વરસાદી પાણીના અવરોધો દૂર કરાયા! ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને વાહનવ્યવહાર સુચારુ રહે તે માટે વડગામ - આદરીયાણા રોડ પર નાળાં સાફ કરી પાણીના સહેલા નિકાલ માટે કાર્યરત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), સુરેન્દ્રનગરની ટીમ. #RoadRepair
ચોમાસા દરમિયાન રસ્તાઓ પર માટી જમા થવાથી કે કચરો આવવાથી વાહનો સ્લિપ થવાનો ભય રહે છે. આ સમસ્યાના નિવારણ અર્થે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), સુરેન્દ્રનગર ની ટીમ દ્વારા ઓળક રોડ પર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. #RoadRepair#Monsoon2026 GujaratGovernment #RoadsAndBuildings
ભારે વરસાદના કારણે લખતર–તાવી–શિયાણી સ્ટેટ હાઈવે પર માર્ગને થયેલ નુકસાનને ધ્યાને લઈ માર્ગ અને મકાન પેટા વિભાગ, લીંબડી દ્વારા વરસાદી પાણી ઓસરતાની સાથે જ તાત્કાલિક ધોરણે વેટ મિક્સ વડે મરામત કામગીરી હાથ ધરવામાં આવી.
#RoadSafety#RnBGujarat#LimbdiSubdivision
ત્વરિત કામગીરી: માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ધ્રાંગધ્રા - રાજપર - કંકાવટી રોડ પર WMM પેચવર્કનું કામ ચાલુ! નાગરિકોની સુગમ અવરજવર અને માર્ગ સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. #RoadRepair#Monsoon2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે સાવલાસ ગામ પાસે પાટડી હાઇવે પર ડાયવર્ઝનમાં ધોવાણ થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને ડાયવર્ઝનનું સમારકામ પૂર્ણ કરી રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
વરસાદ બંધ થતાં જ માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા મૂળી - સારા રોડ પર યુદ્ધના ધોરણે પેચવર્ક પૂર્ણ કરી રસ્તો મોટરેબલ કરાયો. નાગરિકોની સુગમ અને સુરક્ષિત મુસાફરી માટે તંત્ર સતત કટિબદ્ધ છે. #Monsoon2026#GujaratGovernment#RoadsAndBuildings#MonsoonUpdates
ત્વરિત કામગીરી દિગ્સર - દાણાવાડા રોડનું સમારકામ ચાલુ નાગરિકોની સુરક્ષા અને વાહનવ્યવહાર અવરજવર માટે સુગમ રહે તે હેતુથી, વરસાદી માહોલ વચ્ચે પણ માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. #Monsoon2026#GujaratGovernment
ચાલુ વરસાદમાં પણ પ્રજાની સુવિધા માટે તંત્ર સતત સેવામાં!
દૂધરેજ - વાણા - માલવણ - પાટડી - બહુચરાજી રોડ નાગરિકોની સલામતી અને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર ની ટીમ દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. #Monsoon2026
તવી-તળશાણા -વડેખાણ રોડ પર આવેલ કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. પાણી ઉતરતાંની સાથે જ માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા સ્થળ પર ત્વરિત ચકાસણી કરી રસ્તાને સાફ-સફાઈ સાથે વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરવામાં આવ્યો
ગાવાના - બુબવાના - પાનવા રોડ પર પડેલા ખાડા અને રસ્તાના ધોવાણને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા તાત્કાલિક અસરથી રસ્તાના રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું