💫મળતી માહિતી મુજબ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી 2024/25 માં બાકી રહેતી સ્પેશિયલ #કચ્છ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનની પ્રકિયા અને #વેઇટિંગ માટે #જાન્યુઆરી_2026 નું પ્રથમ સપ્તાહ શુભ રહે તેવી શુભકામનાઓ તેમજ નવી #TAT પરીક્ષાની તૈયારી કરતા મિત્રોએ મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને રીડિંગ ચાલુ હોય તો શકય બને એટલી વખત વધુને વધુ રિવિઝન વધારી દેવું જોઈએ એવું અંગત માનવું છે..💐💐
🙏🏻 કચ્છ જિલ્લા પસંદગી દરમિયાન ફરી એકવાર સાવચેત���ભરી ટકોર 🙏🏻
#EducationDept #TransparencyNeeded
શિક્ષણમંત્રીશ્રી,
અમારા તરફથી અગાઉ પણ આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે. આજે ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ફરી એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક અધિકારીઓ જૂની જ સ્ટાઇલમાં તમારી આંખમાં ધૂળ નાખવાના મિશન પર છે.
📌 આ મુદ્દો કોઈ ‘નવો’ નથી - પરંતુ ‘નવો બહાનું’ જરૂર બનતો ગયો છે.
શિક્ષણ વિભાગ પાસે
• તમામ ઉમેદવારોની હાજરીનો રેકોર્ડ,
• રેગ્યુલર સર્વિસ,
• રેગ્યુલર ડિગ્રીની સમયરેખા,
• અને મેરિટ ગણતરી માટે જરૂરી તમામ ડેટા ઉપલબ્ધ છે…
તો પછી પણ પારદર્શી Cross Verification કરવાની તેમની ઇચ્છા જ કેમ દેખાતી નથી ?
શું કોઈને બચાવવાનો પહેલેથી જ ‘ઇશારો’ મળી ગયો છે? 🤔
🛑 રજુઆત કરવા આવેલા લાયક ઉમેદવારને મોઢા તોડવાની ધમકી આપવી, પુરાવા માંગવા, રોફ જમાવવો - આ વર્તન માત્ર ગેરવહીવટ નહીં, એથી પણ વધારે ગંભીર બાબત છે.
કારણ કે પુરાવા આપવાની જવાબદારી કદી પણ ઉમેદવારની નથી તપાસ કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે.
❗અને હવે જ્યારે જિલ્લા પસંદગી શરૂ થઈ ગઈ છે, ત્યારે વધુ એક વખત સ્પષ્ટ લાગી રહ્યું છે કે:
“ફુલ-ટાઇ�� નોકરી + ફુલ-ટાઇમ રેગ્યુલર ડિગ્રી” કરનારા ઉમેદવારોને દૂર કરવાની પ્રક્રિયાને અથવા તો અવગણવામાં આવે છે, અથવા તો જાણેજોઈને કુંડળી માં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે.
❓શું આ ગેરલાયક ઉમેદવારો ખરેખર એટલા સામાન્ય છે? કે પછી કોઈના "સ્પેશિયલ"?
🙏🏻મંત્રીશ્રી,
હમેંશા જેવી આ વખતે પણ અમારી ટકોર વ્યક્તિગત નથી સિસ્ટમ શુદ્ધિકરણ માટે છે. જો આ ગેરરીતિઓ પર સમયસર એક્શન નહીં લેવાય, તો આવતીકાલે તેનો દોષ ‘અધિકારીરાજ’ પર નહીં,
સીધો શિક્ષણમંત્રીના કાર્યકાળ પર લખાશે.
અને હા
👇🏻
આગળથી કહી દઈએ:
જો ગેરરીતિથી કોઈને નિમણુંક અપાઈ જશે, તો અમે તે બાબત નિર્દાક અને પુરાવા સાથે જાહેર કરીશું.
