"જનસેવાનું લક્ષ્ય, પ્રગતિનો સંકલ્પ!" 🚩
આજે જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત વિવિધ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન અને લોકસંપર્ક પ્રવાસનો પ્રારંભ કર્યો. કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનતાના આશીર્વાદ જ અમારી સાચી મૂડી છે.
ચાલો, સૌ સાથે મળીને ગામડાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જઈએ.
📍ગામ :- ખડિયા, તા :- જુનાગઢ
આજરોજ જૂનાગઢ તાલુકાના ખડિયા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ડુંગરપુર જિલ્લા પંચાયત સીટના ચૂંટણી 'મધ્યસ્થ કાર્યાલય'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનતાનો મળતો પ્રતિસાદ સૂચવે છે કે આ વખતે જનસેવાનો વિજય નિશ્ચિત છે. ચાલો, સાથે મળીને આપણા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ થઈએ.
#Junagadh #Khadia #Dungarpur #Election2026 #LocalBodyElection #Development #TeamWork
📍પ્રભાતપુર
આજરોજ પ્રભાતપુર ગામે ભાજપ અગ્રણી શ્રી કચરાભાઈ સુવાગિયા ના પરિવાર માં યોજાયેલ શુભલગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
ઈશ્વર તેમને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતાથી પરિપૂર્ણ દાંપત્ય જીવન અર્પે તેવી પ્રાર્થના.
📍અગતરાઈ(કેશોદ)
આજરોજ અગતરાઈ ગામ ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા @mansukhmandviya સાહેબે કાર્યકર્તાઓને રૂબરૂ મળીને સૌજન્ય મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન સાહેબે કાર્યકર્તાઓ સાથે હૃદયપૂર્વક સંવાદ કર્યો, સંગઠનની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું અને આવનારા સમયમાં વધુ સશક્ત રીતે જનસેવામાં જોડાવા માટે પ્રેરણા આપી.
કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને નવી ઊર્જા પ્રસરી—આવી પ્રેરક મુલાકાત માટે માનનીય સાહેબનો હૃદયપૂર્વક આભાર.
📍ખાંભા (ગીર), વિસાવદર
વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય શ્રી નીતિનભાઈ કપૂરીયા ની લાડકવાયી ભત્રીજી ચિ. વિશ્રુતિ ના શુભ લગ્ન મહોત્સવમાં ખાંભા (ગીર) ગામે હાજરી આપી...
આ માંગલિક પ્રસંગે હાજર રહી નવદંપતીને નવા જીવનની શરૂઆત માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી...
આપનું લગ્નજીવન સ્નેહ અને સમૃદ્ધિથી મહેકી ઉઠે એવી હાર્દિક શુભેચ્છાઓ...! 🌸
📍ભવનાથ(જૂનાગઢ )
આજરોજ મહાશિવરાત્રીના પાવન અવસરે આયોજિત ભવ્ય મેળા અંતર્ગત
કાઠિયાવાડ ગાડલીયા લુહાર સમાજ એકલિંગજી સેના સંચાલિત
શ્રી મહારાણા પ્રતાપ અન્નક્ષેત્ર નો શુભ અને પાવન શુભારંભ કરવામાં આવ્યો.
શિવભક્તો તથા મેળામાં પધારેલા તમામ ભાઈ-બહેનોને પ્રસાદરૂપે ભોજન સેવા અર્પણ કરતું આ અન્નક્ષેત્ર સેવાભાવ, સંસ્કાર અને સમાજસેવાની ઉત્તમ પરંપરાનું પ્રતિબિંબ છે.
આ પાવન સેવામાં જોડાયેલા તમામ સેવાભાવી કાર્યકર્તાઓ, આયોજકો તથા દાતાશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન.
ભગવાન મહાદેવ સૌ પર કૃપા વરસાવે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે.
🕉️ હર હર મહાદેવ 🚩
🚩 જય મહારાણા પ્રતાપ 🚩
આજરોજ ભાજપ ના કર્મઠ કાર્યકર્તા વિનુભાઈ સરધારા ના સુપુત્ર ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી ચિ. દર્શિત તથા ચિ. કુંજન ના પવિત્ર લગ્નબંધનમાં જોડાવાનો આનંદ મળ્યો.
વિધિ-વિધાન, પરંપરા અને આત્મીયતાથી ભરપૂર આ પ્રસંગ ખરેખર સ્મરણિય રહ્યો.
