સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, આરોગ્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા છે.
રાજ્યની ૧૧,૮૩૫ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં શરૂ થયેલી રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ સાથે સ્વચ્છ અને સુરક્ષિત આરોગ્ય સેવાઓ તરફ વધુ એક મજબૂત પગલું.
સ્વચ્છ હોસ્પિટલ • સુરક્ષિત સારવાર
ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા "વ્હાલી દીકરી યોજના" અંતર્ગત દીકરીઓના જન્મથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી કુલ ₹1,10,000ની આર્થિક સહાય આપવામાં આવે છે...
#Gujarat
"મહિલા અને બાળકોના હિતમાં વિભાગીય સમીક્ષા"
મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિભાગના તમામ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને કામગીરી વધુ અસરકારક તેમજ સમયસર થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
રાજ્યના નાગરિકોને 31 મે સુધીમાં ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માન. રાજ્યપાલશ્રીનો અનુરોધ...
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતેથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વ-ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી...
આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક શ્રી સુજલ મયાત્રાએ માન. રાજ્યપાલશ્રીની સૌજન્ય મુલાકાત લીધી અને તેઓને આ વખતની સંપૂર્ણ ડિજિટલ તેમજ સુરક્ષિત જનગણના પ્રક્રિયાની તક્નીકી વિગતોથી માહિતગાર કર્યા...
સશક્ત અને સમાવિષ્ટ વિકસિત ભારતના નિર્માણ માટે સચોટ અને સમયસરની માહિતી અનિવાર્ય છે. નાગરિકોની સક્રિય ભાગીદારી જ આ મહાઅભિયાનને સફળ બનાવશે : રાજ્યપાલશ્રી
વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી જાતે ઓનલાઇન સબમિટ કરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ પદ્ધતિ રજૂ કરાઈ છે. ગુજરાતમાં આ ગણતરી 31 મે, 2026 સુધી સત્તાવાર વેબપોર્ટલ https://t.co/8EJNhC3CUF પર ઉપલબ્ધ રહેશે, જ્યાં નાગરિકો આપેલા માર્ગદર્શન મુજબ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે...
#Census #GujaratGovernment
માસિક ધર્મ વિશે વાત કરવી જરૂરી છે, કારણ કે તે દરેક દીકરી અને મહિલાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કુદરતી પ્રક્રિયા છે.
શરમ નહીં, સમજ અને યોગ્ય કાળજી રાખો
📅 સ્વચ્છતા જાળવો
🥗 પોષણયુક્ત આહાર લો
💧 પૂરતું પાણી પીવો
🩺 કોઈ સમસ્યા હોય તો આરોગ્યકર્મીનો સંપર્ક કરો
🇮🇳 આપણી જનગણના, આપણો વિકાસ 🇮🇳
જન ગણના–૨૦૨૭ અંતર્ગત મારી અને મારા પરિવારજનોની ઓનલાઈન પોર્ટલ મારફતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી.
જનગણના માત્ર એક પ્રક્રિયા નથી,પરંતુ દેશના વિકાસનો મજબૂત આધાર છે. સચોટ માહિતીથી જ સરકારની યોજનાઓ અને સુવિધાઓ દરેક નાગરિક સુધી અસરકારક રીતે પહોંચી શકે છે