વિકાસ કેવો હોય.. કેટલા સ્કેલનો હો��.. અને તેની સ્પીડ કેવી હોય, એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે.
માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ભારત સ્પેનની ભાગીદારીથી અહીં શરૂ થયેલા એરક્રાફ્ટ ઉત્પાદનન��� એકમના કારણે વડોદરા આજે વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ મેપ પર અંકિત થયું છે.
આગામી સમયમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ વડોદરાને મળવાનો છે, તેમજ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પણ અહીંથી પસાર થવાની છે. આ પ્રકલ્પો વડોદરાના વિકાસને એક નવી દિશા આપશે.