પોતાની યુવાનીના અનમોલ એવા 4/5 વર્ષ સર્વે મોજશોખ મૂકીને પોતાના પરિવારને સારો ભવિષ્ય આપવા ને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા જે યુવકો કર્મચારી તરીકે જોડાય છે એમને આવા અન્યાયી ફિક્સ પગાર રૂપી ચક્રવાતમાં તરછોડવાનું બંધ કરો @CMOGuj .શોષણ સિવાય અન્ય રસ્તા છે. #Remove_Fixpay_in_gujarat
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
ગુજરાતમાં ભાજપ સરકારની એક ગંભીર અને યુવા પેઢી માટે ચિંતાજનક પ્રવૃત્તિ સામે આવી છે.નિવૃત અધિકારીઓને વારંવાર “એક્સ્ટેન્શન” આપી સરકારમાં જાળવી રાખવાની નીતિ હવે જાણે નિયમ બની ગઈ છે.
છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 8થી વધુ મહત્વના વિભાગોમાં થયેલી નિમણૂકોમાં આશરે 50 ટકા અધિકારીઓ રીટાયર્ડ થયા પછી ફરી નિમણૂક પામ્યા છે.
જ્યાં સરકારની નીતિ ઘડાય છે એવા મુખ્ય વિભાગો આરોગ્ય, ખાદ્ય પુરવઠા, મજૂરી અને રોજગાર, વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિભાગ, વેલફેર વિભાગ, અને ખનિજ વિભાગ સુધીમાં પણ રીટાયર્ડ અધિકારીઓનો જ દબદબો જોવા મળે છે.
એક તરફ સરકાર વર્ષોથી ભરતી બંધ રાખી યુવાઓનુ ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષણ કરે છે,
અને બીજી તરફ નિવૃત અધિકારીઓને ફરીથી નિમણૂક આપીને લાયકાત ધરાવતા યુવા અધિકારીઓને તકથી વંચિત રાખે છે.
સરકારમાં નીતિ-નિર્ણયના પદો હવે અનુભવના નામે એ જ જૂના અધિકારીઓના હાથે છે જેના કારણે નવી વિચારસરણી અને આધુનિક ઉકેલોનો અભાવ સ્પષ્ટ દેખાય છે.
યુવા અધિકારીઓ માટે તકો બંધ, પ્રમોશન અટકેલું અને નવી ભરતીના દરવાજા વર્ષોથી બંધ આ નીતિ યુવાધન ના અપમાન સમાન છે.
રાજ્યનો ભવિષ્યનો આધાર યુવાનો છે.
પણ ભાજપ સરકાર પોતાના મનપસંદ નિવૃત અધિકારીઓને “સદાબહાર એક્સ્ટેન્શન” આપી સિસ્ટમને વૃદ્ધ અને સ્થિર બનાવી રહી છે.
ભાજપ સરકારની વાસ્તવિક પ્રાથમિકતાઓ શું છે?
યુવાનોનું ભવિષ્ય કે મનપસંદ અધિકારીઓનું પુનરાગમન?
વર્ગ 3 ના કર્મચારીઓને એટલે જ બોનસ નથી આપેલ સરકારે કેમ કે જો આપે તો indirectly એમને માનવું પડે કે હા, વર્ગ 3ના કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી ને તહેવાર ઉજવવા બોનસ ની જરૂર પડે છે. Waah રે સંવેદનહિન સરકાર.
#Remove_fix_pay_in_gujarat
નવી પેઢી તો 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માન માન નોકરી મળ્યા બાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે માં શોષાઈ રહી છે. યુવાનીના 8 થી 9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ. ભાજપ ભગાવો
#Remove_Fix_Pay_Gujarat