ઘરમાં બિનજરૂરી લાઈટો, પંખા, એ.સી., ટીવી ચાલુ રહે તો વાંધો નથી. 18 ડિગ્રી પર AC રાખી શાલ ઓઢીને સુઈ જઈએ છીએ, પણ વીજળીનું બિલ આવે એટલે અર્થતંત્ર યાદ આવે છે.
ટ્રાફિક લાઈટ પર એન્જિન બંધ કરવું ભારે લાગે છે.
થોડા અંતરે જવા પણ બાઈક કે કાર કાઢીએ છીએ.
વીકએન્ડમાં બિનજરૂરી ડ્રાઈવ કરી પેટ્રોલ બાળીએ છીએ પણ પેટ્રોલના ભાવ વધે એટલે સરકારને દોષ આપીએ છીએ.
કચરો રસ્તા પર ફેંકી દઈએ છીએ, ટ્રાફિકના નિયમો તોડીએ છીએ, રહેવા ઘર બનાવીએ ત્યારે પાસ કરાયેલ પ્લાનની પરવા કર્યા વગર જાહેર જગ્યા પર શક્ય હોય તેટલું દબાણ કરી લઈએ છીએ, ટેક્સની ચોરી કરવાની એક પણ તક જવા દેતા નથી પણ ભ્રષ્ટાચાર માટે માત્ર નેતાઓને જ જવાબદાર ગણીએ છીએ.
દેશ માત્ર સરકારથી નથી બનતો.
દેશ તેના નાગરિકોની વિચારસરણી, શિસ્ત, પ્રામાણિકતા અને વ્યવહારથી બને છે.
@narendramodi@Bhupendrapbjp@iJagdishBJP@CRPaatil@PRupala@mansukhmandviya@ratnakar273
@Falu_Chaudhari હું પણ 31 વર્ષે બન્યો સરકારી કર્મચારી. એક સમયે હાઈકોર્ટ peon ની પણ પરીક્ષા આપીને પાસ થવાની આશા માં ફેલ થતા દુઃખ થતું બહુજ.પણ યોગ્ય સમયે ભગવાને સિનિયર ક્લાર્ક બનાવી દીધો...ત્યારે એમ થાય કે આપડે મહેનત કરાય બાકી બધું યોગ્ય સમયે સારુ જ થાય છે .અમુક હદ પછી પ્રયત્નો જીદ બની જાય છે.