ડમરૂના તાલે ઝૂમ્યું શિવભક્તોનું હૃદય,
વડનગર બન્યું શિવમય...
વડનગરની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર યોજાયેલ ભવ્ય 'ડમરૂ યાત્રા' (પ્રભાત ફેરી)માં સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાજી, ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, અન્ય મહાનુભાવો તથા અનેક ભાવિભક્તો સાથે જોડાવાનો પરમ આનંદ પ્રાપ્ત થયો.
જ્યાં શિવજીનો દિવ્ય નાદ હોય, ત્યાં શિવભક્તિની ઊર્જા આપોઆપ વહેવા લાગે છે. આજે 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદ સાથે આખી વડનગર નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી.
શિવજીની પાવન ઉપસ્થિતિના અલૌકિક અનુભવ દ્વારા હૃદય શાંતિ અને ભક્તિથી સંપન્ન બન્યું.
હર હર મહાદેવ
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે વડનગર ખાતે સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાજી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, અન્ય મહાનુભાવો સાથે શ્રી હાટકેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરે દર્શન કરવાનો લહાવો મ��્યો.
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો.
આજરોજ વડનગર ખાતે માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી એ જે શાળામાં શિક્ષણ મેળવ્યું હતું તે શ્રી બી. એન. હાઈસ્કૂલની સાથી મંત્રીશ્રી @drpradyumanvaja સાથે મુલાકાત લીધી.
આ શાળાની મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રીના વિદ્યાર્થીકાળ સાથે જોડાયેલી અનેક યાદો અને પ્રસંગોને જાણવાનો અવસર મળ્યો.
વડનગરની પાવન ધરતી પર પવિત્ર ડમરુ યાત્રા દરમિયાન માનનીય મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ તથા કૌશિકભાઈ વેકરિયા સાહેબ સાથે મુલાકાત થઈ.
ભગવાન મહાદેવની ભક્તિમય યાત્રામાં તેમની સાથેની આ મુલાકાત યાદગાર રહી. હર હર મહાદેવ! 🙏🔱..@drpradyumanvaja@ikaushikvekaria
ગુજરાત સરકારના શિક્ષણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી @drpradyumanvaja જીને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે એવી પ્રાર્થના.
ઊંઝાના 'જીરું' અને 'વરિયાળી'ને મળ્યો GI ટેગ – મહેસાણા માટે ગૌરવની ક્ષણ!
ઊંઝાના પ્રસિદ્ધ મસાલાને મળેલી આ વૈશ્વિક ઓળખથી આપણા ખેડૂતોની મહેનત, વેપારીઓનો વિશ્વાસ અને મહેસાણાની આગવી ઓળખને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.
'લોકલ'થી 'ગ્લોબલ' સુધી મહેસાણાના સુવાસની ગુંજ હવે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે.
#GITag #Unjha #Mehsana #Jeera #Fennel #Gujarat #Farmers #Agriculture #VocalForLocal #AtmanirbharBharat #RajyasabhaMP #MayankNayak
"જનવિશ્વાસનું ગૌરવ, જનસેવાનો અવિરત સંકલ્પ."
ફેમ ઈન્ડિયા–એશિયા પોસ્ટ દ્વારા હાથ ધરાયેલા 'શ્રેષ્ઠ સાંસદ 2026'ના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં દેશના ટોચના ૫ શ્રેષ્ઠ સાંસદોમાં સ્થાન મળ્યું હોવાના સમાચાર વિવિધ અખબારોમાં પ્રકાશિત થયા છે.
આ ગૌરવ મારા એકલાનું નથી, પરંતુ મારા ગુજરાતના દરેક નાગરિક, કાર્યકર્તા અને શુભેચ્છકોના વિશ્વાસ, સ્નેહ અને આશીર્વાદનું છે. આપ ���ૌના સતત સહયોગથી જ જનકલ્યાણ અને રાષ્ટ્રસેવાના માર્ગે નિષ્ઠાપૂર્વક આગળ વધવાની પ્રેરણા મળી છે.
"વિકસિત ભારત" ના સંકલ્પને સાકાર કરવા અને જનહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વધુ સમર્પણ સાથે કાર્ય કરતો રહીશ.
#BestMP2026 #NewsPaper #FameIndia #AsiaPost #PublicService #NewsUpdate #MediaCollage #RajyasabhaMP #MayankNayak
અવિરત 12 વર્ષ જનકલ્યાણ, વિકાસ અને વિશ્વાસ
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબના નેતૃત્���માં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે પ્રભારી જિલ્લા સાબરકાંઠાના હિંમતનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) ને સંબોધિત કરી.