પછી એ ન કહેતા કે “અમને ખબર ન હતી”.
ખબર તો હતી કારણ કે અમે અગાઉથી લેખિતમાં ફરિયાદ પણ કરી ચૂક્યા છીએ.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#Accountability
#EducationReform
#StopIrregularities
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP
@drpradyumanvaja
પ્રિય દર્શકો
જમાવટ શરૂ થયું ત્યારથી એ મારા અસ્તિત્વનો પર્યાય બન્યું છે અને તમે જમાવટનો પર્યાય એટલે મારા જીવનની દરેક જાણકારી પણ તમારા સુધી પહોંચાડવી જરૂરી છે. છેલ્લા થોડા મહિનાઓથી મારી અનિયમિતતા, રેગ્યુલર શો નથી આવતો, ગ્રાઉન્ડ ઝીરો પર હું નથી દેખાતી, આ મુદ્દા પર બોલ્યા પણ આનાં પર નથી બોલ્��ા જેવી ફરીયાદો સતત મળી રહી છે. એનાલિસીસ નથી જતુ એ દિવસે દર્શકો ફોન કરીને નિરાશા ગુસ્સો બધુ વ્યક્ત કરે છે. અને હું પોતાને ખુબ સૌભાગ્યશાળી માનું છું કે મને ટકોર કરે, મને વઢી શકે એવા દર્શકો મળી શક્યા છે. પણ આ સ્થિતિનું કારણ છે હું મમ્મી બનવાની છું. અને મારા માટે માતૃત્વની આ સફર શારીરીક અડચણો લઈને આવે છે. અતિશય વોમિટીંગ અને એનાં કારણે આવતી બાકી અડચણોના કારણે હું સતત ઈચ્છવા છતા રુટી�� મેનેજ નથી કરી શકતી. મારે પ્રાથમિકતા નક્કી કરવાની છે અને સ્વાભાવિક રીતે ગર્ભમાં રહીને મારા વિચારો, મારી નજરથી દુનિયાને જોવા મથતું બાળક મારી પ્રાથમિકતા છે. હું લાંબી રજાઓ પર નથી જઈ રહી. પણ નિયમિત હાજર જ હોઈશ એ વાતની ખાતરી નથી. પ્રયત્ન ચોક્કસ છે. તમારી સાથે આ વાત, આ ખુશીને વહેંચી રહી છું. હું સતત હાજર ના હોવ ત્યારે પણ તમે જમાવટને પ્રેમ આપતા રહેશો એવી અપેક્ષા છે. તમે હંમેશા ગુણ - દોષ સાથે અમને સ્વિકાર્યા છે અને દરેક દોષને ગુણમાં પરિવર્તીત કરી શકીએ એ માટે તક આપી છે. સતત શીખવતા રહેશો, રસ્તો ભટકેલા લાગીએ તો ટકોર કરીને પાછા રસ્તા પર લાવતા રહેશો એવી અપેક્ષા છે. થોડા મહિનાઓ પછી નવુ જીવન આ દુનિયામાં આવશે અને આપણે આપણાં પૂર્વજોએ જે દુનિયાની કલ્પના કરી હતી એટલી કરુણાથી ભરેલી, નિસ્બત વાળી દુનિયા બનાવી શકીએ, આવનાર દરેક બાળકને સાંસ્કૃતિક, આર્થિક અને રાજનીતિક રીતે સમૃદ્ધ રાષ્ટ્ર આપી શકીએ એવી પ્���ાર્થના.
ॐ सर्वेषां स्वस्तिर्भवतु ।
सर्वेषां शान्तिर्भवतु ।
सर्वेषां पूर्णंभवतु ।
सर्वेषां मङ्गलंभवतु ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
સમાજ અને રાજકારણ એકબીજાનાં પૂરક છે વિરોધી નહીં...
