✍️ બરાબર કહેતા હતા સ્વ. મનમોહન સિંહ પૈસા ઝાડવે થોડા ઉગે છે હાલી નીકળ્યા છો બધા.
મતલબ પેટ્રોલ મોંઘુ થશે.
અને કોઈએ રેણુકાજીની વાત માની નહીં અને બધા ગરીબો એ બાટલા લઈ લીધા.
ગેસ ગરીબો માટે હતો જ નહીં પણ મોદીએ બાટલા પકડાવી દીધા હવે ભોગવો.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
‘ચેલૈયાનું હાલરડું’ પાછળની આ કથા તમને હચમચાવી નાખશે..!!
આજથી લગભગ 1300 વર્ષ પેલા જુનાગઢના બિલખા ગામે શેઠ સગાળશા, તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા. આતિથ્યભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ શેઠ સગાળશાનું નામ લેવાય છે. શેઠ અને તેમના પત્ની સદાવ્રત ચલાવે છે. સમાજના દરેક વર્ગના લોકોને જમાડે છે. દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાળશાના અન્નના ભંડારા ખુલ્લા જ રહે છે, બધી વાતે સુખ હોવા છતા એમને શેર માટીની ખોટ છે. સંતાન વગર એના ખોરડા સૂના છે. એક જોગંદરના કહેવાથી પતિ-પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જ્માડયા વગર ભોજન ન લેવું. આ વ્રતને લીધે તેમને ત્યાં પુત્ર જન્મ થાય છે નામ રાખે છે ‘ચેલૈયો’.
એક વખત સતત નવ દીવસ સુધી મુશળધાર વરસાદના કારણે કોઈ અતિથિ નજરે પડતું નથી એટલે નવ દિવસ સુધી બંને ભૂખ્યા રહે છે. અંતે દંપતી કોઈ ભૂખ્યાને શોધવા નીકળ્યા, ગામને પાદર અવાવરુ જગ્યામાં તેમને એક અઘોરી મળ્યા. સાવ અસ્ત-વ્યસ્ત રૂપ, મેલો – ઘેલો, દેખાવ અને શરીરે રક્તપિત!! દંપતી તેમને જમવા આવવાની આજીજી કરી, ત્યારે અઘોરીએ કીધું કે, “તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો...!” છતાં પણ ખૂબ આગ્રહ કરીને અઘોરીને ઘરે લાવ્યા, સ્નાન કરાવ્યું, પાટાપિંડી કરીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધર્યો. અઘોરી ગુસ્સે થઈ, થાળીને ઠોકર મારી કહે છે કે, “અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ..!”
હવે વણિકના ઘરમાં માંસ ચૂલે કઈ રીતે ચડે? પણ, જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે. આખરે તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરીને તેમની પત્નીને રાંધવા આપે છે અને એ રાંધેલું માંસ અતિથિને પીરસવામાં આવે છે. ત્યાં અતિથિ ફરી રોષે ભરાઈ થાળીનો ઘા કરે છે. અને કહે છે કે, “શેઠ! અમે રહ્યા અઘોરપંથી...અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ-માંસ સિવાય કઈ ન ખપે..!”
હવે દંપતી વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણે અન્ય માનવજીવનનો ભોગ ન આપી શકીએ. અઘોરી કહે છે કે, “મને તો કૂણું માંસ જ ખપે..! એટલે તમારા દીકરા ચેલૈયાને જ રાંધીને મને પીરસો..!! "
આ બાજુ ચેલૈયો નિશાળે ગયો હોય છે અને એને કોઈ કહે છે કે ઘરે ન જઈશ, ભાગી જા બાકી તારા માં-બાપ તને મારી નાંખશે..!! ત્યારે ચેલૈયો કહે છે કે,
“ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ન ઝીલે ભાર,
મેરુ સરિખા ડોલવા લાગે એને આકાશનો આધાર
મેરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ન ચૂકે...!”
ચેલૈયો ઘરે આવે છે પણ પોતાના એકના એક દીકરાને મારતા માં-બાપનો જીવ કેમ ચાલે? ત્યારે એ બાળ ચેલૈયો પોતાના હાથે જ પોતાનું માથું ઉતારીને માં-બાપના ચરણોમાં ધરી દે છે..
ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે, ત્યારે અઘોરી કહે છે કે,“મારે તો મસ્તકનું ભોજન જોઈએ..!” વધુમાં તેઓ કહે છે કે, “ચેલૈયાનું મસ્તક ખાંડણીમાં ખાંડો, તમે બંને લગ્નના જોડામાં તૈયાર થઈને હાલરડું ગાતા-ગાતા એને ખાંડો, માથું ખાંડતી વખતે તમારા આંખમાંથી એક પણ આંસુ ન પડવું જોઈએ.!!” દંપતી અઘોરીની બધી શરતો પૂરી કરે છે અને ખાંડેલુ અને રાંધેલું ચેલૈયાનું એ મસ્તક અઘોરીને પીરસાય છે ત્યારે અઘોરી કહે છે કે, “હું વાંજીયા(સંતાન વગરના)ના ઘરનું ખાતો નથી..!” આ સાંભળી રાણી ચંગાવતી કટારી કાઢીને પોતાના પેટમાં રહેલ 4 માસના ગર્ભને કાઢવા કટારી ઉગામે છે અને હરિ પ્રસન્ન થઈ, સાક્ષાત દર્શન આપે છે અને મૃત પુત્ર ચેલૈયો પણ પાછો આપે છે.
અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતાં મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાળશા અને રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે.
ચેલૈયા માટે ગવાયેલું આ હાલરડું લોકસાહિત્યમાં આજે પણ સચવાયેલું છે..
કંઠ – પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ
(લોકસાહિત્યની આ આખી શ્રેણી તમે પ્રોફાઇલના ‘Highlight’ સેકશનમાં માણી શકો છો)
#Gujarat #GujaratiSahitya