✍️ એક બનેલી સત્ય ઘટના તમારી આસ્થાના કોડીયામાં તેલ પૂરી જશે.
���ૈનપૂરી તરીકે એક જમાનાનું જાણીતું નગર એટલે અમદાવાદ ત્યાં એક ડોક્ટર પરિવાર રહે પતિ પત્ની બંન્ને ડોક્ટર.
ડોક્ટર સુધા ગાયનેકોલોજીસ્ટ.
આખા શહેરમાં બંન્નેની ખ્યાતિ સેવાભાવી ને સફળ સર્જન તરીકેની હતી એમના નર્સિંગ હોમમાં હંમેશા ભરતી જ રહેતી.
એક રાતની વાત છે ડોક્ટર સુધા ઘેર આવ્યા ને કામકાજ આટોપી સુતા દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી.
રાત્રે 12:00 વાગે વારંવાર મોબાઈલની રિંગ વાગી એ જાગ્યા આંખ ઊઘડતી નો'તી.
તો'ય નંબર જોયો, તો પોતાના નર્સિંગ હોમથી જ સિસ્ટરનો ફોન હતો.
સિસ્ટરે એ કહ્યું : મેડમ આપ જલ્દી આવો એક પેશન્ટને પેટમાં ભયાનક દુઃખાવો ઉપડ્યો છે પ્લીઝ,મોડું ના કરતા.
ડોકટર સુધા ઉઠ્યા ઘરમાં આજે ડોકટર સાહેબ પણ ન હતા.
નાની ઘોડીયામાં સૂતેલી દિકરીને જોઈ એકવાર થયું હું જઈશ ��ે આ જાગશે, તો એને દૂધ કોણ પીવડાવશે? પણ પાછો તુરંત પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યો ને ડૉક્ટરે તુરંત હાથ ધોયા, ને એક બોટલ દૂઘ ભરીને ઘોડીયામાં મૂકી દીધી.
પણ પગને માતૃત્વ ઉપડવા નો'તા દેતા. ત્યાં જ ફરી ફોન આવ્યો, જલ્દી આવો મેડમ.
ડોક્ટર સુધાએ એકવાર દિકરીને માથે હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતરી ગાડી દોડાવી નર્સિંગ હોમ તરફ.
નર્સિંગ હોમમાં આવીને જોયું તો બાઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે બીજી જ મિનિટે ડોક્ટર સુધાનો જાદુઈ હાથ કામે લાગી ગયો ને.. 3 કલાકના સફળ ઓપરેશને બાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી.
પીડાતી બાઈનો પીડામાંથી છૂટકારો થયો ને સ્વજનોએ આંસુ ભરીને ગળગળા સાદે ડોક્ટર સુધાનો ખૂબ-ખૂબ આભાર માન્યો અને કહ્યું, અમારી પુત્રવધૂ અન�� પૌત્રીના જીવનદાતા તમે છો ભગવાન તમારું ભલું કરશે.
ડૉક્ટરે સ્મિત આપી થેંક્યૂ કહીને જરુરી સૂચના આપી, ગાડી ફુલ સ્પીડમાં દોડાવી જો કે ગાડી કરતા પહેલા એમનું દિલ દિકરી પાસે ક્યારનું'ય પહોંચી ગયું હશે.
એક મિનિટ....સ્ટોરી પછી વાંચજો.
આજ દિકરા-દિકરી જ્યારે મોટા થઈ મા-બાપનું દિલ તોડી ક્યાંક બીજે દોડી કે ચાલ્યા જતા હશે, ત્યારે એ દિલનું દર્દ કદાચ, એના સિવાય કોઈ કલ્પી નહિ શકે, એટલુ ભારી ને વસમુ હશે! મોઢા જોઈને કોઈની પાછળ દોડી જતા પહેલા તું એટલું વિચારજે રૂપ અને મુખ જોઈને તને પ્રેમ કરનારા પાછળ પાગલ થઇ તું માત્ર તને જ તને પ્રેમ કરનારા દિલને દુઃખી કરી રહ્યો છે ને સાચુ તો એ કે, તું ગદ્દારી કરી રહ્યો છે.
ડોક્ટર સુધા પોતાના બંગલે આવી દૂરથી જ ઘોડીયામાં સુતેલી બાળકીને જોઈ બાળકી નિરાંતે પોઢી રહી હતી.
ડો. સુધાનો ��ીવ હેઠો બેઠો પણ ત્યાં જ જોયું તો, બાજુમાં ખુલ્લી બેગ પડી હતી, કપડા વેરાયેલા હતા, તિજોરી તૂટેલી હતી એક પોટલું બાંધેલુ પડ્યું હતું ડૉક્ટરે તુરંત પોટલું ખોલ્યું, તો એ દાગીનાની પોટલી હતી.
ડો .સુધા હેબતાઈ ગયા ગભરાતા પગે એ સૂતેલી દિકરી પાસે દોડ્યા એને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો.
ત્યાં જ ડો.ની નજર દૂધની બોટલ પર પડી દૂધ ઘણું બધું ખાલી થઈ ગયેલું હતું Doctorને થયું, આ બધુ શું?
ચોર ચોરી કરવા આવ્યો કશું જ લીધા વગર ચાલ્યો ગયો?
ત્યાં જ દિકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ ડૉક્ટરે ચિઠ્ઠી ખોલી એમાં બે-પાંચ વાક્યો લખેલા હતા........
હું આવ્યો'તો ચોરી કરવા પણ ઘોડીયામાં સૂતેલી દિકરી રડતી હતી. એટલે મેં એને બોટલમાંથી દૂધ પીવડાવ્યું દાગીના ને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મરી ગયેલી દિકરીની યાદ આવી,ને મારા મને કહ્યું, આ જીવતી દિકરીને દૂધ પીવડાવ્યું હવે દિકરીને ઘેર ચોરી કરાય?
ને મારા consciousness એ મને bite કર્યું ને હું ચોરી ના કરી શક્યો બસ! દિકરીને સંભાળજો.
ને આટલું વાંચતા તો ડો.ની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા થોડીકવાર સુધી શહેરના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો. સુધા જગ્યાએથી હલી જ ન શક્યા એમણે ભીની આંખે,બે હાથે, ઘોડીયા પાસે જઈ દિકરીને ઊંચકી લીધીને બોલ્યા : પ્રભુ! કો'કની દિકરીને મેં અડધી રાતે બચાવી, તો તમે ચડતી સવારે મારી દિકરીને બચાવી લીધી!
પ્રભુ! મને માફ કરજે એકવાર તો મારા મનમાં થયું,ભલ��ં કરવા અડધી રાતે ઊંઘ છોડી દોડીને ઓપરેશન કર્યું ને મા-દિકરીને બચાવ્યાને એ જ સમયે મારા ઘરમાં ચોરી-ડકૈતી-લૂંટ!!
પણ પ્રભુ! તમે મહાન છો મને માફ કરો. મેં તો કોઈ દિકરીને બચાવી પ્રભુ! તમે તો મારું ધન ને દિકરીનું જીવન,રે મારું આખું ઘર બચાવ્યું. પ્રભુ! તમે વ્યાજ સાથે બદલો આપો છો!
ને ડો. સુધા ભાવાવેશમાં પ્રભુના ફોટા સામે, કર જોડી ઘૂંટણીયે પડી ગયાને બોલ્યા,તારી દયાનો નહિ પાર, તે તો વિસાર્યા મારા દોષને.
સ્ટોરી અહીં પૂરી કરીએ પણ એટલું નક્કી કરજો કે, કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછ��� ના પડીએ.
જો ડો. સુધા અડધી રાતે ગયા ન હોત ને ચોર આવ્યો હોત એનું શું થાત ??
ડો. સુધા સલામત રહ્યા, એક ભલાઈના પ્રતાપે.
યાદ રહે, ભલું કરનારનું ભલું થાય જ !