@Ravisutanjani Yes really digital transformation done all over sector then only true meaning of digital India and good governance and also save tree cutting and also smoke free india if digital really applied to all field.
ICMR invites applications for Scientist D (Medical) - Clinical Trials (02) via direct recruitment.
Contribute to cutting-edge biomedical research & evidence-based healthcare.
Apply: 🔗https://t.co/fMcEO8pCOk
🗓️Last Date: 29 June 2026 (5:30 PM)
Details: https://t.co/OtK27xhqaR
Dear @PMOIndia,
Please increase the yearly salaries of all government employees, but in return, we want zero corruption, better roads, advanced healthcare, and efficient public services.
Constitutional Posts
President of India - ₹30 crore
Vice President of India - ₹20 crore
Prime Minister of India - ₹35 crore
Chief Justice of India - ₹18 crore
Supreme Court Judge - ₹12 crore
High Court Chief Justice - ₹8 crore
High Court Judge - ₹6 crore
Union Government
Cabinet Minister - ₹22 crore
Minister of State (Independent Charge) - ₹15 crore
Minister of State - ₹10 crore
Member of Parliament (Lok Sabha/Rajya Sabha) - ₹3 crore
State Governments
Chief Minister (Large State) - ₹18 crore
Chief Minister (Medium State) - ₹15 crore
Chief Minister (Small State) - ₹12 crore
State Cabinet Minister - ₹8 crore
MLA - ₹1.5 crore
IAS
Cabinet Secretary - ₹25 crore
Chief Secretary (State) - ₹12 crore
Secretary to Government of India - ₹10 crore
Additional Secretary - ₹8 crore
Joint Secretary - ₹5 crore
Director - ₹3 crore
Deputy Secretary - ₹2 crore
District Collector / DM - ₹1.5 crore
Sub-Divisional Magistrate - ₹80 lakh
IPS
Director of Intelligence Bureau - ₹20 crore
Director of CBI - ₹18 crore
Director General of Police (DGP) - ₹12 crore
Additional DGP - ₹8 crore
Inspector General (IG) - ₹5 crore
Deputy Inspector General (DIG) - ₹3.5 crore
Superintendent of Police (SP) - ₹2 crore
Additional SP - ₹1.2 crore
DSP / ACP - ₹80 lakh
Inspector - ₹50 lakh
Sub-Inspector - ₹30 lakh
Head Constable - ₹18 lakh
Constable - ₹12 lakh
Indian Armed Forces
Chief of Defence Staff (CDS) - ₹25 crore
Army Chief - ₹22 crore
Navy Chief - ₹22 crore
Air Force Chief - ₹22 crore
Army Commander - ₹15 crore
Lieutenant General - ₹10 crore
Major General - ₹6 crore
Brigadier - ₹4 crore
Colonel - ₹2.5 crore
Lieutenant Colonel - ₹1.8 crore
Major - ₹1.2 crore
Captain - ₹80 lakh
Lieutenant - ₹50 lakh
Government Engineers
Chairman, NHAI - ₹12 crore
Chairman, ISRO - ₹18 crore
Chairman, DRDO - ₹18 crore
Chief Engineer - ₹4 crore
Superintending Engineer - ₹2.5 crore
Executive Engineer - ₹1.5 crore
Assistant Engineer - ₹80 lakh
Junior Engineer - ₹40 lakh
Indian Foreign Service (IFS)
Foreign Secretary - ₹15 crore
Ambassador (Major Country) - ₹10 crore
High Commissioner - ₹8 crore
Consul General - ₹4 crore
First Secretary - ₹2 crore
Education
University Vice-Chancellor - ₹5 crore
IIT Director - ₹8 crore
Professor - ₹2 crore
Associate Professor - ₹1.2 crore
Assistant Professor - ₹80 lakh
Government School Principal - ₹1 crore
Government Teacher - ₹40 lakh
Healthcare
AIIMS Director - ₹12 crore
Government Hospital Dean - ₹6 crore
Senior Specialist Doctor - ₹4 crore
Specialist Doctor - ₹2 crore
Medical Officer - ₹80 lakh
Staff Nurse - ₹25 lakh
Public Sector Undertakings (PSUs)
Chairman of Maharatna PSU - ₹20 crore
CMD of Major PSU - ₹12 crore
Director (Finance/Operations) - ₹6 crore
General Manager - ₹3 crore
Deputy General Manager - ₹1.5 crore
People are okay with the government paying high salaries to its employees because we are already losing huge amounts of money to corruption. In return, all people want is a promise of world-class public services, infrastructure, healthcare, education, and governance.
