📱કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતીના ગોટાળાને લઈને સોશિયલ મીડિયામાં અનેક #વીડિયો વિદ્યાર્થીઓ દ્વારા વાયરલ.📱
👆🏻કૃષિ યુનિવર્સિટી #જુનિયર_ક્લાર્ક ભરતી ગોટાળો – સત્તાધીશોનું ભેદી મૌન, ખાનગી એજન્સી ને બચાવવાનો એજન્ડા ?👇🏻
⚫ક્યારેક લાગે છે કે ગુજરાતની ભરતી પ્રક્રિયા કોઈ પરિક્ષા નહિ પણ પરિક્ષણ છે – વિદ્યાર્થીની સહનશક્તિનું પરિક્ષણ, તેમની હિંમતનું પરિક્ષણ અને ક્યારેક તો તેમની મૂર્ખ બનાવી શકવાની ક્ષમતાનું પણ પરિક્ષણ!
⚫તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં થયેલી ગડબડીનાં વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉમેદવારો સત્તાવાર સમય પૂરો થયા પછી પણ આરામથી પેપર લખી રહ્યા છે, અન્ય થયેલી બેદરકારી/ અણઆવડત સામે આવી રહી છે પરંતુ યુનિવર્સિટીનો પ્રતિભાવ ? — “મૌન”. હા, એક એવું મૌન જે સત્યને દટાવવાની કળા શીખવે છે.
🧑🏻🏫વિદ્યાર્થીઓ સવાલ પૂછે છે:
❓“આ ગડબડી કેમ?”
❓“કઈ એજન્સી જવાબદાર છે?”
❓“શું પરીક્ષા દરમિયાન આટલું બધું બનતું રહે અને અધિકારીઓને ખબર ન પડે ?”
📍પ્રશ્નપત્ર લીક થાય તો એજન્સી નિર્દોષ.
📍સમયની ગડબડ થાય તો એજન્સી નિર્દોષ.
📍ઉમેદવારોને અયોગ્ય લાભ મળે તો પણ એજન્સી નિર્દોષ.
લાગે છે જાણે એજન્સીઓ પાસે કોઈ “#દિવ્ય_છત્ર” છે – જેના નીચે ભ્રષ્ટાચાર પણ ધૂળ ખાઈ જાય.
📌સરકાર અને યુનિવર્સિટીઓ વારંવાર વિદ્યાર્થીઓને કહે છે: “મહેનત કરો, ઈમાનદારીથી આગળ વધો.”
પણ વિદ્યાર્થીઓને તો શીખવાડવું જોઈએ –
👉 “ભાઈ, ઈમાનદારીથી નહિ… એજન્સીથી જ આગળ વધાય છે.”
🛑વિદ્યાર્થીની આંખો સૂજેલી રહે છે રાતભર અભ્યાસ કરીને, પણ અધિકારીની આંખો ચમકતી રહે છે “કયા કયા કવર આવી પહોંચ્યા છે?” તે ગણીને.
પણ અધિકારીઓનાં કાન સુધી આ સવાલો પહોચે છે કે નહીં તે હજી પણ રહસ્ય છે. કદાચ કાન બંધ છે, કદાચ આંખો મીંચાઈ ગઈ છે, કદાચ એજન્સીઓને બચાવવાનો એજન્ડો છે.
🛑સરકાર તથા યુનિવર્સિટીઓએ ખાનગી એજન્સીઓને કામ સોંપી દીધું છે, જાણે તેઓ “ભ્રષ્ટાચારનાં માન્ય એન્જિનિયર” હોય. દરેક ગોટાળામાં એજન્સીઓનાં નામ ચમકે, પરંતુ અંતે બચી જાય છે કેમ કે નેતાઓની એની ઉપર છત્રછાયા છે.
સરકાર વિદ્યાર્થીઓને નૈતિકતા, ઈમાનદારી અને મહેનતનાં પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે ભરતીની વાત આવે ત્યારે એજન્સીઓ અને અધિકારીઓના “#ગુપ્ત_પાઠ” કામ આવે છે.
🚫વિદ્યાર્થીઓની મહેનત, માતાપિતાની આશા, વર્ષોનું ભણતર – બધું મળી એક રાજકીય નાટકનું “પ્રોપ” બની જાય છે. પરીક્ષા માટે રાત દિવસ જાગેલા વિદ્યાર્થીઓનો પરિશ્રમ ચહેરા પર લાલચમકતા સ્મિત સાથે અધિકારીઓ સહજતાથી બલી ચઢાવી દે છે.
🚫જો આજે પણ યુનિવર્સિટીનું મૌન તૂટશે નહીં, તો આ મૌન ભવિષ્યમાં મોટી ગર્જના બનશે. વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન પૂછવા જાગી રહ્યા છે. અને જો આ મૌન યથાવત રહેશે તો સમાજના દરેક ખૂણે એક જ અવાજ ગુંજશે –
“આ પરીક્ષા નથી, આ છે ભ્રષ્ટાચારની પ્રેક્ટિકલ ક્લાસ!”
#કૃષિયુનિવર્સિટી #ભરતીગોટાળો #અપારદર્શિતા
#PrivateAgencyScam #FraudByAgency
#AgencyUnderScrutiny #BehindTheAgency