R.Talati માં પસંદગી પામેલા ઉમેદવારો ને વિનંતી કે કૃષિ ક્લાર્કમાં કૃપા કરીને પોતાની ઉમેદવારી જતી કરો વર્ષોથી દિવસ-રાત તૈયારી કરિ રહેલા અને માત્ર એક નોકરીની રાહ જોઈ રહ્યા ઉમેદવારો ને તમારો એક નિર્ણય કોઈના ઘરમાં ખુશી લાવી શકે છે, કોઈ માતા-પિતાનું સપનું પૂર્ણ કરી શકે છે.@YAJadeja
ભાઇ ભાઇ !
સંબંધની ગહેરાઇનું કેવું સુંદર દ્રશ્ય
મહારાષ્ટ્રના બે ભાઈઓનો આ હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સંઘર્ષ, સપના અને ભાઈચારાની અનોખી કહાની લાખો લોકોના દિલ જીતી રહી છે.
#ForestGuard#emotional#youngerbrother#Maharashtra#tv13gujarati
@GPRB_GNR કોન્સ્ટેબલ સંવર્ગ ની પરીક્ષા ની પણ ફાઇનલ તારીખ જાહેર કરી દેવામાં આવે તો ઉમેદવારો ને ,વધારે સારી તૈયારી કરવાનો ખ્યાલ આવે ,આવા ઉમદા આશય સહ - LRD ની તારીખ પણ વ્હેલી તકે જાહેર કરવામાં આવે એજ વિનંતી.
ગુજરાતમાં 1-63લાખ જગ્યા ખાલી. 44 હજાર પોલીસ ,18000 શિક્ષક ની ઘટ્ટ. રાજ્ય સરકારના 27 માંથી 26 વિભાગમાં 20% થી લઈને 68% પદ ખાલી. ભરતી કરતાં ત્રણ બોર્ડમાં 50% જેટલો સ્ટાફ આઉટસોર્સ અને ફિક્સ પગાર પર. દર વર્ષે ભરતી થાય છે પણ હજુ પણ વધુ ભરતી અને ઝડપથી કાર્યવાહી થાય તેવી માંગ.@tv13gujarati
ગીર સોમનાથ જિલ્લાના બોસન ગામના ડૉ. કિશનભાઈ લખમણભાઈ રામે UPSC પરીક્ષા ઓલ ઇન્ડિયા-474 રેન્કથી પાસ કરવા બદલ અભિનંદન...
આપની આ સિદ્ધિ આપના પરીવાર,ગીર સોમનાથ જિલ્લો, આહીર સમાજ અને ગુજરાત માટે ગૌરવ સમાન છે...
#upsc#Congratulations#trebding#UPSCResult2025
ગુજરાતી ભાષા : 'આપણી અસ્મિતા, આપણું ગૌરવ'ના સૂત્રને ચરિતાર્થ કરતા ભાષા નિયામકની કચેરી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા https://t.co/0SGtNzoQNG પર ભાષા સંલગ્ન વિવિધ પુસ્તકો વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો.
ભાષા નિયામકની કચેરી દ્વારા https://t.co/s4owqDxwuk પર ઉપલબ્ધ આ પુસ્તકો સાહિત્યના વિષય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો સહિત ભાષામાં રુચિ ધરાવતા સૌ કોઈને ઘણાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
#GujaratGovernment #GujaratiLanguage
તારીખ 10 ફેબ્રુઆરી 1985... સ્થળ મહારાષ્ટ્રનું નાગપુર... એક બાળકનો જન્મ થયો. ત્રણ દિવસ બાદ જ માતા તેને અનાથઆશ્રમમાં છોડી ગઈ. પણ તેનું નસીબ જુઓ એક મહિના બાદ ડચ કપલે તેને દત્તક લીધો. 41 વર્ષ બાદ તે બાળક નેધરલેન્ડનો મેયર બની ગયો અને હવે માતાને શોધવા ભારત પરત ફર્યો...
નાગપુરના અનાથઆશ્રમમાં ત્યજી દેવાયેલા બાળકને ત્યાંની નર્સે ફાલ્ગુન નામ આપ્યું હતું. હવે તેઓ નેધરલેન્ડમાં હિમસ્ટેડ નામના શહેરના મેયર બની ગયા છે. માતાની શોધમાં તેઓ ભારત આવ્યા. તેમણે ભાવુક નિવેદન આપતા કહ્યું, કે દરેક કર્ણને કુંતીથી મળવાનો અધિકાર છે. તેમને કદાચ હજુ એમ લાગતું હશે કે મને છોડીને તેમણે સારું નથી કર્યું. હું બસ તેમને મળીને જણાવવા માંગુ છું કે હું ઠીક છું, મારું જીવન સુંદર છે. તેમના બાળકને ખૂબ પ્રેમથી ઉછેરવામાં આવ્યો છે.
અત્યાર સુધીની તપાસમાં ફાલ્ગુનને જાળવા મળ્યું છે કે તેમના માતા અપરિણીત હતા. તેથી સમાજના ડરથી તેમને ત્યજી દીધા હતા. તેમણે પોલીસ, નગરપાલિકાની પણ મદદ માંગી છે.