નવદંપતિને સુખી, સમૃદ્ધ અને સ્નેહસભર વૈવાહિક જીવન માટે હાર્દિક શુભકામનાઓ
📍ખામધ્રોળ(જૂનાગઢ)
આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા ના કોર્પોરેટર શ્રી કિરીટભાઈ ભીંભા ના સુપુત્ર ચિ. સાવન કુમાર ના શુભલગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવવાનો અવસર મળ્યો. 💐
પરંપરા, સંસ્કાર અને આત્મીયતાથી ભરપૂર આ પ્રસંગ ખરેખર આનંદદાયક રહ્યો.
નવદંપતિને સુખી, સમૃદ્ધ અને સફળ વૈવાહિક જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ 🙏
ઈશ્વર તેમને હંમેશા આરોગ્ય, આનંદ અને પરસ્પર સમજણ આપે તેવી પ્રાર્થના.
📍રાણપુર(ભેસાણ)
આજરોજ ભાજપ કાર્યકર્તા રજનીકાંત ભુવા ના પરિવાર સાથે તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરેલ. અખંડ મનોરથના પાવન પ્રસંગે ઉપસ્થિત રહી શકેલ ના હોય પરંતુ આ ધાર્મિક કાર્યક્રમ ના અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ.
આજ રોજ મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે મળીને વિસ્તારના વિકાસ તથા જનસેવામાં સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
📍જૂનાગઢ
આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે જૂનાગઢ શહેર અને જિલ્લાનાં સર્વાંગી વિકાસને નવી દિશા આપતા લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયેલ.
આ કાર્યક્રમમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે વિકાસશીલ ગુજરાતની દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
જુનાગઢ જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા જિલ્લાને આધુનિક સુવિધાઓ સાથે વિકાસના પથ પર આગળ વધારવાની સરકારની સ્પષ્ટ દૃષ્ટિ આજે જમીન પર ઉતરતી નજરે પડી.
આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ. દ્વારા NABARD પ્રાયોજિત અને National Institute of Cooperative Management (NICM) દ્વારા આયોજિત
“Operational Banking & Customer Care” વિષયક તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બેન્કના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને માર્ગદર્શન આપવાની તક મળી.
આ પ્રકારના તાલીમ કાર્યક્રમો દ્વારા બેન્કિંગ વ્યવસ્થામાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને ગ્રાહકસેવામાં વધુ ગુણવત્તા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવે છે.
બેન્કના સ્ટાફની ક્ષમતાવર્ધન થકી સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બને – એ જ અમારી પ્રતિબદ્ધતા છે.
આ સફળ આયોજન માટે આયોજક ટીમ, ટ્રેનર્સ તથા જોડાયેલા તમામ સહયોગીઓને હૃદયપૂર્વક અભિનંદન
આજરોજ જૂનાગઢ તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના મંત્રીશ્રીઓને ડિજિટલ બેન્કિંગને વધુ મજબૂત બનાવવા માટે માઈક્રો એટીએમનું વિતરણ કરવામાં આવ્યું.
સહકારથી સમૃદ્ધિ તરફ – આ જ અમારો સંકલ્પ. 🙏
આજરોજ રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિતે જૂનાગઢ ખાતે Vinay Tractors દ્વારા આયોજિત Massey Ferguson કંપનીના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
ખેડૂતભાઈઓના હિત માટે આધુનિક ખેતી સાધનો, નવી ટેક્નોલોજી અને ઉત્તમ માર્ગદર્શન આપતું આ આયોજન ખરેખર પ્રશંસનીય છે.
ખેડૂત એ આપણા દેશની રીડ છે — તેમની મહેનત, સમર્પણ અને વિકાસ માટે આવા કાર્યક્રમો પ્રેરણારૂપ છે.
આ આયોજન બદલ આયોજકોને અભિનંદન અને તમામ ખેડૂતભાઈઓને રાષ્ટ્રીય કિસાન દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
📍જૂનાગઢ(સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ)
આજરોજ જૂનાગઢ ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવ સમાપન સમારોહ – 2025 ના ગૌરવસભર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા @mansukhmandviya સાહેબ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.
યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, શિસ્ત અને ટીમભાવના વિકસાવે તેવા આ મહોત્સવ દ્વારા Fit India – Strong India ના સંદેશને નવી ઊર્જા મળી. આ સફળ આયોજન બદલ આયોજકોને અભિનંદન અને તમામ ખેલાડીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ. 🏆🏅