સામાન્યપણે કોઈ સામાજિક આંદોલન થાય, ત્યારે સૌથી વિકટ સ્થિતિમાં જે તે સમાજનાં રાજનેતાઓ મુકાતા હોય છે. કારણ કે સમાજની લાગણીને પણ ધ્યાને લેવાની હોય અને પક્ષનાં પ્રોટોકોલને પણ જાળવવાનો હોય છે.
મોટા ભાગે આવા આંદોલનમાં લાગણીનું પ્રમાણ વધુ હોવાથી અતિરેક હોવાનો જ, અને આ અતિરેકનો પ્રથમ ભોગ જે તે સમાજનાં રાજનેતાઓ જ બનતા હોય છે. આખો સમાજ ન્યાયની અપેક્ષા પોતાના સમાજનાં જે તે પક્ષમાં જોડાયેલા નેતા પાસે રાખે. એમાં પણ ઘણા લોકો એવા હોય જે આ આંદોલનનો દૂરઉપયોગ કરીને જે તે નેતાની કારકિર્દી પૂર્ણ કરવા પણ માંગત�� હોય છે.
આવા કોઈ પણ સામાજિક, પ્રાદેશિક કે ��ાષાકીય આંદોલન વખતે પક્ષની અને સમાજની બન્ને આંખો સરખી રાખીને કામ કરવું જરાપણ સહેલું નથી હોતું. આવા આંદોલનોએ પોતાના જ સમાજનાં અગણિત નેતાઓનો ભોગ લીધો છે.
2024 લોકસભા વખતે દુઃખદ અકસ્માતને કારણે એક આંદોલન થયું, જેમાં સમાજે પોતાની લાગણી બતાવી તો સામે પક્ષ દ્વારા પર જરૂરી પગલાં લેવાયા પણ, આ સમયે ટાર્ગેટ બન્યા એ જ સમાજનાં ભાજપ સાથે જોડાયેલા નેતાઓ! એમાં એક નેતા રિવાબા પણ હતા. મને ધ્યાન છે, તેમના સોશિયલ મીડિયા પર એમના જ સમાજનાં લોકો દ્વારા લાગણી સ્વરૂપે દબાણ કરવામાં આવતું. એક સમય તો એવો આવ્યો કે મને ધ્યાન છે 10 દિવસ પૂરતી કમેન્ટ સેક્સન ઓફ કરેલી.
પણ, બેન દ્વારા મેચ્યોરિટી દર્શાવવામાં આવી, તેમણે 2024 લોકસભા વખતે હિંમત કરીને પક્ષનો પ્રચાર પણ કર્યો સાથે સમાજની લાગણી પણ ધ્યાને રાખીને તેમની થતી ટીકાને સમાજનો આર્શીવાદ માનીને સહન કરી લીધા. આજે તેઓ ગુજરાત સરકારમાં ફક્ત 35 વર્ષની ઉંમરે શિક્ષણ મંત્��ી છે.
આજે બેન મંત્રી તરીકે પોતાના સમાજન��� 100 ઘણી તાકાતથી સેવા કરી શકશે કારણ કે તેઓ હવે મંત્રી છે. કદાચ આંદોલન સમયે કોઈને ખોટું લાગ્યું હોય તો પણ સમાજની સેવા કરીને મનાવી શકશે.
ગત રોજ સચિવાલય ખાતે રિવાબાને રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી.
નોટ: સમાજની લાગણી અને પાર્ટીનો પ્રોટોકલ જાળવે એ જ દીર્ઘદ્રષ્ટિવાળા આગેવાન
- મહેશ પુરોહિત, નવસારી
@Rivaba4BJP
@imjadeja
🙏🏻નવ નિયુક્ત #શિક્ષણમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે #સાવચેતીભરી_ટકોર🙏🏻
આશા રાખું છું અમારા જેવા શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા ક્રાંતિકારીની ટીકા કે આલોચનાને તમે સકારાત્મક રીતે લેશો. અમારે વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, અમે ખોટી સિસ્ટમના વિરોધમાં ચોક્કસ છીએ જેના શુદ્ધિકરણ માટેની અમારી આ લડાઈ છે.
