આજ રોજ ભુજ ઘટક 3ના આંગણવાડી કેન્દ્ર પર"બાળદિવસની ઉજવણીની થીમ અંતર્ગત બાળકોને છોડ વાવવાની પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. બાળકોને છોડ કેવી રીતે વાવવા, તેની નિયમિત સંભાળ કેવી રીતે રાખવી અને વૃક્ષોનું આપણા જીવનમાં શું મહત્વ છે તે અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. 🌱🌳
આજરોજ ભૂજ ઘટક 3 ના વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીશ્રીના હસ્તે 3 વર્ષ પૂર્ણ કરેલ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો તેમજ બાલવાટિકા ના બાળકોને વિદ્યારંભ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
આજરોજ ભુજ ઘટક 3ના તમામ આંગણવાડીકેન્દ્રોમાં બાળકો અને વાલીઓમાટે બાલક-પાલક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓએસર્જનાત્મક પ્રવૃતિકરી હતી.આ કાર્યક્રમ નો હેતુ વાલીઆંગણવાડીમાં થતી વિવિપ્રવૃતિઓથી પરિચિત થાય અને વધુમાં વધુ બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે
આજરોજ ભુજ ઘટક 3 ના તમામ આંગણવાડી કેન્દ્ર પર બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી તથા વાલી મિટિંગ બોલાવી વાલીની સહી કરવી તથા બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિ વિશે વાલીને માહિતગાર કરવામાં આવ્યા. અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી
પ્રજાસતાક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સુપોષિત કચ્છ થીમ પર ટેબ્લો નિદર્શનમાં ICDS શાખા જિલ્લા પંચાયત ભુજ - કચ્છ તૃતીય નંબર પ્રાપ્ત કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન @KutchDdo@collectorkut@radarshp0107@WCDGujarat
આજરોજ ઘટક ભુજ 3 નાં ધાણેટી સેજામાં માન.પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી તેમજ સીડીપીઓ મેડમ શ્રી ના માર્ગદર્શન હેઠળ ધાણેટી સેજાના પદ્ધર ગામ ખાતે પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.#પોષણઉત્સવ2025
આજથી શરૂ થતા ભુજ ઘટક -3 માં પોષણ માસ ની શરૂઆત આંગણવાડી કેન્દ્ર માં પોષણ શપથ લેવડાવવામાં આવી તથા સગર્ભાને આરોગ્ય તપાસ અને IYCF અંતર્ગત 1000 દિવસ દરમ્યાન સગર્ભા માતા તેમજ બાળક ની સંભાળ તેમજ ખોરાક લેવાની પદ્ધતિ અંગે લાભાર્થી ઓને માર્ગદર્શન આપેલ.#પોષણઉત્સવ
આજ રોજ ભુજ ઘટક -૩ ના તમામ આંગણવાડી કેન્દ્ર પર મહિનાના ત્રીજામંગળ વારે બાળદિવસની ઉજવણી અંતર્ગત 6 માસ પૂર્ણ કરેલ બાળકોને અન્નપ્રાસન કરાવવામાં આવ્યું તેમજ બાળકોના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.અને જાહેર સ્થળોની બાળકોને મુલાકાત કરાવવામાં આવી.#પૂર્વપ્રાથમિકશિક્ષણપાપાપગલી
આજરોજ ભુજ ઘટક - 3ના તમામ આંગણવાડી કેન્દ્રો પર ઝાડ અને છોડ ની ઓળખ કરાવી ને સાચવણી કેવી રીતે કરવી તથા તેના વિશે સમજણ આપવામાં આવી.#પૂર્વપ્રાથમિકશિક્ષણપાપાપગલી
સુરતનું નંદઘર બન્યું સિદ્ધિનું સરનામું !!
પાયાના શિક્ષણ, સંસ્કાર અને સમજણના સિંચન માટે વાલીઓ જાગરૂકતા સાથે પોતાના બાળકોનું આંગણવાડી કેન્દ્રોમાં એડમિશન કરાવી રહ્યા છે.