🪂 $75,000 Prop Firm Giveaway !!
We’ve teamed up with @ProprXYZ
for an exclusive $5000 ( 1-Step Funded Account ) Giveaway 🎁
→ 11 Users (Random Basis - Pick By Bot)
→ 4 Users (Top & Early Contributors, Best Comment- I will pick).
How to Enter (Simple 4 Step):
• Follow @gautamguptagg & @ProprXYZ
• Like , Retweet this post , Tag 2 Friends
• Joining Link: https://t.co/ET6RWUzX0S
• Join Tg: https://t.co/e6kIksoF0Q
End in 28 hours ⏰
What has Hindu-Muslim politics actually given to this country or its youth besides division, distraction, and lost opportunities?
While the world moves ahead with AI, innovation, and jobs, how long are we going to stay trapped in the same old politics? : @abhijeet_dipke
Apple and Google disclose backed-up WhatsApp messages to third parties thousands of times per year. Meanwhile, Telegram hasn’t disclosed a single byte of users’ messages in its entire 12+ year history.
💢જનતા પૂછે સવાલ: સાહેબ, આટલો બધો ઓડકાર કેમનો આવ્યો?💢
"પહાડ જેવું કૌભાંડ, ને ગજબની છે માયા,
પોતાના નામે ડુંગર કરી, આખા ગામને છેતરાયા!
"ડુંગર જેવી દાનત જેમની, ને પથ્થર જેવું મન,
કાગળિયામાં કપાસ વાવી, લૂંટી લીધું જન-ધન."
"કોર્ટના આદેશને ઘોળીને પી ગયા, કલેક્ટરને પણ ઠેંગો,
નેતાજીએ પહેર્યો છે ભ્રષ્ટાચારનો બહુ મોંઘો લહેંગો!"
"હવે પ્રકૃતિ પણ પોકારે, કે આ કેવો તમારો વિકાસ?
ધારાસભ્યના ખિસ્સામાં ડુંગર, ને જનતાના નસીબે બસ નિસાસ!"
"સેવા કરવા નીકળ્યા હતા, હવે ડુંગરા ગળી જાય છે,
ખુરશી ગઈ તો શું થયું? જમીનો પચાવી પાડે છે!"
"દીકરી-ભાભી અને પાંચ ભાગીદારો... ડુંગર ક્યાંય જાય નહીં,
બધું ઘરમાં જ રહે! આને કહેવાય આત્મનિર્ભર પરિવાર!"
@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar
🤔શું ઉમેદવારનું ભવિષ્ય એ કોઈ રમત છે?
🤔જગજાહેર તથ્યો હોવા છતાં ખોટા જવાબને ફાઈનલ આન્સર કીમાં પધરાવી દેવા પાછળનો હેતુ શું? શું પોતાની ભૂલ સ્વીકારવામાં યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાય છે? તમારી જિદમાં ઉમેદવારનો ભોગ કેમ?
🤔પ્રશ્નપત્રમાં ગુજરાતીમાં 'નદી' લખ્યું હોય અને અંગ્રેજીમાં 'Desert' (રણ) લખ્યું હોય, આ કયા પ્રકારનું બૌદ્ધિક દેવાળું છે?
🤔ઉમેદવાર ફી ભરે, તૈયારી કરે, પરીક્ષા આપે અને પછી પોતાની સાચી રજૂઆત માટે વકીલોના ચક્કર કાપે? શું આ લોકશાહી છે? વાંધા અરજી મંગાવવાનો ઢોંગ શું કામ કરવામાં આવ્યો જો ઈમેઈલ વાંચવાની તસ્દી જ નહોતી લેવી?
🤔ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ભરતીની પરીક્ષામાં જે રીતે આન્સર કી અને પ્રશ્નપત્રમાં છબરડા થયા છે, તે જોતા પ્રશ્ન થાય છે કે: શું ભરતી બોર્ડમાં બેઠેલા અધિકારીઓ એક સાચું પ્રશ્નપત્ર કાઢવાની પણ લાયકાત ધરાવતા નથી?🤔
📢 ગુજરાત યુનિવર્સિટી (વહીવટી ભરતી):
ફાઇનલ આન્સર કી માં ગંભીર છબરડા અને ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં!
🚫જાહેરાત ક્રમાંક GU/Admin/2025-26
🚫પરીક્ષા તારીખ: 14/03/2026
🔔ગુજરાત યુનિવર્સિટી જેવી રાજ્યની કથિત પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા લેવાયેલી બિન-શૈક્ષણિક વહીવટી પોસ્ટની પરીક્ષાની ફાઇનલ આન્સર કી (તા. 01/04/2026) અને પરિણામ જાહેર થયા બાદ તેમાં રહેલી ગંભીર ટેકનિકલ અને બૌદ્ધિક ભૂલો સામે આવી છે.
🔔ઉમેદવારોએ સમયમર્યાદામાં વાંધા અરજી કરવા છતાં તેને અવગણીને ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવું એ અન્યાયકર્તા છે.
📍 મુખ્ય વિસંગતતાઓ:
૧. પ્રશ્ન ક્રમાંક ૭૪: ૨૦૨૬ BRICS અધ્યક્ષપદ અંગેની ભૂલ
યુનિવર્સિટીનો જવાબ: (b) બ્રાઝિલ ❌
સાચો અને તથ્યપૂર્ણ જવાબ: (a) ભારત ✅
👆🏻 BRICS ના નિર્ધારિત રોટેશન મુજબ, ૨૦૨૬ માં ભારત પાસે અધ્યક્ષપદ આવવાનું. બ્રાઝિલ પાસે ૨૦૨૫નું અધ્યક્ષપદ હતું. યુનિવર્સિટીનો આ જવાબ કરંટ અફેર્સની દ્રષ્ટિએ સંપૂર્ણપણે ખોટો છે.
૨. પ્રશ્ન ક્રમાંક ૮૫: પ્રશ્ન અને વિકલ્પો વચ્ચે મેળ જ નથી
(સંપૂર્ણ અસમંજસતા)
મુદ્દો: પ્રશ્ન પત્રમાં ગુજરાતીમાં "વિશ્વની સૌથી લાંબી નદી" પૂછવામાં આવી છે, જ્યારે અંગ્રેજીમાં "Desert" (રણ) શબ્દનો ઉલ્લેખ છે.
યુનિવર્સિટીનો જવાબ: (c) એન્ટાર્કટિક ❌
👆🏻અહીંયા ટ્રાન્સલેશન માં સીધી ભૂલ છે.. એન્ટાર્કટિકા એ રણ (Desert) છે, નદી નથી. પ્રશ્ન અને વિકલ્પો વચ્ચે કોઈ તાર્કિક સંબંધ જ નથી. ભાષાકીય અનુવાદની આટલી મોટી ભૂલ બાદ પ્રશ્ન રદ થવો કે બધાને માર્ક્સ મળવાપાત્ર હોવો જોઈએ, તેને બદલે ખોટો જવાબ માન્ય રાખવો એ હાસ્યાસ્પદ છે.
👆🏻આવા 2 નહીં 4 પ્રશ્નોમાં દેખીતી ભૂલો છે. જેમાં ટ્રાન્સલેશન અને ગણિત માં ઘાત ગોઠવી જ નથી શક્યા, અનેક ભાષાકીય ભૂલો પણ રહેલી છે.
૩. ઇમેઇલ રજૂઆતની અવગણના:
યુનિવર્સિટીએ તા. ૧૮/૦૩/૨૦૨૬ સુધી વાંધા અરજી મંગાવી હતી. ઉમેદવારોએ પુરાવા સાથે મેઈલ કર્યા હોવા છતાં, કોઈ પણ સુધારો કર્યા વગર સીધી જ ફાઇનલ આન્સર કી અને માર્કસ જાહેર કરી દેવા એ પ્રક્રિયાની પારદર્શિતા (Transparency) પર સવાલ ઉભા કરે છે.
⚠️ ગંભીર અસરો:
મેરિટમાં અન્યાય: મેન્સ પરીક્ષા માટે ૪૫% (૫૪ માર્કસ) નું કટ-ઓફ રાખવામાં આવ્યું છે. આવી ભૂલોને કારણે અનેક તેજસ્વી ઉમેદવારો ૧ કે ૨ માર્કસ માટે મેન્સની તક ગુમાવી શકે છે.
સત્તાધીશો માટે ૧ માર્ક કદાચ આંકડો હશે, પણ એક મધ્યમવર્ગીય ઉમેદવાર માટે એ "સરકારી નોકરી અને બેરોજગારી" વચ્ચેની પાતળી રેખા છે. ૫૪ માર્કે ક્વોલિફાય થવાનું હોય ત્યારે ૫૩.૭૫ પર અટકી જનાર ઉમેદવારની માનસિક હાલતનો જવાબદાર કોણ?
⚖️ ઉમેદવારોની માંગણી:
૧. નિષ્ણાંતોની પેનલ દ્વારા આન્સર કીનું ફરીથી નિષ્પક્ષ નિરીક્ષણ કરવામાં આવે.
૨. ખોટા અથવા વિસંગતતાવાળા પ્રશ્નો રદ કરી તમામ ઉમેદવારોને સમાન ન્યાય (Grace Marks) આપવામાં આવે.
૩. સુધારેલી ફાઇનલ આન્સર કી બાદ જ મેન્સ પરીક્ષાની પ્રક્રિયા આગળ વધારવામાં આવે.
📌ભાષાકીય મર્યાદા નેવે મૂકાઈ: ભાષાકીય ભૂલો એ માત્ર ટાઈપિંગ મિસ્ટેક નથી, પણ પરીક્ષાર્થીઓના જ્ઞાનનું અપમાન છે.
📌જવાબદારી નક્કી કરો: જે પેપર સેટર અને જે પેનલે આ આન્સર કી ફાઈનલ કરી છે, તેમની સામે શિક્ષાત્મક પગલાં કેમ ન લેવાય?
📌અન્યાયી પરિણામ મંજૂર નથી: જો ભૂલો નહીં સુધારાય તો આ લડત માત્ર ઈમેઈલ સુધી મર્યાદિત નહીં રહે. ઉમેદવારોના પસીનાની કિંમત યુનિવર્સિટીએ ચૂકવવી પડશે.
#ShameOnGU #GujaratUniversity #SaveStudentsFuture #RectifyAnswerKey #JusticeForStudents #EducationSystem
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@NewsNavajivan@gopimaniar@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia