By..Parthik Choudhary #LRD - 141.25 માર્ક
👉 કાલે #LRD લેખિત પરીક્ષાનું #પરિણામ જાહેર થયું.ઘણા મિત્રો ના મેસેજ આવ્યા કે તમારી નોકરી પાકી છે અને દિલથી સ્વીકારું છું કે મારી #સફળતામાં એક #સેકન્ડનો પણ ખૂબ મોટો ફાળો છે. કદાચ આને કોઈ નસીબ કહેશે, પરંતુ હું તેને મારી #મહેનતનું પરિણામ અને ઈશ્વરની કૃપા માનું છું.
મારા બધા મિત્રો માટે એક નાનો સંદેશ...🎯
ઘણી વખત આપણે કહીએ છીએ, "થોડાક સેકન્ડથી શું ફરક પડે?" પરંતુ ભરતીની દોડમાં એ જ થોડાક સેકન્ડ તમારી વર્ષોની મહેનતનું પરિણામ નક્કી કરી શકે છે.
તેથી પ્રેક્ટિસ કરતી વખતે ક્યારેય એક સેકન્ડને પણ સામાન્ય ન ગણશો. દરરોજ પોતાને ગઈકાલ કરતાં થોડા વધુ ઝડપી બનાવવાનો પ્રયત્ન કરો. એ નાનો સુધારો જ એક દિવસ તમારી સૌથી મોટી સફળતાનું કારણ બની શકે છે.
યાદ રાખજો...
સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર ઘણીવાર માત્ર એક સેકન્ડનું હોય છે.
મારી સફળતામાં એ એક સેકન્ડનું મહત્વ હતું, કદાચ તમારી સફળતામાં પણ એ જ એક સેકન્ડ ઇતિહાસ રચી દે.
મહેનત ચાલુ રાખો, વિશ્વાસ જાળવી રાખો અને છેલ્લી ક્ષણ સુધી સંપૂર્ણ શક્તિથી દોડતા રહો. જીત ચોક્કસ તમારી થશે. ❤️🏃♂️🇮🇳
જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે આજરોજ યોજાયેલ પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષામાં અમદાવાદ ખાતે હાજર રહેલ ઉમેદવારોની સ્કેન થયેલ OMR Sheet ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. OMR Sheet તા.૦૪/૦૫/ર૦ર૬ સુધી ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર
PSIની 858 અને LRDની 12733 જગ્યા પર ભરતી
જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લેવાશે શારીરિક પરીક્ષા
પોલીસ ભરતી બોર્ડે સો.મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી
લોકરક્ષકના પરિણામમાં ઓપ્શન આઉટ માં સમસ્યા સર્જાઈ હોવાની ઉઠી છે ફરિયાદો. આજે અંતિમ દિવસ હોવાના કારણે ઉમેદવારોને નડી રહ્યા છે પ્રશ્નો. બોર્ડ દ્વારા ત્વરિત પગલા લેવાઈ તેવી ઉઠી છે માંગણી
દૈનિક વર્તમાનપત્રોમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તા.૦૩-૧૨-૨૦૨૫ (ક. ૧૪:૦૦) થી તા.૨૩-૧૨-૨૦૨૫ (ક.૨૩:૫૯) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.૦૩-૧૨-૨૦૨૫ના રોજ https://t.co/ls6sIxSuOY ઉપર જાહેર કરવામાં આવનાર છે.
પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર
ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી
આશરે 13000 થી વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી
7000 થી વધુ બિન હથિયારી લોકરક્ષકની આવી શકે છે ભરતી
2500 થી વધુ હથિયારી લોક રક્ષકની ભરતીની આવશે જાહેરાત
3000 ની ભરતી આવી શકે છે એસઆરપી માં..
684 પીએસઆઇની પણ આવી શકે છે ભરતી
12000 લોકરક્ષકની થયેલી ભરતી છે અંતિમ તબક્કામાં..
ટૂંક સમયમાં જાહેર થવાનું છે લોકરક્ષકનું પરિણામ
પોલીસમેનની નવી ભરતીની શરૂ થઈ તૈયારી
પોલીસમેન બનવા માગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે સારા સમાચાર
🙏🏻#LRD ભરતી 2025 #OPT_OUT માટે લાગણીસભર અપીલ🙏🏻
"એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર"
"OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ"
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી –દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A / PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના દસ્તાવેજ ચકાસણી કે વિભાગીય પસંદગી વખતે હાજર ન રહો અથવા તમને યોગ્ય કેડર ન મળે તો OPT OUT કરી દો. 🙏
---
🫂 OPT OUT કેમ જરૂરી છે ?
✅ તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે.
✅ તમારું એક “OPT OUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે.
✅ એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે.
✅ આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે.
