Ahmedabad Mayor Smt. Pratibha Jain, Municipal
Commissioner Shri Banchhanidhi Pani and AMC officials welcomed Mr. Yusuke Nakano, Mayor of Hamamatsu City, and Mr. Osamu Takabayashi, Chairman of Hamamatsu City Council and other dignitaries. Marking a new chapter of cooperation, the highlight of the visit was the signing of the ‘Sister City Twinning’ MoU at the AMC Riverfront House, strengthening future partnerships. The delegation also held key interactions at the Hyatt Regency and visited prominent places in Ahmedabad.
#AhmedabadWelcomes #SisterCityPartnership #InternationalCooperation #CulturalExchange #GlobalCollaborations #CityDevelopment
વેજલપુર વિધાનસભા વિસ્તારમાં સ્વસ્થ ભારત અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં સ્વચ્છતા જાળવવા અવિરત કાર્યરત વિવિધ સોસાયટીઓના ચેરમેનશ્રી/સેક્રેટરીશ્રી,સ્કૂલ તથા કોમર્શિયલ બિલ્ડિંગ્સ ના પ્રતિનિધિઓ તથા સફાઇ માટે તત્પર કર્મયોગીઓને "સ્વચ્છતા સન્માન એવોર્ડ" થી સન્માનિત કરી આ ગૌરવપૂર્ણ ક્ષણે સંવાદ કર્યો.
સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે આપ સૌનું યોગદાન પ્રશંસનીય છે. આપની ટીમવર્કની કાર્યપધ્ધતિ વિસ્તારને વધુ સુંદર અને સ્વસ્થ બનાવે છે.
આ અવસરે ડી.વાય.એમ.સી શ્રી મિરાંત પરીખ,કાઉન્સિલર શ્રી અરવિંદ પરમાર,શ્રી આશિષ પટેલ,શ્રી પ્રવિણાબેન પટેલ,શ્રી પારૂલબેન દવે,શ્રી અલકાબેન શાહ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. #SwachhBharatMission
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગાયના છાણા અને માટી માથી ગૌ ગણેશ બનાવી પર્યાવરણ બચાવવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આ ગૌ ગણેશ તમે પણ ઘરે લાવી શકો છો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પર્યાવરણ બચાવવાની પહેલમાં સહભાગી થઈ શકો છો.
#EcoFriendlyGanesh #AMCForEnvironment #PlasticFreeFestivals #AhmedabadGreenInitiative #GreenGanesh #SustainableCelebration
A shining example of AMC’s RRR initiative where ideas meets real impact. At Karuna Mandir in Bakrol, cow dung and green waste are being composted into rich, natural fertilizer, proving that sustainable living starts at the roots.
#RRRinAction#SustainableStartsHere #FromWasteToWonder #WasteToWorth
ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરુણા મંદિરમાંથી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ નગરજનો પર્યાવરણના રક્ષણની જવાબદારી ના ભાગરૂપે ખરીદી રહ્યા છે.
બાલવાટિકાના નવા અવતારમાં હવે ડાયનાસોર પાર્ક થી સ્નો-પાર્ક સુધીનો રોમાંચ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરનો રૂ.22 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લોકાર્પણ કર્યું હતું.
#UrbanDevelopment #Balvatika #Ahmedabad #KankariaLakefront #ChildrensWonderland
Watch the proud moment as the Honourable President of India, Smt. Droupadi Murmu and Union Minister Shri Manohar Lal Khattar present Ahmedabad with the 1st Prize for the Cleanest City of India (Population over 10 lakh). Hon’ble Minister Shri Rushikesh Patel, Mayor Smt. Pratibha Jain and Municipal Commissioner Shri Banchhanidhi Pani, IAS, received the award. A proud recognition of the tireless efforts of Ahmedabad’s citizens and the Ahmedabad Municipal Corporation.
#AhmedabadNo1CleanestCity #CleanestCityAhmedabad #SwachhSurvekshan2024Winner #IndiasCleanestCityAhmedabad #AmdavadShinesCleanest #ProudAmdavadi #CleanGreenAhmedabad
As part of the Mission Four Million Trees campaign, a tree plantation event was held today at Fatehwadi Canal. The initiative was graced by MLA Shri Amit Thaker, Recreation Committee Chairman Shri Jayesh Trivedi, and DMC (SWZ) Shri Mirat Parikh, making our greener Ahmedabad.
AMCના “મિશન ફોર મિલિયન ટ્રીઝ” ટ્રિગર ઇવેન્ટ હેઠળ ફતેવાડી કેનાલ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, કમિટી ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી અને ડે. કમિશનર શ્રી મિરાંત પરીખ ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ તેમજ પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ બેઠક દરમિયાન રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી હતી તેમજ વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશ પણ આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને શહેરોમાં વોટર લોગિંગની સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવા તથા વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશાનિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત, તેમણે જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય અથવા મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને જરૂરી પગલાં લેવા તેમજ કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મરામત કામોમાં NHAI, માર્ગ-મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટેના સૂચનો કર્યા હતા તેમજ નાગરિકોના જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં હાલ સાર્વત્રિક ભારે વરસાદની સ્થિતિ છે, ત્યારે રાજ્યના ગ્રામીણ વિસ્તારો, નગરો-મહાનગરો, નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી.
ચોમાસામાં ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયું છે, ત્યાં રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરીને પૂર્વવત બનાવવા અધિકારીઓને તાકીદ કરી.
માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. આ માટે વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશાનિર્દેશો આપ્યા.
મરામતની આ કામગીરી NHAI, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કરવામાં આવે, તે માટે પણ જરૂરી સૂચન કર્યા.
તેમજ, ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ દરમિયાન જે માર્ગો-પુલોને નુકસાન થાય, તેવા કિસ્સામાં ઈજારદારની જવાબદારી ફિક્સ કરવા અંગેની સૂચના પણ બેઠક દરમિયાન આપી.
આ ઉપરાંત, નગરો મહાનગરોમાં વોટર લોગીંગ કે અન્ડરબ્રીજમાં પાણી ભરાવા જેવી સમસ્યાના કાયમી નિવારણ માટે લાંબાગાળાના ઉપાયો યોજવા પણ સૂચન કર્યું.
માર્ગ મરામતના આ કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સ્વામી રાજર્ષિ મુનિ માર્ગ ,YMCA થી મુમતપુરા બ્રિજ તરફ જતા આવેલ એરોઝ ફુડ ચાર રસ્તા પર “યોગ ફીગરના સ્કલ્પચરનું” લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
#SwamiRajrshiMuniMarg#AhmedabadUpdates#UrbanLandmarks #YogaFigure #YogaSculpture #PublicArt #UrbanBeautification
From wet-mix to cold-mix, and patchwork to duct road inspections, various types of road repair and maintenance works are underway across Ahmedabad. Deputy Municipal Commissioner, AMC, along with the engineering team, is actively visiting multiple sites to ensure timely execution and quality standards.
#AMCUpdates #RoadDevelopment #UrbanInfrastructure #AhmedabadProgress #CityDevelopment #SafeRoads #RoadRepair
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સ્વામી રાજર્ષિ મુનિ માર્ગ (YMCA થી મુમતપુરા બ્રિજ) તરફ જતા આવેલ એરોઝ ફુડ ચાર રસ્તા પર “યોગ ફીગરના સ્કલ્પચરનું” લોકાર્પણ માન.મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.
#SwamiRajrshiMuniMarg #AhmedabadUpdates #UrbanLandmarks #YogaFigure #YogaSculpture #PublicArt #UrbanBeautification
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખે જણાવ્યું હતું કે ,હાલમાં કોઈપણ અંડરપાસ બંધ નથી અને કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાની ચાર ફરિયાદ મળી હતી. જેમાંથી બેનો નિકાલ કર્યો છે અને બે પર કામ ચાલુ છે જે ટૂંક સમય માં પૂર્ણ થઈ જશે .આ ઉપરાંત વિવિધ ઝોનમાં વરસાદી પાણી ઉલેચી શકે તેવા 24 જેટલા વરુણ પંપો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદના પાણી ન ભરાય અને ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે સતત કાર્યશીલ છે.
#AMC #RainUpdate #AhmedabadRains #MonsoonResponse #WaterDrainage #VarunPumps #CleanAhmedabad #UrbanPreparedness #PublicSafety #MyCityMyPride
@PMOIndia@CMOGuj@PIBAhmedabad@InfoGujarat@infoahdgog