चुनौती चाहे कितनी भी बड़ी और अप्रत्याशित क्यों न हो, 'नया भारत' न तो अपने संकल्पों से पीछे हटता है और न ही अपनी गति धीमी करता है।
- प्रधानमंत्री श्री @narendramodiजी
ચાય પે ચર્ચા
રાજપીપળા નગરપાલિકા સભ્ય શ્રી ગીતાબેન પાટણવાડીયાની ચાની કીટલી પર સહકાર્યકર્તાઓ સાથે સ્નેહભરી મુલાકાત અને ચાય પે ચર્ચા યોજાઈ.
જેમાં જિલ્લા પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી,
જિલ્લા મહામંત્રી શ્રી આશિષભાઈ પટેલ તથા શ્રી હિતેશભાઈ વસાવા,ડેડિયાપાડા તાલુકા મહામંત્રી શ્રી રમેશભાઈ વસાવા,પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી હરેશભાઈ વસાવા અને એડવોકેટ શ્રી રાજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
#chaipecharcha #rajpipla #bjp4narmada #sangathan
ટેકનોલોજી સાથે તાલીમ, સેવા સાથે સમર્પણ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન-2026 અંતર્ગત શ્રી કમલમ્, નર્મદા ખાતે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મના મેરિટ સર્ટિફિકેટ કોર્સ અંગે એસ.સી મોરચાના હોદેદારશ્રીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને પ્રદેશ એસ.સી મોરચા દક્ષિણ ઝોન ઈન્ચાર્જ શ્રી હર્ષદભાઈ પરમારજી સાથે સંગઠનના કાર્યોને ટેકનોલોજીથી વધુ મજબુત અને છેવાડાના વ્યક્તિ સુધી યોજનાઓ પહોંચાડવા અંગે ચર્ચા કરાઈ.
#scmorcha #GUJARAT #BJPNARMADA #NARMADA #DIGITALLEARNING
ખડગદા જિલ્લા પંચાયત કાર્યકર્તાઓ, આગેવાનો, બૂથ પ્રમુખો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ મંડલના હોદ્દેદારો સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી આયોજન અંગે વિસ્તૃત બેઠક યોજાઈ.
સૌના સૂચનો, સમન્વય અને સમર્પણથી સંગઠનને નવી દિશા અને વધુ ગતિ મળશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
#bjp #narmada #Gujarat
ગુજરાતના સાણંદમાં શરૂ થનાર CG સેમી OSAT ફેસિલિટી દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આ પ્રોજેક્ટથી અદ્યતન ટેક્નોલોજી, રોજગારીની નવી તકો અને વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન મળશે.
#SemiconHubBharat
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ચૂંટણી–૨૦૨૬ અંતર્ગત શ્રી કમલમ ડેડીયાપાડા ખાતે બેઠક યોજાઈ.
યોજાયેલી આ બેઠકમાં આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીને લઈને વ્યાપક ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા ઉપ પ્રમુખ શ્રી ખેમરાજભાઈ તડવી, ડેડીયાપાડા મંડળ પ્રમુખ શ્રી મનસુખભાઈ વસાવાજી, મંડલ મહામંત્રી શ્રી રમેશભાઈ વસાવાજી તેમજ મંડળના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્ર સંયોજકોશ્રીઓ, શક્તિ કેન્દ્ર પ્રભારીશ્રીઓ અને બુથ પ્રમુખશ્રીઓ ઉત્સાહભેર હાજરી આપી અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
બેઠક દરમિયાન જીતવા સક્ષમ, જનસેવામાં સમર્પિત અને સંગઠનને મજબૂતાઈ મળે એ અંગે વિસ્તૃત મંત્રણાઓ થઈ, જે આગામી ચૂંટણીમાં ભવ્ય જીત માટે મજબૂત પાયો સાબિત થશે. આ પ્રસંગે સંગઠનની મજબૂતી, સશક્ત નેતૃત્વ અને જનવિશ્વાસ સાથે આગળ વધવાની દિશામાં સ્પષ્ટ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
બૂથ મજબૂત તો જીત સુનિશ્ચિત
ડેડીયાપાડા વિધાનસભામાં વિકાસના સંકલ્પ સાથે નવાગામ મંડાળા ડેડીયાપાડા જિલ્લા પંચાયત વિસ્તારોમાં સક્રિય બેઠકો યોજાઈ હતી.
આ બેઠકોમાં સંગઠનની મજબૂતી અને ચૂંટણી પૂર્વેની તૈયારીને વધુ ગતિ આપવામાં આવી.
આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે દ્રઢ આયોજન કરવામાં આવ્યું તેમજ દરેક કાર્યકર્તા સુધી જવાબદારી પહોંચે અને દરેક બૂથ મજબૂત બને તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
#bethak #election #bjp #teamnarmada
માતૃઆશીર્વાદની છાંયડીમાં જીવનની દરેક લડાઈ જીતાય છે.'
પવિત્ર ચૈત્રી નવરાત્રીના અવસરે માતૃશક્તિના ચરણોમાં મળેલા આ અમૂલ્ય આશીર્વાદથી મારો સેવા-સમર્પણનો માર્ગ વધુ પ્રકાશમય થયો છે.પ્રવાસના દરેક પગલે માતા-બહેનોના આશીર્વાદ અને અપાર સ્નેહ મને અજેય બનાવે છે. માતા-બહેનોનો પ્રેમ અને વિશ્વાસ જ છે મારી સૌથી મોટી તાકાત જે ક્યારેય ઝાંખી પડતી નથી!
જય માતાજી!
#neelrao #bjp #narishakti #gujarat
77માં ગણતંત્ર દિવસની ઉજવણી નર્મદાના રાજપીપળા ખાતે કમલમ્ માં કરવામાં આવી.
ભારતની સાચી તાકાત તેના બંધારણમાં રહેલી છે.દરેક નાગરિકને સમાન અધિકારો, સન્માન આપે છે ત્યારે ફક્ત શબ્દોમાં નહીં,પ્રામાણિકતા, સેવા અને બંધારણીય મૂલ્યો સાથે લોકશાહીને મજબૂત બનવા કટિબધ્ધ થયા.
#RepublicDay2026
ગુજરાત સરકારના માનનીય મંત્રી તથા અંકલેશ્વરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલજીને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ 💐
આપશ્રીના નેતૃત્વમાં નર્મદા જિલ્લો સર્વાંગીય સુખ સુવિધા પ્રાપ્ત કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે.
આજરોજ શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે સંગઠનાત્મક બેઠક યોજાઈ.
આ બેઠકમાં ભરૂચ લોકસભા સાંસદ શ્રી @MansukhbhaiMp જીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી દિવસોના આયોજનો અંગે તથા જન-સમસ્યાઓના ત્વરિતપણે નિવારણ માટે વિસ્તૃત ચર્ચા કરી.