🛑તમારે પ્રથમ ગ્રાસે મક્ષિકા ન આવે તે માટે એક #સાવચેતીભરી_ટકોર👇🏻
શિક્ષણમંત્રીશ્રી,
તમારા જ વિભાગમાં હાલ ચાલી રહેલી #કચ્છ_સ્પેશિયલ_શિક્ષક_ભરતી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે જેમાં નિયમોનું ખૂલ્લેઆમ ભંગ કરીને ભરતી થઈ રહી છે. કચ્છ સ્પેશિયલ શિક્ષક ભરતી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગના સ્થાપિત નિયમો અને નામદાર હાઇકોર્ટના આદેશોનું ગંભીર અને #શંકાસ્પદ ઉલ્લંઘન થયેલ હોવાનું ધ્યાન પર આવે��� છે,આ ભરતીમાં જ્ઞાન સહાયક (અથવા ચાલુ નોકરી દરમિયાન) ફરજ સાથે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રીના ગુણ ઉમેરો કરીને અનીતિ અને નિયમ વિરોધ નોકરી મેળવવાનો કારસો રચાયો છે. શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશો અને નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ - કરાર કે કાયમી નોકરી તરીકેની ફરજ બજાવવાના સમયગાળા દરમિયાન કોઈપણ ઉમેદવારે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રી (M.A./M.Sc..) શિક્ષક ભરતીના મેરિટ માટે માન્ય ગણી શકાતી નથી.
📌બંને પ્રવૃત્તિઓ (ફુલ-ટાઇમ નોકરી અને રેગ્યુલર ડિગ્રી અભ્યાસ) એકસાથે કરી શકાતી નથી. નામદાર હાઇકોર્ટના આદેશ અનુસાર સામાન્ય TET અને TAT ભરતીમાં આ નિયમ અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ કચ્છની ભરતીમાં આ મૂળભૂત નિયમને #જાણીજોઈને_અવગણવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી આધારે આશરે ૧૫૦+ જેટલા ઉમેદવારોએ નોકરીની ફરજ બજાવતા રેગ્યુલર માસ્ટર ડિગ્રી મેળવી, અને તેના ગુણ પોતાના મેરિટમાં ઉમેરાવી લીધા છે - અર્થા��્
"ફુલ-ટાઇમ નોકરી પણ, ફુલ-ટાઇમ ડિગ્રી પણ!"
❓ આ ગેરરીતિના કારણે ખરેખર લાયક ઉમેદવારોનો હક છીનવાઈ રહ્યો છે, અને "શિક્ષણ વિભાગ તમામ બાબતો જાણતો હોવા છતાં આંખ આડા કાન કેમ છે તે શંકાનો પ્રશ્ન છે ?!"
📢અને હા, એવું પણ નથી કે જાગૃત ઉમેદવારોએ શિક્ષણ અધિકારીને જાણ નથી કરી, લેખિત અને મૌખિક બંન્ને જાણ કરવા ઉમેદવારો પહોંચ્યા હતા તો ઊલટાનું અધિકારીઓએ #નફ્ફટાઈથી રજૂઆત કરવા આવેલ ઉમેદવારો પાસેથી પુરાવા માં���્યા, મોઢા તોડી લીધા, ધમકાવ્યા અને અપમાનિત કરી રોફ જમાવી હડધૂત કરી કાઢી મૂક્યા....