#Netherlands #Heemstede #HeemstedeMayor #FalgunBinnendijk #Nagpur #Maharashtra #GujaratiNews #GScard #GujaratSamachar
✍️ ગઝનીના મહંમદે અને અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ લૂંટ્યું અને 1951 માં સરદાર પટેલે પુનઃનિર્માણ કરાવ્યું આ છે અર્વાચીન ઇતિહાસ.
સોમનાથ નો પ્રાચીન ઇતિહાસ શું છે?
શા માટે ભગવાન સ્વયંભૂ પ્રકટ થયા?
ત્રી ગુણો થી યુક્ત એવા ઋષિ અત્રિ અને માતા અનસૂયાનો પ્રાસાદિક પુત્ર ચંદ્ર અને તેની પત્ની રોહિણીના સાંસ્કૃતિક કાર્યનો પરિપાક એટલે ભગવાન સોમનાથ.
દક્ષ પ્રજાપતિની સત્યાવીસ કન્યાઓ સાથે ચંદ્રના લગ્ન થયેલા જેનાથી રોહિણી પ્રત્યે ચંદ્રને વિશેષ પ્રેમ હતો આ જોઈને બાકીની છવ્વીસ બહેનો દ્વારા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરવામાં આવી અને ચંદ્રને ક્ષય નામનો રોગ થશે આવો શ્રાપ દક્ષ પ્રજાપતિએ આપ્યો.
આ શ્રાપનું નિવારણ દક્ષથી ન થઈ શક્યું એથી ચંદ્ર એ ભગવાન શિવની ઉપાસના કરી.
ચંદ્રની ઉપાસનાથી પ્રસન્ન થઈ સાક્ષાત શિવજી પધાર્યા.
ચંદ્રનું બીજું નામ સોમ છે અને તેણે નાથ ને બોલાવ્યા આમ સોમનાથ નામ પડ્યું.
સોમનાથ મંદિર, જે ગુજરાતના વેરાવળમાં આવેલું છે, તે હિંદુ ધર્મના 12 જ્યોતિર્લિંગો માંથી પ્રથમ માનવામાં આવે છે.
આ મંદિર ત્રિવેણી સંગમ કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓના મિલન ના કારણે પ્રાચીન કાળથી તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે.
ત્રેતાયુગમાં રાવણે તેને ચાંદીમાંથી પુનઃનિર્માણ કર્યું, જ્યારે દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણે તેને લાકડામાંથી બનાવ્યું.
કલિયુગમાં ભીમદેવે તેને પથ્થરમાંથી બનાવ્યું તેવું કહેવાય છે.
પ્રથમ મંદિર લગભગ 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું.
ઈ.સ. 649 માં વલ્લભીના રાજા મૈત્રે બીજું મંદિર બનાવ્યું અને ઈ.સ. 752 માં સિંધના શાસકે તેને તોડી પાડ્યું.
મંદિરને અનેક વખત તોડવામાં આવ્યું અને પુનઃ-નિર્માણ કરવામાં આવ્યું. 1025 માં મહમૂદ ગઝનવીએ તેને લૂંટીને તોડી પાડ્યું.
12 મી સદીમાં તેને પુનઃ બનાવવામાં આવ્યું, પરંતુ અલાઉદ્દીન ખિલજી અને અન્ય મુસ્લિમ શાસકોએ તેને વારંવાર તોડ્યું.
આજનું મંદિર 1951 માં પુનઃ-નિર્મિત થયેલું છે જેનો યશ સરદાર વલ્લભભાઈ પટેલ ને જાય છે.