👉 LRDમાં waiting list નથી, એટલે સાચા બેરોજગારનો હક સીધો છીનવાય જાય છે તે માટે ⚠️ #સરકાર/ #ભરતી_બોર્ડની પણ જવાબદારી છે અને જો આ બન્ને ધારે તો આ અટકી પણ શકે અને મહત્તમ સીટો ભરાય પણ જાય. જે માટે અમુક ચૂચાનો👇🏻
📌PSIનું પરિણામ પ્રથમ જાહેર કરવામાં આવે તો કોમન ઉમેદવારોનો નિર્ણય સ્પષ્ટ થઈ જાય અને એક સીટ ન બગડે અને LRD ભરતીમાં સીધી રીતે બેરોજગાર યુવાનોને લાભ મળે.
📌કોમન ઉમેદવારના ડેટા સરકાર કે ભરતી બોર્ડ જ જાહેર કરવામાં આવે જેથી ઉમેદવારોને પ્રત્યક્ષ ન્યાય મળે.
📌 OPT OUT સિસ્ટમ
– ઉમેદવાર પોતાની પસંદગીની પોસ્ટ પસંદ કરે અને બાકી જગ્યાઓ તુરંત બીજા ઉમેદવારોને મળે તે માટે કઈક નવી વ્યસ્થા કે અમુક સમય માટે રીસફલીંગ જેવો વિકલ્પ મળે અથવા બીજો કોઈ વિકલ્પ સરકાર કે ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવે જેથી ત્વરિત નોકરીનો લાભ ઉમેદવારને મળી શકે.
📌 Bond/Agreement સિસ્ટમ
– જો ઉમેદવાર એક ભરતીમાં જોડાય તો નિશ્ચિત સમયગાળા સુધી બીજી ભરતીમાં ન જોડાઈ તે માટે શિક્ષક ભરતી, પંચાયત ભરતી બોર્ડ માં ચાલતી બોન્ડ સિસ્ટમની અમલવારી કરવામાં આવે જેથી “repetition” અટકશે અને અન્ય લાયક જરૂરિયાતમંદ ઉમેદવારને પણ રોજગારી મળી શકે તથા તકનું ન્યાયપૂર્ણ વિતરણ થશે.
📌 વિવિધ ભરતી બોર્ડમાં સંકલનની જરૂરિયાત
– એક બોર્ડ બીજી ભરતીના શેડ્યૂલ/રિઝલ્ટ બધા માટે સંકલન હોવું જોઈએ. પારદર્શકતા અને નીતિ-નિયમોના કડક અમલથી જ વિશ્વાસ વધશે.
👮🏻કોમન ઉમેદવારોના પુનરાવર્તનને અટકાવ્યા વિના ભરતી કદી નિર્ધારિત લક્ષ્યાંક સુધી પોહચી શક્તિ નથી.
👮🏻સરકારે હવે કડક નીતિ લાવવી જ જોઈએ –
👉 જેથી મોટી ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારો ફરીથી LRD અથવા અન્ય જગ્યા “બ્લોક” ન કરે.આથી હજારો યુવાનોને ન્યાય મળશે અને ભરતી પ્રણાલી પરનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
🌟 એક પેઢી માટે ઉજાસ
મિત્રો સ્વેચ્છાએ આપણે પણ કરવું પડશે, આ નાનકડું કાર્ય ઈશ્વરના ચોપડે તમારી પુણ્યકર્મોની યાદીમાં ઉમેરાશે.
👉 તમે પણ ક્યારેક બેરોજગાર હતા, આજે નોકરીમાં છો.
👉 હવે કોઈ બીજાને એ જ આનંદનો હક આપો.
👉🏻 ખોટી રીતે એક સીટ બ્લોક, હજાર આશાઓનો અંત
👮🏻LRD 2025 ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવારો OPT OUT કરે,તો જ ન્યાય મળશે, પારદર્શિતા આવશે અને હજારો યુવાનોને રોજગારનો માર્ગ ખુલશે.👮🏻
🪔2025ની આ દિવાળી પર, કોઈકના ઘરમાં દીવો તમારા નિર્ણયથી પ્રગટે — એ જ સાચી દિવાળી. 🪔
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#એકસીટએકજીવન
#ISupportOptOut #LRD2025 #OPT_OUT #YouthEmployment #FairOpportunity #OpportunityForAll #GPRB #LRD2025_OPT_OUT
#NoSeatBlocking #FairChanceForAll
📱 રોજના વોટ્સએપના હજારો મેસેજ, ☎️ સેંકડો કોલ્સ, 💬અનેક ટેક્સ્ટ મેસેજ અને 📩 ટેલીગ્રામના હજારો મેસેજ...
આ બધાની સંખ્યા ક્યારેક અવિશ્વસનીય લાગે છે.