@GujaratPolice FIR Mangrol police station Ta. Mangrol Dist.Surat. ખાતે કરેલ હતી.Please do needful for further action..📝We are very thankful to @dgpgujarat@sanghaviharsh if my recovery will get ASAP.🙏
સુરત મહાનગરપાલિકા તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના વિસ્તારની સ્વચ્છતા જાળવવા માટે શ્રમદાન આપે. હવે નાગરિકો પોતાના શ્રમદાનની જાણ સીધી સુરત મહાનગરપાલિકાને કરી શકે છે. આ સુવિધા સુરત મહાનગરપાલિકાના મોબાઇલ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે.
નાગરિકો એપ્લિકેશન દ્વારા સરળતાથી પોતાના શ્રમદાનની વિગતો નોંધાવી શકે છે. આ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની માહિતી અહી આપેલ માર્ગદર્શક વીડિયો ઉપલબ્ધ છે.
👉 અપીલ:
સુરત શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે દરેક નાગરિક સ્વયંપ્રેરિત રીતે શ્રમદાનમાં જોડાય એવી નમ્ર અપીલ છે. આપનો નાનો પ્રયાસ પણ શહેરની સ્વચ્છતા અભિયાનમાં મોટો ફાળો આપી શકે છે.
સુરત મહાનગરપાલિકા આશા રાખે છે કે નાગરિકો ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં ભાગ લેશે અને "સ્વચ્છ સુરત, સુંદર સુરત"ના સપનાને સાકાર કરશે.
#VolunteerForCleanliness #MyCityMyDuty #TogetherForSurat #SwachhBharatMission #SMC #SuratMunicipalCorporation
નાગરિક સેવાઓને હવે વધુ સરળ અને પારદર્શક બનાવવાનો અભિગમ...
સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે; કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું...
આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર 'સ્વઘોષણા'ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી.
કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.
#GujaratGovernment
#આઘાપાછી
✍️આને રાજનૈતિક ચશ્મા ઉતારીને વાંચવું.
મારાં ઘરમાં કોઈ મારી વાત નથી માનતાં કે નથી સાંભળતાં તો કાંઈ વાંધો નહીં, પણ જો વડા પ્રધાન કે દેશની સરકાર મારું ન સાંભળે તો હું જાતજાતની ગાળો બોલવા માંડું છું.
બહુ જ ચિંતાનો વિષય છે, દેશ વિકટ પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે.
ગાડીઓના શો-રૂમમાં જાઓ તો નવા મોડલ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગ્રાહકોને છ-છ મહિના સુધી નવી ગાડીઓની રાહ જોવી પડી રહી છે.
રેસ્ટોરેન્ટમાં જાઓ તો ખાલી ટેબલ મળતું નથી ઘણા રેસ્ટોરેન્ટોમાં તો જમવા માટે લાંબી લાઈનો લાગી હોય છે. શોપિંગ મોલમાં પાર્કિંગની જગ્યા નથી હોતી એટલી ભારે ભીડ જોવા મળે છે.
કેટલીયે મોબાઈલ કંપનીઓના મોડલ લોન્ચ થતાંની સાથે જ આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે એપલનો નવો ફોન આવતાની સાથે જ લોકો ખરીદવા માટે પડાપડી કરે છે.
ઓનલાઈન શોપિંગના આ સમયમાં પણ અને વર્કિંગ-ડેના દિવસે પણ બજારોમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. દરરોજ બજારમાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે.
એક તરફ ઓનલાઈન શોપિંગ ઈન્ડસ્ટ્રી બહુ મોટી તેજીમાં ચાલી રહી છે, પણ બીજી તરફ લોકો એમ કહે છે કે પેટ્રોલના ભાવ વધારીને સરકારે અમારી કમર તોડી નાખી છે.
મારા ઘરમાં જ્યારે બિનજરૂરી લાઈટો અને પંખા ચાલુ હોય છે કે ટીવી ચાલતી હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી, પણ જેવું વીજળી બિલ વધુ આવે ત્યારે મારી અંતરાત્મા અંદરથી રોઈ જાય છે.
જ્યારે મારાં છોકરાં ૧૬ ડિગ્રી પર એસી ચલાવીને માથે ધાબળો ઓઢીને સૂવે છે ત્યારે હું કંઈ નથી બોલી શકતો, પણ વીજળીના ભાવ વધવાથી મારો પારો અચાનક વધી જાય છે.
જ્યારે ઘરમાં પાણી ગરમ કરવાનું ગીઝર ચોવીસ કલાક ઓન રહેતું હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી, પણ વીજળીના ભાવ અને લાઈટ બિલ વધારે આવતાં મને મોટી તકલીફ થાય છે.
ઘરમાં પત્ની કે પછી કામવાળી બાઈ રાંધણ ગેસ બરબાદ કરે છે ત્યારે મારી જીભ કાંઈ નથી કહેતી, પણ ગેસના ભાવ વધતાંની સાથે જ મારી જીભ કાતરની જેમ ચાલવા માંડે છે.