🙏🏻આપ શ્રી ધારાસભ્ય માંથી શિક્ષણમંત્રી બન્યા અને આપ પણ જાણો છો #પુરાવા આપવાની જવાબદારી કોઈ ઉમેદવારની ન હોય, કોઈ વ્યક્તિ શિક્ષણ વિભાગને સંદેહ વ્યક્ત કરે છે તો તપાસ કરવાની જવાબદારી ચોક્કસ શિક્ષણ વિભાગની બંને છે, સામાન્ય ભરતીમાં જે રીતે કડકાઇથી ચેક કરીને આવા લોકોને દૂર કરવામાં આવ્યા છે તો સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાં કેમ દૂર કરવામાં નથી આવતા ? શું આ ઉમેદવારો કોઈ અધિકારીના સ્પેશિયલ છે ?🤔
🧾વાત રહી પુરાવાની👇🏻
સૌથી ગંભીર બાબત એ છે કે, શિક્ષણ વિભાગ પાસે તમામ ઉમેદવારોના જ્ઞાન સહાયકની સેવા (હાજરીનો રેકોર્ડ) અને તેમની શૈક્ષણિક લાયકાત (માર્કશીટ, ડિગ્રી) ના સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ છે. તેમ છતા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્વયંસંચાલિત અને પારદર્શી ક્રોસ-વેરિફિકેશન (#Cross_Verification) કરવામાં આવ્યું નથી,
🙏🏻મંત્રશ્રી, મેરિટની ખરાઈ કરવી, યુનિવર્સિટી અને શાળાના રેકોર્ડનું વેરિફિકેશન કરવું એ સંપૂર્ણપણે શિક્ષણ વિભાગની વૈધાનિક અને નૈતિક જવાબદારી (#Accountability) છે.તમામ સરકારી મશીનરી અને ક્રોસ ચેક કરવા માટેના આધાર પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી પુરાવા માંગવા એ પ્રક્રિયાની પારદર્શિતા અને વિભાગના ઇરાદા સામે ગંભીર શંકા ઊભી કરે છે. શું વિભાગ સ્વયં તપાસ કરવા અસમર્થ છે કે પછી તેમાં પણ કોઈ આ���તરિક મિલીભગત છુપાયેલી છે, તેની તપાસ થવી પણ અનિવાર્ય છે.
🙏🏻મંત્રીશ્રી, તમારા દામન ઉપર આ કાળા છાંટા ઉડાડવા કેટલાક અધિકારીઓ તત્પર છે, અધિકારીઓના વાંકે શિક્ષણમંત્રીના કાર્યકાળની શરૂઆતમાં જ તમને #કાળી_ટીલી લાગી શકે છે, જો સમયસર તપાસ નહીં થાય, તો આવતીકાલે આ શિક્ષણ વિભાગની વિશ્વસનીયતા માટે કાળો અધ્યાય બની જશે.
👆🏻અમારા જેવા કોઈ જાગૃત નાગરિક આ બધું ઉઘાડું પાડશે તો શિક્ષણ વિભાગના અધિકારીઓ આમ��ં બદનામ નહીં થાય, આમાં #બદનામ મંત્રીશ્રી તમે થશો,અધિકારીઓ તો ગમે તે #અંડાકંડા કરીને ગોળી પીવડાવી દેશે.
👆🏻શિક્ષણ વિભાગમાં ‘#અધિકારીરાજ’ એટલો હાવી છે કે તમારા પૂર્વગામી મંત્રીશ્રી કુબેરભાઈ હોય કે પ્રફુલભાઈ - બંને પાસે પણ ઈરાદો હતો કંઈક સકારાત્મક કરવાનો, પરંતુ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીરાજના બેફામ વલણને કારણે અનેક મહત્વનાં નિર્ણય અધૂરા રહી ગયા. પરિણામે તેમને ફક્ત વિભાગના આંતરિક ષડયં���્રો નહીં, પણ મુખ્યમંત્રી સુધીના ઠપકા પણ ખાવા પડ્યા.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP
@drpradyumanvaja
#TET_2#Updates
ન્યાયતંત્રના આદેશ અનુસાર રચાયેલી કમિટી પોતાનો નિર્ણય તથા એફિડેવિટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરીને ભરતી અન્વયે આગળની કામગીરી હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ,
➡️ કમિટીના અહેવાલને આધારે જિલ્લા ફાળવણી માટેન�� નવા કોલ લેટર જાહેર થવાની શક્યતા છે.
