ગૌરવવંતી ક્ષણ!
સમગ્ર શિક્ષા વડોદરાના રિસોર્સ રૂમના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર થયેલ 'વંદે માતરમ્' નાટકનું આકાશવાણી પર પ્રસારણ આજે સાંજે ૬:૩૦ કલાકે 93.9 FM અને 846 kHz પર થશે. આ નાના કલાકારોની અદભુત પ્રતિભા અને દેશભક્તિ અચૂક નિહાળો/સાંભળો!
#DivyangTalent#SSA#Vadodara
તા. ૦૨-૧૧-૨૦૨૬ના રોજ દાદા નગર, કન્વેન્સન સેન્ટર, અડાલજ, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં નવનિયુક્ત વિદ્યા સહાયકોનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો. શિક્ષણ જગતમાં જોડાનાર તમામ નવા શિક્ષકોને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે અનેક શુભેચ્છાઓ!
#VidyaSahayak
રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી - એકતાનગર!
સરદાર પટેલની ૧૫૧મી જન્મજ્યંતિ નિમિત્તે રાજ્યની વિજેતા સ્કૂલ બેન્ડ ટીમો (પીપળાવ અને દ્રોણેશ્વર) એ એકતાનગર ખાતે શાનદાર પ્રદર્શન કર્યું. ગુજરાતના પ્રતિભાશાળી યુવા પ્રતિભાઓનું આ રાષ્ટ્રીય મંચ પર ગૌરવવંતુ પ્રતિનિધિત્વ!
#NationalUnityDay2026
સર્જનાત્મકતા અને કારકિર્દીની નવી દિશા!
ગાંધીનગરની સરકારી શાળાઓના ૩૫ બાળકોએ રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા ખાતે 'ડ્રોઈંગ ડાયલોગ્સ' વર્કશોપ માં ભાગ લીધો. NIDના નિષ્ણાતો દ્વારા બાળકોને ચિત્રકલા અને ડિઝાઇનની બારીકાઈઓ શીખવા મળી!
#nid#designworkshop#samagrashiksha#art_spotlight
દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ!
સમગ્ર શિક્ષા, ALIMCO અને આરોગ્ય ટીમ દ્વારા મોરબી (૧૧૫) અને વડોદરા કોર્પોરેશન (૩૮૦) ના દિવ્યાંગ બાળકોની ચકાસણી કરાઈ. આગામી સમયમાં વ્હીલચેર, હિયરિંગ એઈડ સહિતના સહાયક ઉપકરણો અપાશે!
#CwSN#SamagraShikshaGujarat#ALIMCO#Divyang
વોકેશનલ શિક્ષણને વધુ અસરકારક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પહેલ!
વર્ષ 2026-27માં ભારત સરકારના PAB દ્વારા નવી મંજૂર કરેલ કુલ-1073 વોકેશનલ શાળાઓના આચાર્યશ્રીની તાલીમ ત્રણ ઝોન પાડીને તા.28-10-26 થી તા.30-10-26 દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવી.
#SamagraShiksha#Vocational
પ્રાચીન ગરબા સ્પર્ધામાં KGBV કટાવનો શાનદાર વિજય!
નવરાત્રી મહોત્સવ સ્પર્ધામાં વાવ-થરાદ જિલ્લા ની KGBV કટાવ ની દીકરીઓએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે. હવે આ પ્રતિભાઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે!
#KGBV#Garba#Navratri#VavTharad#GujaratEducation
કલા મહાકુંભમાં લોકનૃત્યમાં શાનદાર વિજય!
અમદાવાદ જિલ્લાના DIET ખાતે યોજાયેલ સ્પર્ધામાં KGBV ભેટાવાડા (તા. ધોળકા) ની ૬ દીકરીઓ એ લોકનૃત્ય માં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
અભિનંદન!
#KalaMahakumbh#KGBV#FolkDance#Ahmedabad#GujaratEducation
રાજયની શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર!
રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટે દિવાળી વેકેશન તા.૦૫/૧૧/૨૦૨૬ થી તા. ૨૫/૧૧/૨૦૨૬ સુધી (૨૧ દિવસ) રહેશે. તારીખ ૨૬/૧૧/૨૦૨૬ થી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે.
#diwalivacation#gujarateducation#samagrashikshagujarat
યોગાસન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ શાનદાર સિદ્ધિ!
KGBV સમઢીયાળા (જિ. જૂનાગઢ) ની વિદ્યાર્થિની સોનલ ભરતભાઈ એ રાજ્યકક્ષાની અંડર-૧૭ યોગાસન સ્પર્ધા માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ-૧૦ માં સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
અભિનંદન!
#yogafitness#kgbvschools#gujarateducation
વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે ‘વેલબીઇંગ કોર્નર’!
માનસિક સુખાકારી, આત્મચિંતન અને સકારાત્મક સંવાદને પ્રોત્સાહન આપતી એક સુંદર પહેલ. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા શરૂ કરાયેલ આ પહેલ શિક્ષણ ક્ષેત્રમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપે છે.
#mentalwellbeingeducation
PM-SHRI શાળાઓ માટે શાળા સલામતી તાલીમ!
GIDM અને સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા ૨૨-૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાયેલ તાલીમમાં શિક્ષકોને શાળા સલામતી, આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષિત શિક્ષણ વાતાવરણ અંગે માર્ગદર્શન અપાયું.
#pmshrischools#schoolsafety#gidm#samagrashikshagujarat
દિવ્યાંગ બાળકો માટે ફિઝિયોથેરાપી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ!
શાળામાં સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા બાળકોને કસરતો અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી શારીરિક ક્ષમતા, સ્નાયુઓની મજબૂતી તથા આત્મવિશ્વાસ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો.
#inclusiveeducation#samagrashikshaguja
🗺️ સ્માર્ટ પેનલ પર નકશાની અંદર રાજ્યની શોધ કરતો વિદ્યાર્થી! 💡
વિદ્યાર્થી સ્માર્ટ બોર્ડ દ્વારા રમત-ગમતમાં ભૂગોળ શીખી રહ્યા છે. ડિજિટલ શિક્ષણથી મૂલ્યાંકન હવે વધુ રસપ્રદ બન્યું છે! 🚀✨
#SmartBoard#DigitalEducation#GujaratEducation
🎮 સ્માર્ટ બોર્ડ પર રમત દ્વારા મૂલ્યાંકન! 💡
પ્રાથમિક શાળા આમદલા, તાલુકો: ગરૂડેશ્વર, જિલ્લો: નર્મદા ખાતે સ્માર્ટ બોર્ડ પર રમત-ગમત દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શિક્ષણને વધુ રસપ્રદ અને આધુનિક બનાવાઈ રહ્યું છે. 🚀✨
#SmartBoard#DigitalEducation#Narmada#GujaratEducation
શ્રી ઢેબર પ્રાથમિક શાળા (તા. વિસાવદર, જિ. જૂનાગઢ) ના બાળ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા-બાદબાકીના દાખલા ગણતા નજરે પડે છે! 📚✨
ગણિતના જટિલ નિયમોને પણ ગણતરીની સરળ અને રસપ્રદ રીતોથી શીખી રહ્યા છે આપણાં બાળકો. ➕➖👏
#ShreeDhebarPriSchool#Visavadar