સદર સમાચાર સત્યથી વેગળા છે. થરાદ ડેપો દ્વારા અગાઉ મડાલ ખાતે બસ સર્વિસ સંચાલન થતી હતી પરંતુ નહિવત મુસાફર રહેવાથી પોષણક્ષમ આવક મળતી ન હતી તેમછતા સદર રજુઆત અન્વયે ૦૬.૪૫ થરાદ - મડાલ - ડીસા વાયા લાખણી અને ૦૮.૫૦ ડીસા - મડાલ -થરાદ બસ ડે.મે.શ્રી થરાદને સુચના આપી સંચાલન કરવા જણાવેલ છે.
સદર સમાચાર સત્ય થી વેગળા છે. હાલમાં વિરમગામ ની ૧૮ અમીરગઢ ની ૨૬ અને દાંતીવાડા ની ૫૫ ટ્રીપો સંચાલન થઈ રહેલ છે. વધુમાં દૈનીક વિરમપુર થી પાલનપુર ની ૧૮ ,અમીરગઢ થી પાલનપુરની ૦૯ દાંતીવાડા થી પાલનપુર ની ૪૨ ,દાંતીવાડા થી ડીસા ની ૦૮ અને અમીરગઢ થી અંબાજી ની ૦૬ ટ્રીપો સંચાલન થઈ રહેલ છે
સદર સમાચાર સત્યથી વેગળા છે.દવા ચેક કરવાનાં અમલ કરતા બોગસ મેડીકલ બીલ નાબુદ થવા પામેલ છે. દર માસે આવતા બીલોમાં ઘટાડો થવા પામેલ છે. કર્મચારી વતી અથવા સગા પણ દવા + મેડીકલ ક્લેઈમ લઈને બતાવવા આવે છે. જેથી પારદર્શિકતા વધી છે. સરકારશ્રીનાં પારદર્શક કામગીરીને પ્રોત્સાહન મળે છેસદર બાબતે..
સદર સમાચાર સત્યથી વેગળા છે. ડેવલોપર સાથે થયેલ કન્સેશન એગ્રિમેન્ટ મુજબ બસ મથક સાથે બાંધવામાં આવેલ કોમર્શિયલ ફેસીલીટીનાં મેંટેન્સ માટે એશોસીએશન બનાવી કોમર્શિયલ ફેસીલીટીનું મેન્ટેનંસ એશોસીએશન મારફતે કરાવવાની જોગવાઈ હોવા છતા એશોસીએશન અંગે નિગમને જાણ કરેલ નથી. ���ે અન્વયે ડેવલોપર્શને..
સદર સમાચર સત્યથી વેગળા છે.ધાનેરા એસ. ટી. કંટ્રોલ પોઇન્ટ ખાતે 5 પ્લેટફોર્મ, મુસાફર માટે બેઠક વ્યવસ્થા, પીવાના ઠંડા પાણી લાઈટ તથા પંખા ની બાથરૂમ તથા ટોયલેટ બ્લોકની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ મુસાફરો/વિધાર્થીઓની જરૂરીયાત મુજબ દૈનીક ના ૧૩૦ ડ્રિપાર્ચર/૧૩૦ અરાઇવલ બસ રૂટ સંચાલિત થાય છે
સદર સમાચર સત્યથી વેગળા છે. ડીસા બસ સ્ટેન્ડ ખાતે પૂછ પરછ બારી નો સમય સવારે ૦પ:00 થી રાત્રે ૨૧:૦૦ કલાક સુધી કાર્યરત હોય છે જેમાં બે કર્મચારી હોય છે. જે માંથી એક કર્મચારી સવારે ૦૫:૦૦ થી બપોરના, ૧૩ કલાક સુધી અને બીજા કર્મચારી બપોરના ૧૩:૦૦ થી રાત્રિના ૨૧:૦૦ કલાક સુધી કાર્યરત હોય છે.
સદર સમાચાર સત્યથી વેગળા છે. કસરા ગામનું પિકઅપ સ્ટેન્ડ ઉપલબ્ધ રેકર્ડ ચેક કરતા બિલ્ડીંગ નિગમ હસ્તક બનાવવામાં આવેલ નથી જે પિક અપ સ્ટેન્ડ બિલ્ડીંગ ગ્રામપંચાયત/તાલુકાપંચાયત કે અન્ય વિભાગ દ્વારા બનાવેલ હોય.ઉપરોક્ત પિકઅપ સ્ટેન્ડ નિગમની માલિકીની ન હોય અત્રેથી કાર્યવાહી કરી શકાય તેમ નથી
સદર સમાચાર સત્યથી વેગળા છે સવારે ૦૬:૨૦ કલાકે ધાનેરા - પાલનપુર લોકલ બસ સર્વિસ ચાલુ કરવામાં આવેલ છે. અને ધાનેરા થી સુરત માટે સવારે ૦૭.૦૦ ધાનેરા – સુરત અને ૧૬.૦૦ ધાનેરા - સુરત બસ સર્વિસ રાબેતા મુજબ ચાલુ છે. અને અંબાજી માટે ડીસા થી જરૂરીયાત મુજબની બસ સુવીધા ઉપલબ્ધ છે.