ઓપરેશન સિંદૂરના ગરબાની ગૂંજ ઉઠશે સમગ્ર ગુજરાતમાં.. 28 સપ્ટેમ્બર, રવિવાર, રાતના 11 વાગે..
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના નિર્ણાયક નેતૃત્વમાં ભારતીય સેનાના વીર જવાનોએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો.
દેશની માતાઓ-બહેનોની સુરક્ષાના સંકલ્પ સાથે આપણા વીરોએ નવા ભારતની તાકાત આખી દુનિયાને બતાવી.
હાલ નવરાત્રિ પર્વમાં શક્તિની ભક્તિ સાથે આપણે રોજ ઉત્સાહથી ગરબા ગાઈએ છીએ, ત્યારે આવો.. આવતીકાલે રવિવારે રાત્રે 11 થી 11.10 દરમિયાન આપણે સૌ એક સાથે #OperationSindoor ના સ્મરણમાં રચિત ગરબા પણ ગાઈએ.
સમગ્ર ગુજરાતમાંથી એક સાથે ઓપરેશન સિંદૂરના ગરબાની ગુંજ ઊઠશે, ત્યારે એક અદભુત માહોલ સર્જાશે.
ગરબા કાર્યક્રમના સૌ આયોજકોને, સૌ કલાકારોને અને સૌ ખેલૈયાઓને મારું આહવાન છે કે, આવો.. એક સાથે ઓપરેશન સિંદૂરના ગરબા ગાઈને ભારતની શક્તિને ઉજાગર કરીએ.
આજનો ‘શિક્ષક દિવસ’ મારા માટે (અને ગુજરાત માટે પણ) ખાસ બની રહેવાનો છે.
ગુજરાતના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા 37 જેટલા શિક્ષકોને આજે મારા ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો જાણવાનો મને અવસર મળશે.
જેમાં મેઘરજ અને નસવાડી જેવા આદિવાસી વિસ્તારોના શિક્ષકોથી લઈને છેક કચ્છના અબડાસા, રાપર જેવા તાલુકાઓના શિક્ષકો પણ છે. કોઈએ શાળામાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉભી કરી છે, તો કોઈએ શાળામાં 100 ટકા હાજરી સુનિશ્ચિત કરીને વ્યસનમુક્ત શાળા ઉભી કરી છે.
અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષોને ઓળંગીને આ ગુરુજનોએ શિક્ષણનો યજ્ઞ અખંડ રાખ્યો છે. સારસ્વતો સાથેનો આ સંવાદ સાચે જ પ્રેરણા સંવાદ બની રહેશે. ગુજરાતની શિક્ષણયાત્રાને નવઊર્જા આપવામાં પણ આ શિક્ષકોનો અનુભવ ખૂબ ઉપયોગી બની રહેશે.
આગામી દિવસોમાં પણ અલગ-અલગ ક્ષેત્રોમાં સુંદર કામગીરી કરી રહેલા આવા કર્મયોગીઓ સાથે ‘પ્રે��ણા સંવાદ’ કાર્યક્રમનો ઉપક્રમ કરવાની મારી લાગણી છે.
#PrernaSamvad
#TeachersDay
@JuliAhir04 જેનો ફોટો છે એ ભાઈ નીચે જે નામ લખેલા છે એમની સાથે ફોટા વાળા ભાઈનો શું સંબંધ છે એ કૌશમાં લખેલું છે..જેની પાછળ (પિતા) લખેલું છે એમના એ પિતા છે..
કર્મચારી સરકાર નો સેવક છે તો નિવૃત્તિ સમયે હર વ્યક્તિને પેન્શન આપવાનો અધિકાર અનુચ્છેદ 31 ( 1) માં આપેલો છેઃ
" પેન્શન કોઈ દાન નથી
પરંતુ જીવન નો આધાર સ્તંભ છેઃ "
#WeWantOPS
દરેક મેચ કેપ્ટન જ જીતાડે એવું જરૂરી નથી....ક્યારેક ખેલાડીઓ પણ એકલા પોતાના દમ પર જીત મેળવી લે છે ખેલાડીઓ થકી કેપ્ટન હોય છે કેપ્ટન થકી ખેલાડીઓ નહીં...🔥🔥 #WeWantOPS