આજ રોજ માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને
રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ની
અધ્યક્ષતામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાયેલ.
#CRD_GUJARAT#VBGRAMG#SBMR_Gujarat#PMAY#watershed#GLPC
આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે ગ્રામ્ય વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને પ્રધાનમંત્રી આવાસ યોજના, VB G RAMG, ગોબરધન (ગોલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન) બાબતે વિગતવાર ચર્ચા કરી.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગોબર (ગાયનું છાણ) અને કૃષિ કચરામાંથી બાયોગેસ કે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) બનાવી 'કચરામાંથી કંચન' મેળવવાનો છે.
આજ રોજ માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને તથા માનનીય જોઈન્ટ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટરશ્રી એશ્વર્યા સિંહ અને માનનીય મિશન ડાયરેક્ટરશ્રી પ્રશસ્તિ પરીખની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન (SLWM) અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માનનીય આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તેમજ સંબંધિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #MoPR #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat
@MoJSDDWS@DoWRRDGR_MoJS@CRPaatil@swachhbharat@CMOGuj@NareshPatelBJP@crdgujarat1@GujDCoffice@kunvarjibavalia@MLASanjaysinh@CollectorNav
આમ તો મોટાભાગે મારો દિવસ શિડયુલ પ્રમાણે પસાર થતો હોય છે.. પણ ક્યારેક અમસ્તા શિડ્યુલની બહાર નીકળી શકાય તો તેનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે.
આજે વડોદરાથી પરત ફરતા આવો જ એક અવસર મળ્યો. આણંદ જિલ્લાના અંબાલી ગામ પાસેથી પસાર થતી વખતે રસ્તાની બાજુમાં શાળાના યુનિફોર્મમાં સજ્જ બાળકો ઊભા હતા. સાથે કેટલાક ગ્રામજનો પણ હતા.
ગાડી ઊભી રખાવીને આ માસુમ બાળકોને મળ્યો.. તેમના અભ્યાસ અંગે વાતચીત કરી. ગ્રામજનો પાસે ગામની સુવિધાઓ અંગે જાણકારી મેળવી. નજીકના એક ઘરમાં કાર્યરત ગોબરગેસ પ્લાન્ટ પર નજર પડી. પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈની સાથે તેમને પ્લાન્ટથી મળતા ફાયદા અંગે વાત થઈ.
પોતાના જ માણસોને.. પોતાના પરિવારના જ સભ્યોને મળતા હોઈએ એવો અનુભવ થયો.
આમાં ઔપચારિકતા નહીં, પણ સહજતા હતી.. અને સ્નેહભર્યો સંવાદ હતો. કેટલીક વાતો જીવનભર યાદ રહેતી હોય છે. આ પણ કંઈક એવી જ વાત હતી.