ગદા સર્કલની ભવ્ય ગદાના આગમન તથા અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ સાથે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
મુવાલ બુથ નં. 170 ખાતે કાર્યકર્તા મિત્રો સાથે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘મન કી બાત’ના 137મા એપિસોડનું શ્રવણ કર્યું.
‘મન કી બાત’ દેશના સામાન્ય નાગરિકોની અસાધારણ પહેલો, જનભાગીદારી અને રાષ્ટ્રહિત માટેના પ્રયાસોને સમગ્ર દેશ સુધી પહોંચાડતું પ્રેરણાદાયી માધ્યમ છે.
પાદરાના વિકાસ માટે ખંત, પરિશ્રમ અને પુરુષાર્થને સેવાનું સાધન બનાવી, જન-જનના સુખ, સુવિધા અને હિત માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે.
#BestMLA
સમગ્ર ગુજરાતમાં ‘Best MLA’નું સન્માન પ્રાપ્ત કર્યું…🏆
આ ગૌરવ કોઈ એક વ્યક્તિનું નહીં, પરંતુ પાદરા વિધાનસભાની જનતાના વિશ્વાસ અને આશીર્વાદનું સન્માન છે. 🙏🏻
પાદરા વિધાનસભાના ગવાસદ ગામે ભારે વરસાદના કારણે રીમાબેન બારીયાનું ઘર ધરાશાયી થયું હતું. આ મુશ્કેલ ઘડીમાં સરકારશ્રીની આપત્તિ સહાય યોજના અંતર્ગત મળતી સહાયનો લાભ તેમને અર્પણ કર્યો.
રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ.
રક્ષાસૂત્ર એ માત્ર એક દોરો નથી.. એમાં વણાયેલો છે સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનો ભાવ, એ ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે.
આજના દિવસે શક્તિસ્વરૂપા સૌ બહેનોના સુખમય, નિરામય અને મંગલમય જીવનની પ્રાર્થના કરું છું.
"મારી જનની ના હૈયા માં પોઢંતા પોઢંતા લાઈગ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાઈગ્યો કસુંબી નો રંગ."
ગુજરાતી સાહિત્ય જગતનું શિરમોર શ્રી ઝવેરચંદ મેઘાણીજીને તેમની જન્મજયંતી પર કોટી કોટી નમન.
આશરે ૬ મહિના પહેલાં #પાદરા_વિધાનસભાના મજાતણ ગામે એક સામાજિક પ્રસંગે જવાનું થયું. ત્યાં ગામના વૃદ્ધ માતા હસીબેન શનાભાઈ પરમાર સાથે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે તેમના પાસે સરકારી કોઈપણ પ્રકારનો દાખલો કે જરૂરી દસ્તાવેજ ઉપલબ્ધ નહોતો.
આ બાબતની નોંધ લઈ સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવી. આજે હસીબેનને આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય, કોર્ટ દ્વારા એમના પતિનો મરણનો દાખલો સહિતના મુખ્ય સરકારી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે સાથે તેમના ઘરમાં વીજળીની સુવિધા પણ ન હોવાથી જરૂરી
આ પ્રસંગે બહેનોના નિઃસ્વાર્થ સ્નેહ, આશીર્વાદ અને આત્મીયતાએ આ પવિત્ર પર્વની ખુશીને અનેકગણી વધારી દીધી. રક્ષાસૂત્ર માત્ર એક દોરો નથી, પરંતુ વિશ્વાસ, લાગણી, જવાબદારી અને અતૂટ સંબંધનું પ્રતીક છે.