➡️ FML માં ફેરફાર આવતા, નવા મેરીટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે.
➡️ એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ વધવાની પૂરી સંભાવના છે.
🪔 નવરાત્રિમાં લોકો ગરબા રમશે, ઉમેદવારો 👉 “ઘુમતા ઘુમતા જિલ્લા વેરિફિકેશન” કરાવતા હસે.😅
🎇ઉમેદવારોની સાચી દિવાળી તો દિવાળી પછી જ જોવા મળશે! 🎉
#TET2 #TeacherRecruitment #JusticeDelayed
@tejasmajithiya5 બીજો રાઉન્ડ બહાર પાડવો જ પડશે.. હું જે શાળામાં નોકરી કરું છું ત્યાં ઉચ્ચતર માધ્યમિકમાં ચારનું મહેકમ છે પરંતુ એક જ શિક્ષક છે.. આવડી મોટી ભરતી પછી પણ સરકારી શાળામાં ત્રણ જગ્યાઓ ખાલી રહી.. એટલે કે મહેકમના 75% જગ્યા ખાલી
સાહેબ આપે સવાલ પૂછ્યો એ ગમ્યું...
પરંતુ
જોવા જઈએ તો શિક્ષણ સહાયક ભરતીમાં રાઉન્ડને લીધે વધુમાં વધુ ���મેદવાર અને વિભાગનું હિત રહેલું છે. તેમજ શાળામાં ભણતા બાળકોને પૂરતા શિક્ષકો મળી રહશે...
20% પ્રતિક્ષા યાદીના નિયમ મુજબ જોવા જઈએ તો વેઈટિંગથી નુકશાન થશે... ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે....
કોઈ X વિષય GOV 100 જગ્યાઓ અને GIA 80 જગ્યાઓ છે... વેઈટિંગના નિયમ મુજબ 120 સુધીનો GOV વેઈટિંગમાં લાભાર્થી કહેવાય તો એમને ઓલરેડી GIA માં જોબ મળી જ ગઈ હશે...
એટલા માટે બીજો રાઉન્ડ પડે એમાં જ ઉમેદવારોનું હિત રહેલું છે... સત્વરે જલ્દ���થી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે એવી ઉમેદવારોની માંગ છે.
#TET_2 (ધોરણ 6 થી 8)ની અટકેલી ભરતી પ્રક્રિયા 15 દિવસમાં શરૂ થઈ શેક છે.
📌કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
"સાચો રહી નહીં જાય અને ખોટો લઈ નહીં જાય"
#Gujarat#TET
બોલવું તો બધી એજ્યુકેશન ચેનલે પણ જોઈએ પરંતુ તે શિક્ષણ વિભાગના અધિકારીનું અને પોર્ટલનું ���પરાણું ખેંચવામાં જ વ્યસ્ત છે.
સારું હોય તો સારું કહો વાંધો નથી,
પણ જ્યાં સિસ્ટમ ખરાબ છે તો એક અવાજે બોલો ને.
આટલું બધું ઉપરાણું ખેંચવાનો શું મતલબ..
ગઈકાલે ઘણા એવા ઉમેદવારો છે જેને 10 12 શાળા જ પસંદ થતી હતી તો તે તો સિસ્ટમ અને એજન્સી ના વાંકે ફસાઈ જ ગયા ને.
આજે એજન્સી છે તેને પૈસા દઈને કામ લેવાનું છે.
એજન્સી કામ વ્યવસ્થિત આપતી નથી તો શું એનું ખેંચ ખેંચ કરવાનું અને છાવરવાનું !
ભૂતકાળ ગયું...
વર્તમાન સામે છે....
