मेरे जीवन में न जाने कितनी चीज़ें अधूरी रह गईं—मेरी प्रतिभाएँ, मेरे सपने, मेरे रिश्ते… और शायद मैं भी।
समय के साथ सब कुछ भीतर से इतना खोखला हो गया कि अब किसी चीज़ के होने और न होने में कोई अंतर महसूस नहीं होता।
हमें बस प्रेम करना था
हम बदलने लगे एक दूसरे को
ये रिश्ते किसी भी मोड़ से मुड़ जाते हैं
किसी और की तलाश में
जहाँ वो किसी और को अपने तरीके से बदल सकें।
✦ शैलजा पाठक
" घर ईंटों से नहीं, अपनों की दुआओँ से बनता है,
हर कोना माँ की ममता, पिता की छाँव से महकता है।
मकान तो एक दिन किसी और का हो जाता है,
पर बचपन का घर हमेशा दिल में धड़कता रहता है। ❤️🏡
---
यह वीडियो एक बहुत गहरा संदेश देता है कि घर केवल ईंट, सीमेंट और दीवारों का नाम नहीं होता, बल्कि यादों, रिश्तों और अपनों के प्रेम से घर बनता है।
वीडियो में बेटी, पिता के जाने के बाद पुराना घर बेचने आती है। जाते-जाते वह पिता की अलमारी खोलती है, जिसमें घर की पहली ईंट, नींव की मिट्टी, पहली चाबी और एक चिट्ठी रखी होती है। उस चिट्ठी में लिखा होता है—
"जिस दिन यह घर छोड़ो, ये चीज़ें साथ ले जाना। घर ईंटों से नहीं, यादों से बनता है।"
तब बेटी को एहसास होता है कि पिता ने सिर्फ़ एक मकान नहीं बनाया था, बल्कि पूरे परिवार की यादों, संस्कारों और प्रेम को सँभालकर रखा था।
🌿 सीख
धन से मकान खरीदा जा सकता है, लेकिन घर नहीं।
घर बनाने के लिए प्रेम, अपनापन, संस्कार, त्याग और साथ बिताए गए अनमोल पल चाहिए।
इसलिए अपने माता-पिता, परिवार और उनके साथ बिताए हर क्षण की कद्र कीजिए, क्योंकि समय बीत जाने के बाद वही यादें जीवन की सबसे बड़ी दौलत बन जाती हैं। 🙏❤️
#घर #यादें #पिता #परिवार #भावनाएँ #Motivation #LifeLessons #Emotional
प्यार का इज़हार करते-करते पूरी उम्र गुज़र दी...
फिर एक दिन समझ आया कि सच्चा प्यार हर बार शब्दों का मोहताज नहीं होता।
कुछ रिश्ते "आई लव यू" से नहीं, बल्कि इंतज़ार, फ़िक्र, दुआओं और ख़ामोशियों से लिखे जाते हैं।
✍️ ભગવદ્દગીતા :
જ્યારે તારું મન તૂટે...
બીજો અધ્યાય વાંચજે તને ખબર પડશે કે જે તૂટી રહ્યું છે, તે તુ નથી.
જ્યારે કર્મ કરવાનું મન ન થાય...
ત્રીજો અધ્યાય વાંચજે તુ સમજી જઈશ કે કર્મથી ભાગવું એ જીવનથી ભાગવા બરાબર છે.
જ્યારે મન વારંવાર ભટકે...
છઠ્ઠો અધ્યાય વાંચજે તને ધ્યાનનો માર્ગ મળી જશે.
જ્યારે જીવનમાં ભય આવે...
ચોથો અધ્યાય વાંચજે જ્ઞાન અંધકારને એવી જ રીતે મિટાવી દે છે, જેમ સૂર્યોદય રાતને.
જ્યારે સફળતા તને અહંકારી બનાવી દે... ત્યારે દસમો અને અગિયારમો અધ્યાય વાંચજે તુ જાણી જઈશ કે વિરાટની વિશ્વ સામે તારો અહંકાર ધૂળના કણ કરતાં પણ નાનો છે.
જ્યારે એ સમજ ન પડે કે હું કોણ છું...
સાતમો અધ્યાય વાંચજે તુ તારી જાતને શરીરથી પર (આગળ) ઓળખવાનું શરૂ કરી દઈશ.
જ્યારે પ્રેમ ખોવાઈ જાય...ત્યારે બારમો અધ્યાય વાંચજે .
તને ને ભક્તિનો વાસ્તવિક અર્થ મળશે.
જ્યારે એ નિર્ણય ન કરી શકે કે સાચું શું છે...ત્યારે અઢારમો અધ્યાય વાંચજે .
હું ત્યાં જ તારી પ્રતીક્ષા કરતો હોઈશ.
જ્યારે વેપારમાં (જીવનની ગડમથલમાં) ગૂંચવાઈ જા ત્યારે યાદ રાખજે —
યોગઃ કર્મસુ કૌશલમ્.
કર્મને ઉત્કૃષ્ટતાથી (કુશળતાથી) કરવું એ જ યોગ છે.
જ્યારે હારી જા ...ત્યારે યાદ રાખજે —
તારો અધિકાર માત્ર કર્મ પર છે, પરિણામ પર નહીં.
જ્યારે મૃત્યુનો ભય સતાવે...
યાદ રાખજે —
આત્મા ક્યારેય જન્મતો નથી, ન તો ક્યારેય મરે છે.
જ્યારે આખી દુનિયા તારી વિરુદ્ધ ઊભેલી દેખાય...ત્યારે યાદ રાખજે —
એક જાગૃત મનુષ્ય હજાર સૂતેલા લોકો કરતાં વધુ શક્તિશાળી હોય છે.
હું ફરી નહીં આવું..
કારણ કે હું ક્યાંય ગયો જ નથી.
હું એ દરેક ક્ષણે હાજર છું,
જ્યારે તુ ભય વગર સત્યની પસંદગી કરે છે.
હું એ દરેક નિર્ણયમાં છું,
જ્યાં ધર્મ સુવિધા પર વિજય મેળવે છે.
હું એ દરેક કર્મમાં છું,
જ્ઞાન અને નિઃસ્વાર્થ ભાવે જે કરવામાં આવે છે.
હું એ દરેક હૃદયમાં છું,
જ્યાં પ્રેમ હજુ પણ જીવંત છે.
જો કોઈ દિવસ તને લાગે કે દુનિયામાં અંધકાર છવાઈ ગયો છે...
તો નવો ધર્મ ન શોધતો .
નવો ભગવાન ન શોધતો .
નવો ચમત્કાર ન શોધતો .
ગીતા ખોલજે .
શક્ય છે...
તને ત્યાં મારો નહીં,
તારો પોતાનો જ અવાજ સંભળાય.
અને જે દિવસે તને તારો અવાજ સંભળાઈ ગયો,
સમજી લેજે —તે તારા જીવન નુ
કુરુક્ષેત્ર જીતી લીધું.
ત્યારે તને કોઈ બાબા, કોઈ ધર્મગુરુ કે કોઈ મધ્યસ્થીની જરૂર નહીં રહે.
કારણ કે ગીતાનો ઉદ્દેશ્ય તને અનુયાયી બનાવવાનો નથી,
પોતાના જ જીવન નો સારથિ બનાવવાનો છે.
તારી અંદર જ ધબકનાર તારો સારથી
જો તારે મને ખરેખર સમજવો હોય
તો હુ તને તારા હાથમાં ગીતા આપીને જાવ છું.
— કૃષ્ણ🌹