સંયુક્ત ખેતી નિયામકશ્રી( વિસ્તરણ), મહેસાણા વિભાગ, મહેસાણા દ્વારા ઈડર ખાતે નવીન ખાતર પદ્ધતિ અંગે ની વિતરણ વ્યવસ્થા પદ્ધતિ બાબતે માહિતી લીધેલ અને ખેડૂત દ્વારા ક્યુ આર કોડ જનરેટ ની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરી માર્ગદર્શન આપ્યું ..
ખેરાલુ તાલુકાના ખેતીવાડી વિભાગના વિસ્તરણ સ્ટાફ દ્વારા તાલુકાના ગામોમાં ટ્રેક્ટર ઘટકની સ્થળ ચકાસણી કરવામાં આવી, AGR 2 & 4 યોજના અંતર્ગત દિવેલાનું વિતરણ અને સ્માર્ટફોનના વેરીફીકેશનની સાથે સાથે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો
આજે રોજ વડનગર તાલુકાના વિસ્તરણ સ્ટાફ દ્વારા AGR-2 અને AGR-4 યોજના હેઠળ દિવેલા નિદર્શન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
ખેડૂતોને ગુણવત્તાયુક્ત દિવેલા બિયારણ તથા જરૂરી કૃષિ સામગ્રીનું વિતરણ કરીને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવા અને વધુ ઉત્પાદન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ ખેરાલુ ખેતીવાડી વિભાગના વિસ્તરણ સ્ટાફ દ્વારા તાલુકાના ગામોમાં AGR 50 યોજના હેઠળ ટ્રેક્ટર ઘટકની સ્થળ ચકાસણી કરવામાં આવી અને સ્માર્ટફોનના વેરીફીકેશનની સાથે સાથે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો.