नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્��. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનાર�� દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મે��િટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવ��ી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાયમી શિક્ષકોની ભરતી ક્રમિક કરવા બાબત રજુઆત....
📌સત્વરે ધોરણ ૯થી૧૨ ની ભરતી પ્રકિયા પૂર્ણ કરી ત્યારબાદ ધોર�� ૬થી૮ ના ઉમેદવારોનું જિલ્લા પસંદગી કરવામાં આવે જેમને લઈને રિપીટેશન અટકી શકે.✍️🏹
📌#ઉચ્ચ_માધ્યમિક GOV. અને GIA. બંનેનું એકસાથે શાળા પસંદગી (rechoice) સંભવિત બે ત્રણ દિવસમાં આવી શકે છે.✍️
📝મળતી માહિતી મુજબ dv લિસ્ટમાં સમાવિષ્ટ મુજબ 3 ગણા ઉમેદવારોને choice માટેની તક મળી શકે છે.કેમ કે મેરીટના ધોરણે જનરલમાં સમાવિષ્ટ કોઈ ઉમેદવાર કેટેગરી ક્લેમનો ઉપયોગ કરે છે તો નીચેના ઉમેદવારને up લઈ વધુમાં વધુ સીટો પૂરી થાય અને સીટો ન બગડે એ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય આવી શકે એમ છે.
@tejasmajithiya5 ઉમેદવારના છેલ્લા 2 વર્ષના સંઘર્ષનો ધ્યેય એક માત્ર હતો... કે ધોરણ 1 થી 12ની ક્રમિક ભરતી થાય.
પણ હાલની પરિસ્થિતિ વિકટ છે... ક્રમિક ભરતી જ એક માત્ર ઉકેલ છે. તમામ ભરતીના કરનાર હોદ્દેદારોને વિનંતી... ક્રમિક ભરતી જ કરે...🙏🙏🙏🥹
@tejasmajithiya5 આ અન્યાય થઈ રહ્યો છે.... જો આ રીતે 1 થી 8ની જિલ્લા પસંદગી નું કામ થાય તો...24700ની આખી ભરતી કઈ કામની ન રહે... ઉમેદવાર રીપીટ થઈ...
સરકાર/શિક્ષણ વિભાગ/ શિક્ષણમંત્રી અને ભરતી સાથે લગતા વળગતા સૌ હોદ્દેદારોનેઅપીલ છે...કે ��્રમિક ભરતી કરે...🙏
*૨૫/૨/૨૫ ની પ્રેસનોટ મુજબ શિક્ષણ સહાયક (૯થી૧૨)ની ની તમામ ભરતી પ્રકિયા એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેશું.....પરંતુ*
📍આજે 30 એપ્રિલ થઈ પણ હજુ 9થી12 ની ભરતી પૂર્ણ થઈ નથી...*ત્યાં 1થી8 (૨૦૨૪) ની ભરતી માટેનો કાર્યક્રમ (તારીખ સાથે) બે દિવસ પહેલા આપી દીધેલ છે....*
👉 *શિક્ષણ મંત્રી સાહેબ દર વખતે એવું કહેતા કે ક્રમિક ભરતી જ કરીશું તો*.....અહીંયા 9થી12 અધૂરી ભરતી પ્રોસેસ પહેલા જ 1થી8 ની ભરતીમાં જિલ્લા પસંદગી માટેનું સેડિયુલ આપી દીધું.
📌નુકશાન:- *જો ક્રમિક ભરતી નહીં થાય તો કોમન ઉમેદવારો 2800 થી 3000 જેટલા હોવાથી અંદાજિત 3000 સીટોનું નુકસાન થશે.મતલબ કે 24,700 ની સામે માત્ર 21,000 ની ભરતી થશે.*
💥ઉમેદવારોની મુખ્ય માંગ:- *9 થી 12 ની શાળા ફાળવણી બાદ જ ��ક થી આઠ ની જિલ્લા ફાળવણી કરવામાં આવે તો જ ક્રમિક નો ફાયદો થશે.*
🛑 અલ્ટિમેટમ:- *જો વિભાગ ક્રમિક ભરતી નહીં કરે તો ગાંધીનગર ખાતે ફરીથી કાયમી શિક્ષકોની ભરતી બાબતે આંદોલન થશે.*