ટ્રાફિકની રેડ લાઈટ પર મને કાર, બાઈક કે સ્કૂટી બંધ કરવાનું બિલકુલ પસંદ નથી ઘરથી થોડે જ દૂર દૂધ લેવા જવું હોય તો પણ હું સ્કૂટી કે બાઈક લઈને જ જાઉં છું.
વીકેન્ડમાં બિનજરૂરી દશ-વીસ કિલોમીટર ગાડી ચલાવી જ લઉં છું, પણ પેટ્રોલનો ભાવ એક રૂપિયો પણ વધે એટલે આપણને અંદરથી બહુ મોટું મરચું લાગી જાય છે.
હું મારા પગારના વધારા માટે સરકારને સતત કોસતો રહું છું, પણ જ્યારે કામવાળી બાઈનો પગાર વધારવાનો હોય કે શાકભાજીની લારી પર વધારે પૈસા ચૂકવવાના હોય ત્યારે મારું બીપી વધી જાય છે.
મારાં છોકરાં મારી વાત નથી માનતાં કે નથી સાંભળતાં તો કાંઈ વાંધો નહીં, પણ જો વડા પ્રધાન કે દેશની સરકાર મારું ન સાંભળે તો હું જાતજાતની ગાળો બોલવા માંડું છું.
કેમ કે હું આઝાદ દેશનો એક આઝાદ નાગરિક છું દેશની આખી સરકાર બદલી દઈશ, પણ હું પોતે મારી કોઈ કુટેવ કે આદત ક્યારેય નહીં બદલું.!!
મિત્રો, ભલે આ વ્યંગ છે પણ આ છે આપણા દેશ અને દેશના નાગરિકોની અસલી હકીકત.!! 😁
આ લખાણમાં વ્યંગની સાથે દરેક ભારતીય નાગરિકની જીવનશૈલી અને વિચારસરણી પર ફોકસ કરવાની એક સાચી કોશિશ કરવામાં આવી છે.
સરસ, ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે "જો બીસીજી (BCG) રસી લીધી જ છે, તો પણ ટીબી (TB) કેમ થાય છે?"
1️⃣ BCG રસી સંપૂર્ણ 'કવચ' નથી, પણ 'જીવરક્ષક' છે
બીસીજી રસી કોરોના કે અન્ય રસીઓની જેમ ટીબી થવા સામે ૧૦૦% ગેરંટી નથી આપતી. પરંતુ, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે જો ભવિષ્યમાં ટીબી થાય, તો પણ તે ગંભીર સ્વરૂપ ન લે.
2️⃣ બાળકોને જીવલેણ ટીબીથી બચાવે છે
BCG રસી મુખ્યત્વે નાના બાળકો માટે ખૂબ જ જરૂરી છે. જો કોઈ બાળકને નાનપણમાં આ રસી ન આપવામાં આવે, તો તેને મગજનો ટીબી (Tubercular Meningitis) અથવા આખા શરીરમાં ફેલાઈ જતો ટીબી (Miliary TB) થવાનું ભારે જોખમ રહે છે. આ બંને પ્રકારના ટીબી બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. BCG રસી બાળકોને આ જીવલેણ પરિસ્થિતિથી બચાવે છે.
3️⃣ સમય જતાં રસીની અસર ઓછી થાય છે
બાળપણમાં મુકેલી BCG રસીની અસર જેમ જેમ વ્યક્તિ મોટો થાય (યુવાન કે વૃદ્ધ થાય) તેમ તેમ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. તેથી જ મોટી ઉંમરે જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે, અથવા તે કોઈ ટીબીના દર્દીના સતત સંપર્કમાં આવે, તો તેને ફેફસાનો ટીબી થઈ શકે છે.
4️⃣ ટીબીનો રોગ થવા કે ન થવા માટે શરીરની તાસીર, આસપાસનો માહોલ(અન્ય કોઈ દર્દીની હાજરી), પોષણ, પોતાની રોગપ્રતિકારક શક્તિ જેવા ઘણા બીજા કારણ પણ જવાબદાર છે.
સરળ શબ્દોમાં સાર:
👉🏽જેમ ગાડીમાં 'એરબેગ' હોવા છતાં અકસ્માત થઈ શકે છે, પણ એરબેગ માણસનો જીવ બચાવી લે છે; બરાબર તેમ જ, BCG રસી લીધા પછી પણ ટીબી થઈ શકે છે, પણ તે ટીબીને જીવલેણ બનવા દેતી નથી. એટલા માટે દરેક નવજાત બાળકને BCG રસી આપવી ખૂબ જ જરૂરી છે.