#SomnathTemple
#SomnathSwabhimanParv
*સોમનાથ પાટણમાં* રામચંદ્રના મંદિર પાસે નાની શેરી છે ત્યાં ગલીમાં જ ભદ્રકાળી માતાનું મંદિર એક સાદા ઓરડામાં આવેલું છે જેમાં પ્રવેશદ્વાર પર રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત અભિલેખ જોઈ શકાય છે જે *ઈ.સ. ૧૧૬૯ ની સાલનો* અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ પરમ પાશુપતાચાર્ય શ્રીમદ ભાવબૃહસ્પતિનો પ્રશસ્તિ લેખ છે. ટીમ અતુલ્ય વારસોનાં અભ્યાસ મુજબ તે મુજબ *ચાર યુગોમાં ચાર જુદા જુદા દ્રવ્યોથી સોમનાથ મંદિર* બંધાવવામાં આવ્યું હતું. સત્યયુગમાં રાજા સોમરાજે સોનાનું, ત્રેતાયુગમાં રાવણે રૂપાનું, દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણે લાકડાનું અને કળયુગમાં સોલંકી રાજા ભીમદેવે પથ્થરોનું બંધાવ્યું તેવા લેખ મળે છે. જો કે આ હકીકત કેટલે અંશે પ્રમાણભૂત ગણી શકાય તે મુશ્કેલ છે પણ ત્રીજા મંદિરના અવશેષો પર ભીમદેવ સોલંકીએ ચોથું મંદિર બંધાવ્યાની હકીકત પ્રમાણભૂત છે. ઈ.સ. ૧૧૬૯ માં કુમારપાળના પાંચમું મંદિર એ જ સ્થાને બંધાવ્યું અને ઈ.સ. ની ૧૪મી સદી દરમ્યાન ચુડાસમા રાજા મહીપાલદેવ આ મંદિરનો પુનરુદ્વાર કરાવ્યો આ વિગતો પ્રાપ્ત પ્રમાણભૂત અવશેષો અને આભિલેખિક પુરાવાઓથી જાણી શકાય છે. #atulyavarso #somnath #inscription #history #archaeology #SomanthSwabhimanParv
Aravalli Range: અરવલ્લી ગિરિમાળા અંગે વિવાદ બાદ આજે સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો સુનાવણી કરવામાં આવી. દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિશેષજ્ઞ સમિતિની ભલામણ અને તેના પર સુપ્રીમ કોર્ટે કરેલી તમામ ટિપ્પણી સ્થગિત કરી છે. આગામી આદેશ સુધી સમિતિની કોઈ પણ ભલામણ લાગુ કરાશે નહીં. સમગ્ર કેસમાં આગામી 21મી જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરિમાળાની વ્યાખ્યા કે પરિભાષાને માન્યતા આપી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. જે બાદથી જ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. સુપ્રીમ કોર્ટના આજના આ આદેશથી પર્યાવરણપ્રેમી તથા અરવલ્લી બચાવો આંદોલન કરી રહેલા લોકોની મોટી જીત થઈ છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારોને નોટિસ
CJI સૂર્યકાંતે કહ્યું, કે સમિતિના રિપોર્ટ તથા તેના પર કોર્ટે કરેલી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. એવામાં આ રિપોર્ટ અને કોર્ટના આદેશ લાગુ કરતાં પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂર છે. સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત તમામ સંબંધિત રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં કુલ 5 સવાલ પૂછ્યા છે?
1. શું અરવલ્લીની વ્યાખ્યા માત્ર 500 મીટર ક્ષેત્ર સુધી સીમિત કરવાથી સંરક્ષિત ક્ષેત્ર સીમિત થઈ જાય છે?
2. શું નવી વ્યાખ્યાના કારણે નોન-અરવલ્લી વિસ્તારોમાં નિયંત્રિત ખાણકામ માટે અવકાશ વધશે?
3. જો બે અરવલ્લી ક્ષેત્રની ઊંચાઈ 100-100 મીટરથી ઊંચી છે પણ બંને વચ્ચે 700 મીટરનું અંતર છે, તો શું તે વચ્ચેના વિસ્તારમાં ખાણકામની અનુમતિ મળી જશે?
4. આ સમગ્ર પ્રક્રિયામાં પર્યાવરણને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય?
5. જો નિયમોમાં કોઈ ચૂક છે તો શું અરવલ્લી ગિરિમાળાની મજબૂતાઈ જાળવી રાખવા વ્યાપક મૂલ્યાંકન જરૂર છે?
શું છે સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે કેન્દ્રીય પર્યાવરણ વિભાગની એક સમિતિએ સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટર કે તેથી ઊંચાઈના પર્વતો જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. આ ભલામણને 20મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે માન્યતા આપી હતી. જે બાદથી જ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. લોકોને ભય છે કે આમ તો અરવલ્લીના પહાડો નષ્ટ થઈ જશે અને માફિયાઓ બેફામ ખાણકામ કરશે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જોકે ભારે વિરોધ અને વિવાદ વધતાં જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.
#AravalliRange #SupremeCourt #SaveAravalli
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૨૩/૧૨/૨૦૨૫ (રાત્રી કલાકઃ ૨૩.૫૯) છે. જે ઉમેદવારની અરજી કન્ફર્મ થયેલ હશે તે જ અરજી માન્ય રહેશે. જો કોઇ ઉમેદવારો અરજી કરવા ઇચ્છતા હોય તેઓએ તાત્કાલીક અરજી કરી, કન્ફર્મ કરવાની રહેશે.
વૈજ્ઞાનિક શોધો અને નોબેલ વિજેતાઓ વિશે બાળકોને પ્રેરણાત્મક જાણકારી મળશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આવતીકાલે 11મી ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાશે...
બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે, સ્પર્ધાત્મક પરીક્ષાની માનસિકતા વિકસે અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુસર શરૂ કરવામાં આવેલ આ પહેલ હેઠળ બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લાના કુલ 14 સ્થળોએ મોબાઈલ વ્હીકલ દ્વારા નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશન રજૂ થશે…
#Banaskantha #NobelPrize #Exhibition #Science
દૈનિક વર્તમાનપત્રોમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તા.૦૩-૧૨-૨૦૨૫ (ક. ૧૪:૦૦) થી તા.૨૩-૧૨-૨૦૨૫ (ક.૨૩:૫૯) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.૦૩-૧૨-૨૦૨૫ના રોજ https://t.co/ls6sIxSuOY ઉપર જાહેર કરવામાં આવનાર છે.