તમામ મિત્રોને એક અરજ છે કે અન્ય કોઈ જગ્યાએ પોતાને શિક્ષક તરીકે નોકરી મળી ગઈ હોય અથવા 6થી8માં તમારે કચ્છમાં લેવું હોય તો મહેરબાની કરીને માત્ર જિલ્લો પસંદ કરી અને અહીંયા સામાન્ય ભરતીમાં સીટો ન બગાડશો...કેમ કે અમે અહીંયા એક એક સીટ માટે તરસી રહ્યા છે..✍️🙏🏻
તમામ મિત્રોને એક અરજ છે કે અન્ય કોઈ જગ્યાએ પોતાને શિક્ષક તરીકે નોકરી મળી ગઈ હોય અથવા 6થી8માં તમારે કચ્છમાં લેવું હોય તો મહેરબાની કરીને માત્ર જિલ્લો પસંદ કરી અને અહીંયા સામાન્ય ભરતીમાં સીટો ન બગાડશો...કેમ કે અમે અહીંયા એક એક સીટ માટે તરસી રહ્યા છે..✍️🙏🏻
🛑Re-post અને શેર કરજો.
https://t.co/YpPoAQdPcc
👆જિલ્લા પસંદગી લોકેશન👆
પથિકા બસ સ્ટેશનથી 4.6કિમી અંતર થાય છે.✍️🙏🏻👍
તમારા જે જે સાથી મિત્રો જિલ્લા પસંદગી માટે આવે છે તેમને મેસેજ ફોરવર્ડ કરી દેજો.
📍ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફલાઈન વિધાર્થી સેવા જેવી કે માર્કશીટ-પ્રમાણપત્ર વેરીફિકેશન, વિદેશ જવા સીલકવર(HRD/ATTESTED), માર્કશીટ-પ્રમાણપત્રમાં નામ, અટક, પિતાના નામ અને જન્મતારીખમાં સુધારો, ટેટ વેરીફિકેશન, ટેટ ડુપ્લિકેટ માર્કશીટ જેવી સેવાની ફી બેંક મારફતે ચલણ દ્વારા ભરાવવામાં આવતી હતી. સદર ફી વિધાર્થી/વાલીએ બેંકમાં જઈને રૂબરૂ ચલણ મારફતે ભરવી પડતી હતી. આ વ્યવસ્થામાં સુધારો કરીને QR કોડ મારફતે UPI, નેટબેંકિગ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ મારફતે ફી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેની સબંધીતોએ નોંધ લેવા વિનંતી છે.
🔥ધોરણ ૬ થી ૮ સૂચના🔥
🛑નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૧૯/૨૦૨૫ અને સંલગ્ર પીટીશનમાં તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના ક૨વામાં આવેલ હતી. આ સમિતિ દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ દ૨મ્યાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે.
📍ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષાંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોઈ તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ના ઉમેદવારોની મેરીટયાદી પ્રસિધ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
📍વધુમાં ઉકત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઈટ ઉપર મુકવામાં આવનાર હોઈ તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઈટ જોવા જણાવવામાં આવે છે.