આજે વઢવાણ વિધાનસભાની ઝાંપોદડ અને મેમકા પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શુભકામનાઓ પાઠવી તેમજ "એક પેડ માઁ કે નામ ૩.૦" અંતર્ગત શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કર્યું.
#ShalaPraveshotsav2026
શાળા સાથે જોડાતું દરેક બાળક, વિકાસશીલ ભારતનું મજબૂત ભવિષ્ય છે.
સુરેન્દ્રનગર ખાતે શ્રી સિદ્ધાર્થ કેળવણી મંડળ સંચાલિત સી. યુ. શાહ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહી બાળકોને શુભકામનાઓ પાઠવી તેમજ 'એક પેડ માઁ કે નામ 3.0' અંતર્ગત વૃક્ષારોપણ કરી, શાળાની મુલાકાત લીધી.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ માત્ર કાર્યક્રમ અંતર્ગત લખતર તાલુકાની અણીયાળી પ્રાથમિક શાળા તેમજ રૂપાળીબા અને કરણસિંહજી પ્રાથમિક શાળા, એ. વી. ઓઝા ગર્લ્સ હાઇસ્કુલ અને સર. જે. હાઇસ્કુલ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, બાળકોને શુભકામનાઓ પાઠવી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત પાટડી શહેર અને પાટડી ગ્રામ્ય પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી, સંવાદ કર્યો.
સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌ કાર્યકર્તાઓ ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્યરત રહે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો.
આજરોજ રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રી @patelishwarsinh જી સાથે વડોદ ડેમ તથા ફૂલગ્રામ સંપની સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી તેમજ જળસંચય, સિંચાઈ સુવિધા અને જનહિતને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.
अबू धाबी के आसमान में जब प्रधानमंत्री मोदी जी के विमान के साथ यूएई के F-16 लड़ाकू विमान कदम से कदम मिलाकर चले, तो वह केवल एक 'एस्कॉर्ट' नहीं बल्कि दो देशों के अटूट भरोसे का प्रतीक था।
भारत-यूएई की यह साझेदारी अब नई ऊंचाइयों को छू रही है। 🇮🇳🤝🇦🇪
#IndiaUAEFriendship#ModiInUAE
આજે વઢવાણ વિધાનસભા વિસ્તારના રૂપાવટી થી રાવળીયાવદર વચ્ચેના ₹૪ કરોડ ના ખર્ચે નવા બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું.
આ આધુનિક અને મજબૂત માર્ગ માત્ર બે ગામોને જોડશે એટલું જ નહીં, પણ આ વિસ્તારના ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનોના સપનાઓને નવી ગતિ આપશે.
જોરાવરનગર સ્થિત જન સંપર્ક કાર્યાલય 'કર્તવ્યમ્' ખાતે નાગરિકો અને કાર્યકર્તા મિત્રો સાથે મુલાકાત કરી.
કાર્યકર્તાઓ અને ઉપસ્થિત નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી, તેના ત્વરિત અને યોગ્ય નિરાકરણ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.
સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવાની નેમ સાથે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું.
નાગરિકોની પડખે ઊભા રહી તેમને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા પ્રદાન કરવા ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે.