'નગ્ન સત્ય' એમ કહેવું અનુચિત છે. સત્ય એ સત્ય છે. સત્ય જેવું છે એવું જ છે. ખરેખર નગ્ન કે પછી બીભત્સ, અશ્લીલ, બેશરમ, વગેરે એ તો અસત્ય જ હોઈ શકે.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
અત્યંત અમીર ભગવાન હોવા વિશેની ખાતરી મંદિરમાં જઈને કરતો હોય છે. અત્યંત ગરીબ ભગવાન હોવા વિશેની ખાતરી મંદિરની બહાર ઊભા રહીને કરતો હોય છે.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)