"મિત્રો હું પણ તમારો જેવો જ એક સામાન્ય માણસ જ છું, મશીન નથી."
દરેક કોલ, દરેક મેસેજનો જવાબ આપવાની મારી પોતાની મર્યાદા છે.
👉 કલ્પના કરો –
📞 જો એક જ દિવસમાં 500 લોકો ફોન કરે તો દિવસના 24 કલાક હોવા છતાં દરેકને 3 મિનિટ પણ આપી શકાતી નથી.
જો દરરોજ હજારો મેસેજ આવે, તો એ બધાં વાંચવા માટે જ દિવસો ઓછા પડી જાય.
આ પરિસ્થિતિમાં કોઈ પણ માનવી માટે બધાને જવાબ આપવો અશક્ય છે.
તમારા પ્રશ્નો હજારો છે ❓, પણ સાંભળનાર એકલો જ છું 👤.
આ બધું જોઈને ક્યારેક પોતેજ થાકી જાઉં છું.😔
કોઈની લાગણી દુભાય 💔 તે મને પણ ખરેખર દુઃખ આપે છે.
હકીકત એ છે કે –
📲 દિવસના 100 જેટલા ફોન ઉઠાવવાની જ મારી ક્ષમતા છે.
એક ભાઈથી વિશેષ મિત્ર ફોન કોલ્સ ઉપાડે છે છતાં પણ અનેક કોલ્સ રહી જ જાય છે.
વોટ્સએપના હજારો મેસેજિસ 📩 જોવાની તો વાત જ શું કરવી!
ક્યારેક સૌથી જરૂરી કોલ પણ રહી જાય છે 📵…
અને ક્યારેક બિનજરૂરી કોલ્સમાં સમય વેડફાઈ જાય છે ⌛.
તેને કારણે અગત્યની વાત પહોચતી જ નથી..
આટલી બીનપગારી મથામણ, નિઃસ્વાર્થ મહેનત, પરિવારની જવાબદારી વચ્ચે સારું કરવાનો પ્રયત્ન કરીએ તો પણ અંતે દોષારોપણ જ સહન કરવું પડે છે.જે શબ્દોમાં કહી શકાતું નથી, માત્ર મનમાં જ ઝીલાતી રહે છે.💔
મને ખબર છે – કોઈ જવાબ ન મળે ત્યારે તમને દુઃખ થાય. સ્વાભાવિક છે.😢
પણ મારો વિશ્વાસ રાખજો 🙏 – એ અવગણના નથી,
એ ફક્ત મારી મર્યાદા છે.
આ મારો અભિમાન નથી,
આ મારી મજબૂરી છે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
"અમદાવાદ મીડિયા પર બોગસ FIR"સત્ય પરાજિત ના થાય; પરંતુ હમેશા પરેશાન કરવું આવશ્યક નથી #ahmedabad ગુજરાતમાં કાયદો કહે છે કે દારૂબંધી છે. છતાં હકીકત એ છે કે દારૂના ગેરકાયદે અડ્ડા ચાલી રહ્યા છે. આ ખોટા કારોબાર સામે એક પત્રકાર બહાદુરીથી સોશ્યલ મીડિયામાં લાઈવ કરી અવાજ ઉઠાવે છે, તો તેને પ્રોત્સાહન આપવાની જગ્યાએ એ જ પત્રકાર પર ખોટી FIR નોંધવામાં આવે છે. આ ઘટના માત્ર એક પત્રકારને ડરાવવા માટે નથી, પરંતુ સમગ્ર સમાજને સંદેશ આપવાનો પ્રયાસ છે કે – “સત્ય બોલશો તો ત્રાસ મળશે.” પરંતુ યાદ રાખવું જોઈએ કે સત્યને કેટલુંય દબાવવાનો પ્રયત્ન થાય, અંતે સત્ય જ વિજયી થાય છે. આજે જો આપણે આ પત્રકાર સાથે ઉભા રહીશું તો આવતી કાલે લોકશાહી અને ન્યાયને જીવંત રાખી શકીશું. #StandWithTruth #JusticeForJournalist #VoiceOfTruth #SupportJournalism #SaveDemocracy #truthneverdies
AAP ધારાસભ્ય શ્રી @Gopal_Italia એ કરી નવી શરૂઆત
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર જાહેર થયેલ છે. આ સત્રમાં વિધાનસભામાં પ્રશ્ન રજૂ કરવા માટે જાહેર જનતા પાસેથી ગોપાલ ઈટાલિયાએ સૂચનો મંગાવ્યા.
તમારું સૂચન નીચેના Email ID થકી મોકલો 📨 [email protected]
(1/2)
લોકરક્ષક કેડરની તા.૧૫.૦૬.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/yS0GrdHjam તથા https://t.co/L35s5R77x2 ઉપર જાહેર કરવામાં આવેલ છે.