અને ભવિષ્યની ખબર નથી...
બોન્ડ ભરીને બેસેલ વ્યકિતને કોઈ પૂછે કે શું કરો છો!? તો શું કહેવાનું કે બસ બોન્ડ ભરીને છૂટો થઈ ગયો હાલ ઘરે રેસ્ટ કરું છું.🥹🥹
બોન્ડ ભરીને આવવા વાળા તો આજે રાજીનામું આપી દીધું અને નોકરી વિહોણા બન્યા જો બોન્ડ ભરીને ના આવ્યા હોત તો કદાચ ખુલતા સત્રએ શાળામાં નોકરી ચાલુ હોત અને પોતાની સિન્યોરીટી પણ યથાવત્ હોત...એટલે જ તો બધા ઉમેદવારો કહે છે કે ચાલુ નોકરી વાળા રિપીટ ના થતા બીજાને નોકરીની તક આવવા દો.
દરેક મિત્રોએ જીવનમાં ખાસ બોધ લેવો જોઈએ,,, જે છે,,, જેટલું છે,,,, જ્યાં છે,,,,,એમાં ખુશ રેહવું જોઈએ.✍️
📌#ઉચ્ચ_માધ્યમિક GOV. અને GIA. બંનેનું એકસાથે શાળા પસંદગી (rechoice) સંભવિત બે ત્રણ દિવસમાં આવી શકે છે.✍️
📝મળતી માહિતી મુજબ dv લિસ્ટમાં સમાવિષ્ટ મુજબ 3 ગણા ઉમેદવારોને choice માટેની તક મળી શકે છે.કેમ કે મેરીટના ધોરણે જનરલમાં સમાવિષ્ટ કોઈ ઉમેદવાર કેટેગરી ક્લેમનો ઉપયોગ કરે છે તો નીચેના ઉમેદવારને up લઈ વધુમાં વધુ સીટો પૂરી થાય અને સીટો ન બગડે એ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય આવી શકે એમ છે.
સાચા દસ્તાવેજ, યોગ્ય માહિતી અને એજ લાયકાત દર્શાવો જે કાયદેસર છે. બાકી
"લાલચ નાં લાડવા – અને જેલના જમાવડા !" કરાવતા કોઈ નહીં રોકી શકે.
નોકરી તો મેળવવી છે... પણ કેવી રીતે ?
🤔ખોટી માહિતી આપી ?
🤔નકલી ડિગ્રી બતાવી ?
🤔જ્ઞાન સહાયક તરીકે નોકરી પણ કરવી, રેગ્યુલર માં Master's ની ડિગ્રી પણ મેળવીને ?
👆🏻કદાચ આજે નોકરી મળે, પણ કાલે કૌભાંડની ફાઈલો ખૂલે તો ? બધું ગુમાવવાનો વારો આવી શકે.
👆🏻જ્યાંથી લાલચ શરૂ થાય છે, ત્યાંથી મૂળિયા સહિત બહાર ખેંચી લાવીશું.
દબાણમાં આવીને ખોટું ભરો, તો પણ ગૂનાહગાર તમે જ.
જાણે-અજાણે ગુનો કરો, ત્યારે પણ દંડના હકદાર તમે જ.
કોઇપણ નોકરીમાં ખોટી માહિતી આપી પ્રવેશ કરવાનો પ્રયાસ —
ભવિષ્ય ખતમ કરી શકે છે, નોકરી જ નહિ, પ્રતિષ્ઠા પણ જાય.
"બે હાથમાં લાડવા લેવા નીકળ્યા છો તો યાદ રાખજો તે બે હાથે લીંબડો પકડવાનો વારો ન આવે !"
https://t.co/lUVcjjYqGY સાથે કરેલ #જ્ઞાનસહાયક જેલસહાયક પણ બનાવી શકે છે.
#TET #TAT #વિદ્યાસહાયક #શિક્ષણસહાયક #Gujarat